Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

#DSK #DSK

Drama


1  

#DSK #DSK

Drama


તને તો એક મારી હોયને !!!

તને તો એક મારી હોયને !!!

7 mins 747 7 mins 747

(તને તો એક મારી હોયને !!!)

ગામડામા ૭ ધોરણ ભણેલીને એક એંજીનીયર પતિ સાથે શહેરમા તે સમયે આવેલી!!!

પતિ સાથે ઓછુ બોલવુને દુર રહેવાય તેટલુ રહેવુ,એ જ વિચારતી..

કેમ કે પતિ સાથે એ ગામડિયું બોલતી ને પતિ સુધરેલું આથી શરમ આવતી.

પતિ ભણેલો ગણેલો પોતાના જ ગામનો પણ...

''આ ભણેલો ગણેલો આવ્યો એટલે તે હારી ગઇ.''

સાથે જ સાત ધોરણ ભણેલાને પછી તે શહેરમા જતો રહ્યો ભણવા માટે, એ પછીથી માનો કે મોટા થઇ ગયા એટલે છોકરાઓ જોડે બોલવાનુ ન થાય એમ પણ તે પોતાના ઘરથી છે.....ક ગામના બીજા છેડે રહેતો એટલે બોલાય જ નહી જો ઘરની આજુબાજુમા હોત તો વાત અલગ હોત?

ને આજની પ્રિયા કંઇક આવી છે...

પ્રિયા;પ્રણવ!! જમવા બેસી જાવ તો!!!

પ્રણવ;આવુ છુ!!

પ્રિયા;એ જાતે લઇ લેજો મારે પાછળ પાછળ ફરવાની નવરાશ નથી;

પ્રણવ;પ્રિયા,બસ આવુ જ છુ બકા!! મુકી ના દેતી જમવાનુ, બકા આવુ જ છુ!!

પ્રિયા;પ્રણવ શટ-અપ!!

પ્રણવ;મેરી બિલ્લી મુજકો મ્યાઉં?

પ્રિયા;યેસ, મને હવે બધુ જ આવડી ગયુ છે જાને-મન,

પ્રણવ;તે હવે તને બધુ જ શીખવીને હુ જ દુ:ખી થાવ છુ,તુ મને હેરાન કરે છે.

પ્રિયા;એ તો મારો પ્રેમ છે ડાર્લિગ બાકી...તો....

રે’વા દે.

જો તે મને શહેરમા કેમ રહેવાય,કેમ બોલાય,કેમ લોકો સાથે કામ પાર પડાય તેમજ અંગ્રેજી શીખવ્યુ.

આ તેનો કમાલ છે મિસ્ટર!!

પ્રણવ;હા...આજે તુ મારા બાળકની એક પરફેક્ટ માતા જો,તેનુ મને ગર્વ છે.

આતો બધી પહેલાની વાતો..પણ...આજનુ વાતાવરણ તો કંઇક આવુ જ છે...

ચિકકાર-ભરચક શાળાના મેદાનમા વાલી, બાળકો અને તમામ સવાર-બપોરની પાળીનો શિક્ષક સ્ટાફ ગોળ ઉભો છે.વચ્ચે મીરાતગઢનો ખુંખાર ગુંડો,પ્રેમ અને તેની મમ્મી પ્રિયા...ઉભા છે. બધાની નજરમા આ મા-દિકરા સાથે આ ગુંડો કંઇક અજુગતુ ન કરી બેસે એવી ચિંતા છે.

મીરાતગઢ એક સીટી છે.સારી-સારી સ્કુલ આવેલી છે.તમામ રસ્તાઓ હરિયાળી આચ્છાદિત છે.ફુલછોડની કોઇ જગ્યા એ કમી નથી.ઘણી હોસ્ટેલને સારી-સારી કંપની આવેલી છે.કારખાના અને મીલો આવેલી છે.લોકો કામ કરવાને શાંતિથી રહેવાની ઇચ્છાથી મીરાતગઢમા આવે છે.ને સાથે-સાથે આવનાર ને થોડા જ સમયમા ખબર પડી જાય કે આ શહેરનો મોટો ગુંડો એટલે ભોલો.

આ ભોલો દેખાવે પાતળો,ગોરો,ઇંસર્ટટાઇટ,હીરો જેવો.કામ તેના છેલ્લી પાટલી પરના. કોઇ બાપે ભારે વિવશતાથી તેની દિકરીને ભોલા સાથે પરણાવી હશેને દિવા જેવો દિકરો પેટ પડ્યો.છોકરો પ્રેમથી મમ્મા સાથે વાત કરતો હતોને તે વાત ભોલા એ સાંભળી કે તેને ગુસ્સો આવ્યોને તે આજે સ્કુલ સુધી પહોચી ગયો.

પ્રિંસીપલ સાહેબ પણ ધ્રુજી ઉઠ્યા..

પ્રિંસીપલ;સર,આપને કોઇ પ્રોબ્લેમ હતો તો મને કોલ કર્યો હોત?

ભોલો;ના, કામ મારે એક બાય નુ છે

પ્રિંસીપલ;શુ?

ભોલો;(કાઠલો પકડીને)પ્રેમના વાલીનુ.

(''પ્રેમને સાવન દોસ્ત''એ આખી સ્કુલને ખબર કેમ કે સાવન સાથે દોસ્તી કરવાની બધા બાળકોને ઘેરથી જ ‘’ના’’ પણ આ પ્રિયા એક જ એવી કે તેણે ક્યારેય સાવન સાથે રહેવાની પ્રેમને ‘’ના’’ જ ન કહી.)

(એક બાજુ સાવન ક્લાસમા આખો દિવસ ધ્રુજી રહ્યો,તે પાપાને સાંભળતા કોઇ વાત કરતો જ નહી પણ આજે પાપા સાંભળી ગયા.ને પાપા આજે માત્ર નાની વાતને કેટલો મોટો અંજામ આપશે એ ડરથી એ દસ વર્ષનો છોકરો ધ્રુજી રહ્યો.પાપા પ્રેમને મારશે..તેના હાથ પગ ભાંગી નાખશે....?....ના..ના..પાપા એવુ ન કરે પ્રેમ નાનો છે બિચારો...તો...પછી પ્રિયામાસીને મારશે... ના...ના... એવુ ન કરે એતો છોકરી છે...પાપા એ ક્યારેય કોઇ છોકરી ઉપર હાથ નથી ઉપાડ્યો....તો પછી....શુ કરશે? મારા પાપા.....એટલા સારા પણ ક્યા છે કે નિર્દોષ કરાર આપે?)

(સાવન નિરાશ થઈ ગયોને આજે તો ફટાફટ બાર વાગી ગયા,રોજ ઘેર જાવાની જલ્દી હોય ત્યારે તો વાગતા જ નથી. આમ તો મારે સવારથી જ ઘડિયાળમાથી સેલ કાઢી નાખવો હતો એટલે બાર જ ન વાગે ને ...ના એવુ ન થાય બાર તો તોય વાગે જ....)

(બાર વાગ્યા પ્રેમના મમ્મીની એંટ્રી થઈ..થોડીવાર પછી ભોલાની..ભોલાને જોઈ બધા વાલી ગભરાઇ ગયા, પોતપોતાના બાળકને હાથવગા કરવા લાગ્યા, ક્યાક પોતાના નિર્દોષ બાળક વચ્ચે ન દંડાઈ જાય.સાવન દોડીને ભોલા પાસે આવ્યોને પ્રેમ પ્રિયા પાસે)

સાવન;ચલો,પાપા...ચલો...લ્દી જલ્દી ચલો...આજે મમ્મી એ દાળભાત બનાવ્યા છે.ચલો જલ્દી ચલો..

ભોલા;ક્યા છે પ્રેમની મમ્મી

સાવન;જવાદો પાપા...દાળભાત...

ભોલા;(જોરથી)બસ...સાવન...ક્યા છે એ...?

સાવન;કશુ જ ન બોલી શક્યો! ! ! માત્ર આંગળીથી જ ઇશારો કર્યો.

