તકરારને મીઠી નોકઝોક બનાવો
તકરારને મીઠી નોકઝોક બનાવો
અલગ સ્વભાવના બે વ્યક્તિ સાથે જોડાઈ તો તકરાર થાય જ છે. પણ એ તકરારને આગળ વધવા ન દેતાં મીઠી નોકઝોક બનાવી સમાધાન કરી લેવું. પતિ પત્નીનો સંબંધ એક એવો સંબંધ છે જેમા બે અલગ અલગ-અલગ વ્યક્તિત્વ ધરાવતી બે લોકો સાથે જીવવાનું હોય છે. તો ઝગડા, તું.. તું...મે..મે.. તો થવાની જ પણ એ ઝગડાને લાંબો ન ચાલવા દેવો. લગ્ન ની શરૂઆતમાં જ અમુક નિયમો કરવાં કે ઝગડો થાય તો બંને માથી એકે મનાવી લેવું. " રાત ગઈ, બાત ગઈ ." આ સુત્રને અનુસરસો તો જીવન જીવવા જેવું લાગશે.
અમન અને આશાનાં નવાં લગ્ન થયાં. અમનને એવી આદત કે જયારે પણ કોઈ ઝગડો થાય તો આશાનાં પિયરિયાં, પિતા કે ભાઈને સંભળાવે. અને ગુસ્સાથી આશા પણ બે, ચાર કહે. આમ, બંને ઘણાં દિવસો સુધી અબોલા રાખે. આ અબોલા લગ્ન જીવનમાં એક ખાઈ બનાવે છે. તેથી પાર્ટનરનાં સગાને કયારેય ખરાબ ચિતરવા નહીં.
કિયા અને કેતુલના પણ હાલ લગ્ન થયાં. કિયા જયારે હોય ત્યારે બધાની વચ્ચે કેતુલના અવગુણો જ કહે. જે કેતુલને જરાપણ ગમતું નહીં. પછી બંને વચ્ચે તકરાર થતી. એક વાત ખાસ ધ્યાન રાખવી કે કયારેય પાર્ટનરનું અપમાન બીજાની હાજરીમાં ન કરવું. અને પત્ની એ પણ થોડું એડજેસ્ટ કરતા શીખવું. અત્યારની છોકરીઓમા એડજેસ્ટ નામનો શબ્દ જ ડિક્ષનરીમાં નથી. પછી નાની અમથી વાત મોટી થતાં વાર નથી લાગતી. અને કયારેક ડિવોર્સ સુધી પહોંચી જાય છે.
તો ઝઘડાં તો બધાં પતિ પત્ની વચ્ચે થાય પણ આ ઝગડાને વધવા ન દેતાં પોતાનો અહમ્ છોડી બેમાંથી એકે માફી માંગી ઝગડો પુરો કરવો. તો જ જીવન સુખી થશે.
