Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

Sujal Patel

Romance Thriller Others


3  

Sujal Patel

Romance Thriller Others


તારી એક ઝલક - ૩

તારી એક ઝલક - ૩

6 mins 180 6 mins 180

તેજસે ઝલક તેની સાથે મેળામાં આવે એ અંગે પ્લાન બનાવ્યો. પછી બધાંએ સાથે મળીને દારૂની મહેફિલ જમાવી.

તેજસ ઊઠીને સીધો બહાર નીકળી ગયો. લખન જ્યારે ઊઠ્યો ત્યારે તેજસ તેની પાસે નહોતો. લખન તેને ઘરની બહાર શોધવાં લાગ્યો. ગંગા ઊઠીને ઘરકામ કરી રહી હતી.

"ગંગા, તેજસ ક્યાં ?" લખને ગંગાને ચિંતિત સ્વરે પૂછ્યું.

"મને નથી ખબર. મને થયું એ તમને જણાવીને ગયાં હશે."

"એ પાગલ ક્યારેય કોઈને કાંઈ જણાવીને જાય છે ? કે આજ જણાવે. ઝલકને લઈને જ કોઈ પ્લાન બનાવતો હશે." લખન હાથમાં બ્રશ લઈને બોલ્યો.

ગંગા ફરી તેનાં કામોમાં વળગી ગઈ. લખને બ્રશ કરીને નાહી લીધું. ત્યાં સુધીમાં ગંગાએ તેનાં માટે ચા અને ભાખરી બનાવી લીધાં. લખન નાસ્તો કરીને તરત જ નીકળી ગયો.

"હે ભગવાન, આ અને આના મિત્રો ! રોજ કંઈક ને કંઈક કર્યા જ કરે. હવે આ વખતે પણ કંઈક નવું થાશે. જેનો ટાર્ગેટ બનશે ઝલક !" ગંગા લખનના ગયાં પછી સ્વગત બબડી.

લખન તેજસે તેને પોતાની મૈત્રીની ગિફ્ટ સ્વરૂપે જે બાઈક આપી હતી. એ લઈને ભૂતનાથ મહાદેવનાં મંદિર તરફ નીકળી ગયો. આ મંદિર તેજસના દરેક પ્લાનનું સાક્ષી હતું. જ્યારે પણ કોઈ પ્લાન બનાવવાનો હોય. તેજસ આ મંદિરે આવીને બેસતો. જ્યારથી તેજસે તેજસમાંથી તેજાભાઈ બનવા તરફ ડગ માંડ્યા. ત્યારથી આ મંદિર તેજસ માટે વરદાન સમાન સાબિત થયું હતું.

"તો શું વિચાર્યું ?" લખને મહાદેવના દર્શન કરીને સીધું જ તેજસને પૂછ્યું.

તેજસ કાંઈ કહે એ પહેલાં જ જીગ્નેશ ત્યાં આવી પહોંચ્યો. તેની સાથે ઝલક અને અર્પિતા પણ હતી. ઝલક તેજસ સામે મોઢું બગાડીને મંદિરની સીડીઓ ચડવા લાગી. અર્પિતા અને જીગ્નેશ પણ મંદિરની અંદર ગયાં. મહાદેવનાં દર્શન કરીને બધાં બાજુમાં આવેલ મહાકાળી માઁ નાં મંદિરે દર્શન કરવા ગયાં.

"આજે મેળામાં આવે છે ને ?" જીગ્નેશે તેજસને પૂછ્યું.

"હાં, આવવાનું જ હોય ને ! તારો તો આ પહેલો મેળો છે. અમે તો વર્ષોથી મેળો કરીએ છીએ." તેજસે ઝલક સામે સ્માઈલ કરીને કહ્યું.

તેજસના એ રીતે હસવાથી ઝલક વધું ગુસ્સે થઈ ગઈ. ઝલક મંદિરનાં મુખ્ય દરવાજા પાસે જઈને પોતાનાં સેંડલ પહેરવાં લાગી. તેજસે એક નજર ઝલક તરફ કરીને જીગ્નેશને કંઈક ઈશારો કર્યો.

"તું વર્ષોથી મેળો કરે છે. તો તને મેળા વિશે બધી ખબર હશે. તો તું પણ અમારી સાથે જ આવજે. એ બહાને એકબીજાને જાણી પણ લેશું." તેજસનો ઈશારો મળતાં જ જીગ્નેશ તેજસના ખભે હાથ મૂકીને બોલ્યો.

જીગ્નેશની એ વાત સાંભળી ઝલક તરત સેંડલ ફરી કાઢીને જીગ્નેશ પાસે આવી.

"પણ-"

"હાં, તેજસભાઈ, તમે બધાં અમારી સાથે આવજો. વધું લોકો હશે એમ વધું મજા આવશે." ઝલક કાંઈ કહે એ પહેલાં અર્પિતા ખુશ થઈને બોલી.

"હાં.. હાં... જરૂર આવશું. અમે બધાં સાથે જ જતાં હોય. આ વર્ષે તમે પણ અમારી સાથે જોડાઈ જાજો." તેજસ ઝલક સામે આંખ મારીને બોલ્યો.