(ભોલા એ વિચાર્યુ પોતાના બાળકને એમ શા માટે કહ્યુ?એમ પણ ભોલાની ટુકડીમા સ્ત્રીઓને મારવાની કે તેની સાથે લડાઈ કરવાની મનાઇ. એટલે તેને વિચાર્યુ કે પેલા પ્રેમની મમ્મીને સફાઇ આપવા દેવી પછી જ આગળ વધવુ...)

ભોલા;(શાંતિથી) શા માટે કહ્યુ?

પ્રિયા;નમસ્તે ભાઇ!!! પ્રેમ કાકાને નમસ્તે કરો બેટા!!!

પ્રેમ;નમસ્તે!!!

ભોલા;બકવાસ બંદ(જોરથી,પ્રેમ મમ્મી પાછળ સંતાઈ ગયો)

પ્રિંસીપલ;ભોલાભાઇ જવા દો ને બાળક છે એ તો!

ભોલા;(પ્રિંસીપલને ધક્કો મારીને) તુ વચ્ચે ન બોલ નાલાયક!!!

સાવન;પાપા મારી સાથે કોઇ નથી બોલતુ, આ પ્રેમ સિવાય જવાદોને.

ભોલા;(સાવનનો હાથ પકડેલો છોડાવે છે)

સાવન;પાપા પ્રેમ મારો બેસ્ટ છે.

ભોલા;સાવનને ધક્કો મારે છે, પ્રિયા તેને ઉભો કરે છે.

પ્રિયા;ભાઇ,મે એવુ કોઇ કામ નથી કર્યુ કે આપને આટલો ગુસ્સો તમારે પોતાના બાળક ઉપર પણ કરવો પડે?

ભોલા;તુ બાય છો એટલે...બતાવ..કેમ?

સાવન; યાદ આવે છે આજે સવારની ઘટના...

મમ્મી મમ્મી...મને વાગે ને તો પ્રેમના મમ્મી મને એમ કે ‘’તને તો એક મારી હોય તોય પાપ ન લાગે’’

મમ્મી આજે હુ છે ને જાણી જોય ને વગાડીને આવ્યો તો પણ એવુ કહ્યુ ‘’તને તો એક મારી હોય તોય પાપ ન લાગે’’

પ્રેમ ને વાગે તો તેના ‘’પાપા’’ ખીજાય મને તો?...

મને પ્રેમ ના મમ્મી ખીજાય તો એવુ જ લાગે જાણે મારા ‘’પાપા’’ જ મને ખીજાય છે ''બોવ મજા આવે મમ્મી બોવ મજા આવે ‘’તને તો એક મારી હોય તોય પાપ ન લાગે’’ મમ્મા બોવ મજા આવે મમ્મા બોવ મજા આવે...''

મમ્મી;બેટા,તારા પાપાને તો ક્યા સમય જ છે તારા માટે કે તારુ ધ્યાન રાખે?તેને તો બસ મારવુ મારવુને મારવુ જ.પણ તુ છે ને પ્રેમ જોડે ન જગડતો હો કે!!! એક તો આજુબાજુ કે સ્કુલમા કોઇ નથી બોલતુને પ્રેમ નહી બોલે તો...? ? ? ? ? ?

સાવન;ના..ના...મમ્મા... પ્રેમ મારો બેસ્ટ છે.....

’’તને તો એક મારી હોય તોય પાપ ન લાગે’’

ભોલા’કોણ એમ કહે?

સાવન;કોઇ નહી પાપા ..હુ સ્કુલ જાવ છુ બાય

ભોલા;જોરથી સાવનનો હાથ પકડી કોણ કહે છે તને આમ....... ? ? ? જો મે ઘરમા મમ્માને વાત ન જ કરી હોત તો.....)

ભોલા;બોલ.....

પ્રિયા;(આખરે બધી હિમ્મત ભેગી કરી જાણે તેને ભોલાથી જરા પણ ડર લાગ્યો જ નથી એમ બોલી....)

ભાઇ કાલે સાવન પડ્યો તેને ઘુટણ પર વાગ્યુને લોહી નિકળ્યુ એટલે મે કહ્યુ..’’તને તો એક મારી હોય તોય પાપ ન થાય’’

ભોલા;સાવન,તને વાગ્યુ

સાવન;[બતાવીને,માથુ હલાવ્યુ]

પ્રિયા;આગળના દિવસે ગુરુવારે પગથિયા બે-બે ઠેકીને ઉતરતો હતો એટલે વાગ્યુ તો મે કહ્યુ’’તને તો.....’’

ભોલા એ સામે જોયુ સાવને માથુ હલાવ્યુ.

પ્રિયા;બુધવારે,તે સ્કુલના ફર્શ પર લસરપટ્ટી કરતો હતો ને વાગ્યુ તો મે કહ્યુ’’તને તો...’’

સાવને જવાબમા માથુ જ હલાવ્યુ.

પ્રિયા;મંગળવારે,એ જમ્યા વગર જ આવ્યો એટલે મે કહ્યુ

સાવને હા કહી

પ્રિયા;ને સોમવારે હોમવર્ક ન તો લાવ્યો એટલે કહ્યુ

સાવને જવાબમા માથુ હલાવ્યુને પ્રિયામાસીને આટલી હિંમતથી બોલતા જોઇ પાપા સામે બોલવાની સાવનમા તાકાત આવી તે બોલ્યો.......

સાવન;પાપા,તમારે તો મારા માટે સમય જ ક્યા છે?તમે તો બસ તમારામાને તમારામા જ હોવ છો,પ્રેમના મમ્મી મારુ કેટલુ ધ્યાન રાખે છે.તમને તો મારા વિશે ક્યા કશી ખબર જ છે?

પાપા પ્રેમ મારો બેસ્ટ છે

[આટલુ બોલતામા જ પ્રણવ આવી ગયો પ્રેમને તેડી લીધોને, પ્રિયાનો હાથ પકડી ચાલતો થયો. ભોલો માત્ર જોઇ રહ્યો કશુ જ નબોલ્યો.......બધા તાકી રહ્યા પ્રિયાને બોલતી જોઇ બધાને એમ જ હતુ કે પ્રિયાને ભોલો મારવાનો તો છે જ્ પણ કશુ જ ન થયુ .પ્રણવ ચાલતો થયોને ભોલો બસ જોતોજ રહ્યો જોતો જ રહ્યો...]

[આ બાયને મારા બાળક વિશે મારા કરતા પણ વધારે ખબર છે.તે મારા બાળક્નુકેટલુ ધ્યાન રાખે છે.બિજુ મારા બાળક સાથે આવડી મોટી સ્કુલ માથી કે મારી આજુબાજુ ક્યાય કોઇ નથી બોલતુ! ! ! પણ આ બાય જેણે ક્યારેય સાવન સાથે ન બોલવા પ્રેમને નથી કહ્યુ ...ક્યારેય નહી, મારો દિકરો મને નહી પ્રેમને તેનુ બેસ્ટ કહે છે.]

[આટલામા જ ભારતી આવી ગઇ]

ભારતી;ખબરદાર ભોલા,જો મારા સાવન પાસેથી તેનો એકમાત્ર દોસ્ત છીનવ્યો છે તો? નથી રેહવુ મારે તારી સાથે, નથી રેવુ તારા જેવા ગુંડા સાથે,શુ મળ્યુ મને તારી સાથે રહીને? બદનામી,ધિક્કારને નફરત. કોઇ નથી બોલતુ મારી સાથે, મે મારી જિંદગી એકલી વિતાવી પણ બસ, હવે મારો સાવન નહી,નહી રહે આ દુનિયામા એકલો. હુ જ તને છોડુ કે તારો મારી સાથે કોઇ સંબધ નથી.તુ જીવી લે દુનિયાને તારા પગમા કરીને મારે ને સાવનને તો આ બધા સામે જુકીને જીવવુ છે બધાને ડરાવીને નહી,કોઇના નિસાસા ખાયને નહી.

ભોલો પ્રિયાના પગમા પડી ગયો. આખરે આ બાય ગામડાની ...... તેણે ભોલાની કુબુધ્ધીમા જાન ભરી ખરી, આ નિર્દયીને જીવ આપ્યો ખરા.

