તમે મને આમ નહિ ભુલાવી શકો !
તમે મને આમ નહિ ભુલાવી શકો !


આશા ઘરની મોટી વહુ હતી. પણ કરિયાવર ના લાવવાના કારણે સદાય અપમાનિત થતી રહેતી. પરિવારમાં બધા જ એને મહેણાં ટોણાં મારતા રહેતા અને એ સમસમી ને રહી જતી.
એક દિવસ સવારે ફોન આવ્યો નણંદને એક્સિડન્ટ થતા હોસ્પિટલમાં લઈ ગયા પણ ભારે દવાના ડોઝથી બંને કિડની ફેઈલ થઈ ગઈ. ઘરમાંથી કોઈ આપવા તૈયાર ના થયુ. આશાએ ટેસ્ટ કરાવ્યા એની કિડની મેચ થઈ ગઈ. એક કિડની દાન આપી આશા મનમાં ખુશીથી ગણગણી રહી..
'તમે મને આમ નહિ ભુલાવી શકો !'