ઝલક સીધી સેંડલ પહેરીને બહાર નીકળી ગઈ. જીગ્નેશ તેજસ સાથે હાથ મિલાવીને, અર્પિતા સાથે ઝલકની પાછળ ગયો. જ્યાં સુધી અર્પિતાનુ ઘર નાં આવ્યું. ત્યાં સુધી ઝલકે પાછળ ફરીને નાં જોયું.

"અરે યાર, તને શું થયું છે ? આવું વર્તન કેમ કરે છે ?" અર્પિતાએ ઝલકને પૂછ્યું.

"તમે એ લફંગા તેજસ સાથે મેળામાં શાં માટે જાવ છો ? મને એ બિલકુલ પસંદ નથી." ઝલક અદબ વાળીને ખુરશીમાં બેસતાં બોલી.

"યાર, એ સારો છોકરો છે. તું આવું વર્તન કરવાનું છોડ. જલ્દી તૈયાર થઈ જા. આપણે નવ વાગ્યે મેળામાં જવા નીકળવાનું છે." અર્પિતા કબાટમાંથી પોતાનાં કપડાં કાઢતાં બોલી.

ઝલકને તેજસ સાથે મેળામાં જવાનું બિલકુલ મન નહોતું. પણ અર્પિતા અને જીગ્નેશ તેજસ સાથે જવા માંગતા હતાં. જેનાં લીધે ઝલક મન નાં હોવા છતાં તૈયાર થવા લાગી. તેનો લંડનથી અહીં ભેંસાણ આવવાનો મુખ્ય હેતુ જ અષાઢી બીજનો મેળો હતો. જે તેજસના લીધે અધૂરો રહે એવી ઝલકની બિલકુલ ઈચ્છા નહોતી.

"અરે વાહ, તું તો તૈયાર પણ થઈ ગઈ." જીગ્નેશ ઝલક પાસે આવીને બોલ્યો.

"તો હવે જઈએ ?" અર્પિતા પણ તૈયાર થઈને આવી ગઈ.

ઝલક કાંઈ પણ બોલ્યાં વગર ચાલવા લાગી. તેની પાછળ પાછળ જીગ્નેશ અને અર્પિતા પણ ચાલવા લાગ્યાં. થોડીવારમાં બધાં તેજસની ઘરે પહોંચી ગયાં. ઝલક આખાં રસ્તે એક શબ્દ પણ નાં બોલી.

"આવી ગયાં તમે લોકો ?" તેજસે તેની બહેન તન્વી સાથે બહાર આવીને પૂછ્યું.

"હાં, અમે તો આવી ગયાં. પણ આ કોણ છે ?" અર્પિતાએ તન્વી સામે જોઈને પૂછ્યું.

"આ મારી બહેન છે. જૂનાગઢનાં સીટી હોસ્પિટલમાં મોટી સર્જન છે." તેજસે તન્વી સામે જોઈને ગર્વ અનુભવતા કહ્યું.

"ઓહ, સોનામાં સુગંધ ભળી. હવે તો મેળામાં કોઈ પ્રોબ્લેમ પણ નહીં રહે." જીગ્નેશે તન્વી સામે આંખ મારીને કહ્યું.

"ઓય, મારી બહેન છે હો ! જરાં સંભાળીને રહેજે. મેં તેને પણ મારપીટ કરતાં શીખવાડ્યું છે. દિલની સર્જરી જરૂર કરે છે. સાથે-સાથે ગુંડા મવાલીના હાથ-પગ તોડતાં પણ આવડે છે." તેજસ જાણી જોઈને ગુંડા શબ્દ પર ભાર આપતાં બોલ્યો.

"હું કાંઈ ગુંડો થોડી છું."

"હાં ભાઈ, તું ગુંડો નથી. હું મજાક કરું છું."

"જીગ્નેશભાઈ, ગુંડા હોય, તેને બધાં ગુંડા જ દેખાય." ઝલક તેજસ સામે આંખો કાઢીને બોલી.

"ઝલક, તેજસ કોઈ ગુંડો નથી." અર્પિતા ઝલક પર ગુસ્સો કરીને બોલી.

"અરે, એ બધું છોડો. ચાલો મેળામાં જઈએ. આગળ કાળું, જાદવ, લખન, બિરજુ અને ગંગા બધાં આપણી રાહ જોતાં હશે." તેજસ જીગ્નેશનો હાથ પકડીને બોલ્યો.

જીગ્નેશ કંઈક વિચારીને ઝલક અને અર્પિતા સાથે આગળ ચાલતો થયો. તેજસ તન્વી સાથે તે બધાંની પાછળ ચાલવા લાગ્યો.

"ભાઈ, આ તો બહું તીખી મિર્ચી છે. સાવધાન રહેજે !" ઝલકના થોડે દૂર જતાં જ તન્વીએ તેજસને ધીમેથી કહ્યું.