ભોલા;તમે મને પ્રેમનો કાકા કહ્યોને આપ મારા ભાભી.....ભાભી મા સામાન હોય છે.હુ આજથી આ તમામ કામ છોડુ છુ. મને ન તી ખબર કે મારા આવા કામથી મારી પત્ની અને મારુ બાળક આવડી મોટી દુનિયામા એકલા પડી ગયા છે.......પ્રિયાને પ્રણવ કંઇ જ બોલ્યા વગર ચાલ્યા ગયા

ભારતી;જોયુને ભોલા,આવડી મોટી દુનિયામા મારો સાવન એકલો છે, કોઇ નથી, બધા જ ચાલ્યા ગયા...બધા જ ચાલ્યા...કોઇ નથી સાવન જોડે કોઇ નથી

સાવન;પાપા ....રડવા લાગ્યો.....

ભોલા;પ્રેમ હંમેશા તારો બેસ્ટ રહેશે,તુ ચિંતા ન કરતો! ! !

[ભોલા એ તમામ કામ છોડી દીધાને પછી એક સારો માણસ બની ગયોને, સારા માણસ તરીકેનુ જિવન જીવવા લાગ્યો.આજે સાવન અને પ્રેમ મેડિકલ ના પ્રથમ વર્ષમા છે]

******************************

પાંચા-સાત ફોરવ્હીલ મેડિકલ કોલેજના કેમ્પસમા ઉભી છે.10-15 ગુંડ્ડા છે.તે ત્યા પ્રોફેસર અને ટ્રસ્ટી સાથે જગડે છે.15લાખ રુપિયા દર વર્ષે તે આ કોલેજ પાસેથી લે છે.જેના લીધે કોલેજના છોકરાઓને વધારે ફીઝ આપવી પડે છે.છોકરાઓને હોસ્ટેલ ફરજિયાત રાખવી પડે છે.કોલેજમાથી કોલ ગયોને બીજી પાંચ-સાત ફોરર્વ્હીલ આવી તેમાથી 10-15 ગુંડ્ડા ઉતર્યા.

દરવાજો ખુલ્યોને......

એક મુછોવાળો,ગોરો,દાઢીવાળોને મીડીયમ બોડીવાળો માણસ ખુલ્લી તલવાર સાથે ઉતર્યો ને બોલ્યો....

ઓયે.......કોણ છે.....?જે દરવર્ષે 15લાખ માંગે છે...?

જોનારા ચોકી ગયાને, પેલા આવેલા ગુંડ્ડા ડરી પણ ગયાને, સાથે બે ડગલા ખસી પણ ગયા...

મે ભલે સત્યનો માર્ગ અપનાવ્યો, પણ હુ તમારા જેવાનો નાશ કરવા ફરીવાર દાનવ બની શકુ છુ,સામેવાળાના ગળા પર તલવાર મુકી બોલ્યો...કોને જોવે છે?..કેટલા લાખ.....માંગો તેટલા આપશે આ....

સામેવાળા ડરીને કશુ જ નહી.....જીવ બક્ષઆપો! ! ! !

હા......તો જા, ફરીવાર મીરાતગઢમા દેખાયો તો માથુ કાપીને હાથમા મુકી દઇશ......

બધા students આ માણસને તાળીઓના ગડગડાટથી વધાવ્યોને, સામે છેડેથી બે છોકરા દોડતા આવ્યાને તેને ગળે વળગી ગયા.....

સાવન; thanks પાપા આજે તમે ન આવ્યા હોત તો?

તમે મારા બેસ્ટ છો......

પ્રેમ;મારા પણ....

આ સફર બેસ્ટ બનવા માટેની તો હતી.....

બોવ સહેલુ છે પ્રેમ કોઇના બેસ્ટ બનવુ.......

મને ન’તી ખબર કે સારા માણસબનીને પણ લાખો લોકોના દિલમા સ્થાન મેળવી શકાય છે...


Rate this content
Log in

More gujarati story from #DSK #DSK

Similar gujarati story from Drama