થપ્પડની ગુંજ
થપ્પડની ગુંજ
આજે રવિવાર હતો તો હું થોડા લહેરી મુડમાં હતી. અને મસ્ત મજાની ફિલ્મ જોઈ. થપ્પડ.... જેમાં તાપસી પન્નુ એ ખૂબ સરસ અભિનયનાં ઓજસ પાથર્યા છે. આ ફિલ્મને ઘણાં બધાં એવોર્ડ પણ મળેલા છે. પણ શું ? દરેક સ્ત્રી આવી રીતે વિચારવા લાગશે તો બધાં ઘરો તૂટવા લાગશે.
આ જીવન છે એમાં દરેકે એડજેસ્ટમેન્ટ કરવું પડે છે પછી તે સ્ત્રી હોય કે પુરુષ ! જીવનમાં બધુ જ આપણી ઈચ્છાઓ પ્રમાણે મેળવી શકતાં નથી. ક્યારેક ન ગમતી વાત કે ન ગમતા પાત્રને પણ પોતાનાં કરવાં પડે છે. તેનું નામ જ જીવન છે. એક સ્ત્રીને એનો પતિ થપ્પડ મારે એટલે હાથમાં ઝંડા લઈને રસ્તા પર ઉતરી જવાનું ? ના, આ ખોટું છે. હા, એ સ્ત્રી સાથે ખોટું થયું પણ કયારેક હતાશા અને ડિપ્રેશનમાં મગજ ગુમાવી પણ દે. અને જો તે માફી માંગે તો માફ કરી દેવું જ જીવન છે.
ઘણીવાર સ્ત્રીઓ ઘણાં ખોટા રસ્તે જાય છે. પણ ઘણા એવા પુરુષો છે કે તેણે માફી આપીને સ્વિકાર કર્યો છે. એકબીજાનાં દોષ, ભૂલને નજર અંદાજ કરીને સ્વિકાર કરવો એનું નામ જ જિંદગી છે. પણ આજનાં સમયમાં ડિગ્રીઓ મેળવીને આત્મનિર્ભર બની તો જવાય છે પણ પ્રેમ, સુખ, લાગણીઓ છૂટતી જાય છે. માતા-પિતા પણ પોતાની દીકરીઓને " સહન કરવાનું જ નહીં " એવી ખોટી વાતોથી ભરમાવે છે. જે યોગ્ય નથી જ ! આપણાં પોતાનાં જો કોઈ ભૂલ કરે તો આપણે પોતે સાચાં જ કેમ ન હોય તો પણ સ્વિકાર કરવો એ જ જીવનની સાચા સુખની ચાવી છે.