"સાવધાન તેને મારાથી રહેવાનું છે. તારો ભાઈ કાંઈ જેમતેમ થોડો છે. આજે જ તેને તીખી મિર્ચીમાંથી ખાંડ જેવી મીઠી કરી દઈશ. પછી તો તેનો એક એક શબ્દ ચાસણીમાં ડૂબાડીને બહાર નીકળતો હોય. એવું મીઠું બોલશે એ !"

"તો તો આજ મેળામાં ડબલ મજા આવશે."

વાતો વાતોમાં બધાં પરબ રોડે પહોંચી ગયાં. ત્યાં તેજસના બધાં મિત્રો અને ગંગા તેમની રાહ જોઈને ઊભાં હતાં. ઝલક, જીગ્નેશ અને અર્પિતાને સાથે જોઈને. કાળું તો દંગ રહી ગયો. આ ત્રણેય પણ તેમની સાથે આવવાનાં હતાં. એ વાતની જાણ લખને કાળુંને નહોતી કરી.

"ભાઈ, આ અહીં ?" કાળું તેજસ પાસે જઈને. ઝલક સામે જોતાં તેજસનાં કાનમાં ગણગણ્યો.

"હાં, હવે તો રાતે મેળો પૂરો થાય. ત્યાં સુધી આ આપણી સાથે જ રહેશે."

"હવે તમારું પત્યું હોય. તો આપણે જઈએ ?" કાળું અને તેજસને એ રીતે વાત કરતાં જોઈને. ઝલક તેની રીસ્ટ વોચ તેજસને બતાવતાં બોલી.

"હાં, ચાલો."

તેજસનો જવાબ મળતાં જ બધાં ચાલવા લાગ્યાં. આગળ જતાં જ એક કાર, એક સ્પોર્ટ્સ બાઈક, અને એક એક્ટિવા હતી. તેજસ અને તેનાં બધાં મિત્રો એ તરફ ગયાં.

"ચાલો, બધાં આમાં ગોઠવાઈ જાવ. હું લખન સાથે મારી સ્પોર્ટ્સ બાઈકમાં આવીશ. તન્વી અને ગંગા તન્વીની એક્ટિવા પર આવશે."

"પણ, મેં તો સાંભળ્યું છે કે, તમને તમારાં વાહન સાથે પરબની અંદર જવા નહીં દે. થોડે દૂર જતાં જ તમને તમારા વાહન વાડીમાં પાર્ક કરાવી દેશે. તો આ વાહનો લઈને શું ફાયદો ?" ઝલકે અહીં આવતાં પહેલાં મેળા અંગે થોડી જાણકારી મેળવી હતી. એ યાદ આવતાં કહ્યું.

"એ બધો તેજાભાઈનો કમાલ છે. અમે લોકો ત્યાં માત્ર મેળો કરવાં નહીં. બીજાં એક ખાસ કામ માટે પણ જઈએ છીએ. જે તને ત્યાં જઈને જ ખબર પડશે." જાદવે ઝલક સામે થોડું હાસ્ય રેલાવતાં કહ્યું.

"તો હવે કારમાં બેસી જા." તેજસ જાદવ તરફ કારની ચાવી ફેંકતા બોલ્યો.

બધાં કારમાં ગોઠવાઈ ગયાં. પહેલાં તેજસ અને લખન આગળ ગયાં. પછી તન્વીએ તેની પાછળ પોતાની એક્ટિવા ચલાવી. તેમની પાછળ સૌથી છેલ્લે જાદવે કાર સ્ટાર્ટ કરી. બધાં માણસોની ભીડને ચીરતા આગળ નીકળી રહ્યા હતાં. તેજસ આગળ હોવાથી બધાં માત્ર તેને જોઈને જ તેમનાં જવાં માટે રસ્તો કરી આપતાં હતાં.

જેમ જેમ બધાં આગળ વધતાં ગયાં. એમ એમ ભીડ વધતી ગઈ. છતાંય આ લોકોને આગળ જવામાં કોઈ તકલીફ નાં પડી. આગળ ખેતરોમાં કેટલીયે બાઈક અને કાર પડી હતી. એ જોઈને ઝલક વિચારમાં પડી ગઈ કે, તેને જે માહિતી મળી હતી. એ ખોટી નહોતી. તો તેજસને કોઈ કેમ રોકી નથી રહ્યું ?

"આ‌ લોકો તેજસથી કેટલાં ડરતાં હશે ! માત્ર તેને જોઈને જ બધાં તેનાં માટે રસ્તો કરી દે છે. બધાં લોકોની કાર, બાઈક અને બીજાં વાહનો ખેતરોમાં પડ્યાં છે. રિક્ષાવાળાને પણ અંદર જવા નથી દેતાં. પણ આ તેજસના ડરના લીધે તેને કોઈ રોકતું નથી. એક નંબરનો ગુંડો છે." ઝલકે અર્પિતાને ધીમાં અવાજે કહ્યું.

ઝલકનો ધીમો અવાજ પણ જાદવ સાંભળી ગયો. ઝલકની એવી વાત સાંભળી જાદવ મનમાં જ હસવા લાગ્યો.

(ક્રમશઃ)


Rate this content
Log in

More gujarati story from Sujal Patel

Similar gujarati story from Romance