Dina Vachharajani

Inspirational

3  

Dina Vachharajani

Inspirational

તરબોળ વેદના

તરબોળ વેદના

1 min
13


દૂર-દરાજના ગામથી, ઘરકામ માટે શહેર આવ્યાના પહેલે દિવસે...

અઢાર વરસના ભંવરની નવયુવાન આંખોમાં આશા અને મનમાં ઘણી બધી અસંમજસ હતી. ધીરે-ધીરે બધા કામ શીખવા મથતો હતો.

ત્યાં શેઠાણીની બૂમ પડી...."ભંવર , બાથરૂમમાંથી શેઠ નાહીને આવી ગયા હોય તો , ટબમાંથી એમનું નાહેલું પાણી કાઢી તાજા પાણીથી એ પાછું ભરી લે. મારે ન્હાવા જવું છે."

બાથરૂમમાં પ્રવેશતાં ટબમાં હલતાં આટલા બધાં પાણીને જોઇ એનું મન એક ક્ષણ હિલ્લોળે ચઢ્યું. તરબોળ કરી દે એટલું પાણી આમ, પહેલી વાર જોયું ! એણે કોર્ક ખોલ્યો, ટબમાંથી ગટરમાં વહેતાં પાણીની સાથેજ અચાનક એની આંખ પણ વહેવા લાગી. એને રાજસ્થાનના અંતરિયાળ ગામમાં રોજ પાંચ -પાંચ માઇલ દૂરથી બેડાંમાં પાણી સારતી પોતાની 'મા' અને પોતાના ભાગે આવેલા સૂક્કાભઠ્ઠ ખેતરની અસંખ્ય કરચલીનુમા તડ વાળી 'ધરતીમા' યાદ આવ્યાં.

એને થયું.....કાશ ! આ પાણી હું મારા ગામ સુધી પહોંચાડી શકું તો ! તો કદાચ મારા જેવા અસંખ્ય ભંવરને મૂળ સોતા ઉખેડાવાની વેદના ન અનુભવવી પડે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational