STORYMIRROR

Falguni Rathod

Inspirational

3  

Falguni Rathod

Inspirational

તિરસ્કાર

તિરસ્કાર

1 min
131

હું દોડતી દોડતી હોસ્પિટલમાં પહોંચી. જોયું તો મારો દસ વર્ષનો દીકરો વિશ્વ બેડ પર સૂતેલો હતો. એને માથાના ભાગે વાગ્યું હતું.ડોક્ટર પાસે જઈને પોતાના બાળકનું જીવન બચાવવા માટે આભાર માન્યો. ત્યાં તો એણે બહાર ઈશારો કર્યો કે "તમારા દીકરાનો જીવ પેલી બેને બચાવ્યો છે." હું દોડતી બહાર ગઈ ને જોયું તો આએ જ ગણિકા કે જેને પોતે રસ્તેથી પસાર થતા તિરસ્કાર ભરી નજરે જોતી હતી. આજે એણે મારા દીકરાને બચાવ્યો. એ જોઈ મારી આંખો શરમથી ઢળી ગઈ. મને પહેલીવાર મારી જાત પર તિરસ્કાર આવ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational