Margi Patel

Inspirational

5.0  

Margi Patel

Inspirational

તાપણીમાં જોયેલ સ્વપ્ન

તાપણીમાં જોયેલ સ્વપ્ન

8 mins
897


તારાલપુર માં એક ગૌતમ કરીને 10 જ વર્ષ નો છોકરો રહે છે. ગૌતમ ના ઘર ની પરિસ્થિતિ એટલી સારી નથી. કે ગૌતમ ને બધી જ સુખ સુવિધા પુરી પાડી શકે. ગૌતમ ભણવામાં હોશિયાર છે. ગૌતમ નું ઘર એટલે ફક્ત એક ઓરડી જ. તેમાં સાંજ સુધી જ અજવાળું આવે. રાત્રે તો દિવા ના પ્રકાશથી જ ઘરમાં અજવાળું કરતા એ પણ જયારે કોઈ મહેમાન આવે ત્યારે જ. પથારી કરવા માટે પણ ફક્ત બે જ ગાદલા. અને ઓઢવા માટે ત્રણ ની વચ્ચે એક જ રજાઈ. માંડ માંડ ખાવાનું જ પૂરું થાય એવામાં ગૌતમ ને ભણાવવાનો વિચાર પણ ક્યાંથી કરે.

ગૌતમ ને ભણવાનું ખૂબ જ ગમતું. ઘરમાં લાઈટ ના હોવાથી ગૌતમ રોજ ગામ ના ચોકમાં જઈ ને વાંચતો. ઠંડી લાગે નઈ વધારે એટલે ગૌતમ થોડા લાકડા ભેગા કરી તેનું તાપણું કરે અને તેના આવતા પ્રકાશ માં ગૌતમ હંમેશા વાંચતો. ગૌતમ ને ત્યાં વાંચતા દેખીને અમુક લોકો તો ગૌતમ પર હસતાં અને ટિપ્પણી પર કરતા કે ' અરે ! ગૌતમ વાંચવાનું છોડ અને તારા પપ્પા ને મદદ કરાવી તો ઘરમાં બે - પાંચ પૈસા આવે. તો બે સમય પેટ ભરી ને જમી શકો. ' છતાં ગૌતમ તેમની વાતોમાં ધ્યાન ના આપતો અને તે પોતાનું વાંચવાનું ચાલુ જ રાખતો.

ગૌતમ ત્યાં વાંચતા વાંચતા હંમેશા એક પરિવાર ને દેખતો. તે પરિવાર પૈસા ટકે સુખી હતું. તે પરિવારમાં ઘરનાં સભ્યો સુઈ જાય તો પણ લાઈટ તો ચાલુ જ રહે. તે બધા ના જમ્યા પછી પણ પાછળ ત્રણ વ્યક્તિ જમે એટલો તો ખાવાનો બગાડ થતો. જ્યાં એક વસ્તુની જરૂર હોય ત્યાં ચાર આવે. ઠંડી માં હીટર અને ગરમી માં એ.સી કરે તેવો સુખી પરિવાર છે.

ગૌતમ હરરોજ આ તાપણું કરતાં કરતાં વિચારતો કે એક દિવસ હું પણ મારા મમ્મી પપ્પા ને આવા જ ઘરમાં રાખીશ. પણ હું એ વાતનું તો ધ્યાન અવશ્ય રાખીશ કે ખાવાનો બગાડ ના થાય. વધારે નહીં પણ બે સમય પેટ ભરી ને જમવા તો મળવું જ જોઈએ. ઘરમાં એસી નહીં તો કઈ નહીં પણ કુલર તો લાવીશ જ. હીટર નહીં પણ દરેક ને એક એક રજાઈ તો આપીશ. અને મમ્મી પપ્પા ને ખૂબ જ સારી રીતે રાખીશ. જયારે પણ ગૌતમ આ સપનું તાપણું કરતાં કરતાં તેના મમ્મી ને કહે ત્યારે તેની મમ્મી હંમેશા કહેતી કે ' ગૌતમ તું સપના દેખ પણ થોડા ઓછા દેખ. આપણી એવી પણ સ્થિતિ નથી કે ત્રણ લોકો શાંતિથી જમી શકે. તો આ ક્યાંથી પૂરું થાય '. પણ ગૌતમ તેની મમ્મી ને કહેતો કે ' મમ્મી, હું કરીશ. અને જો તું રડી ના પડેને ખુશીથી તો મારૂ નામ બદલી નાખજે '.

ગૌતમ હંમેશા આ સપનું પૂરું કરાવી માટે ખૂબ જ ભણતો. રોજ ગામ ના ચોક માં આવી ને તાપણું કરતો અને હવે તો એક કલાક ની જગ્યા એ હવે તો બે કલાક વાંચતો. ગૌતમ રોજ આમ જ વાંચતો. ઘરની હાલત પણ એવી ને એવી જ રહેતી. પણ ગૌતમ નો મનોબળ હંમેશા ઊંચો જ હતો. ગૌતમ એ બારમી ની પરીક્ષા આપી અને તેમાં ખુબ જ સારા ટકા લાવી ને પાસ થયો. ગૌતમ ના મમ્મી પપ્પા ખૂબ જ ખુશ થયા હતાં. ગૌતમ ને ટકા સારા હોવાથી તેને કોલેજ માં એડમિશન પણ જલ્દી મળી ગયું. અને સાથે સાથે શિષ્યવૃત્તિ પણ મળી હતી.

હવે ગૌતમ ગામ છોડી ને શહેરમાં જવાનો હતો. ગૌતમ ના માતા પિતા ખુશ તો હતાં પણ સાથે સાથે પરેશાન પણ હતાં. કે કેવી રીતે પૈસા લાવીશું ગૌતમ માટે. તેથી ગૌતમ ને કહેતા કે ' ગૌતમ, તું આગળ ભણવા માટે શહેર માં તો જાય છે પણ અમે કેવી રીતે તારી ફી ભરીશું??? કેવી રીતે તારા બીજા ખર્ચા પુરા કરીશું??? તું કોલેજ કરે તેના બદલે તું તારા પપ્પા પાસે થી ખેતી નું કામ શીખી જા. તો ઘરમાં પણ મદદ થઇ જશે. અમારે તને ભણાવો તો છે. પણ અમે અશક્ત છીએ. ' ગૌતમ તરત જ એની મમ્મી ને કહે છે, ' મમ્મી તું ચિંતા ના કર. મે બધું જ કરી લીધું છે. તારે ને પપ્પા ને કમાઈ ને તમારા બંન્ને ને જ વાપરવાનું છે. મારા માટે કંઈ જ કરવાનું નથી. મે બધી જ વ્યવસ્થા કરી લીધી છે મારી. તું ફક્ત સવારે મારે જવાની તૈયારી કર. ' આટલું કહેતા જ ગૌતમ તેની મમ્મી ને ભેંટી પડે છે.

ગૌતમ ને કાલે સવારે તો જવાનું હતું. અને હવે તો વાંચવાનું પણ નહોતું. છતાં ગૌતમ આજ રાતે ગામ ના ચોક માં જઈ તાપણી કરે છે અને તેને જોયેલું સ્વપ્ન યાદ કરે છે. ત્યાં બેઠેલા લોકો કહેતા કે, ' અરે ! ગૌતમ શું કરે છે આજે અહીં??? ઘરે જા અને સુઈ જા. કાલે તારે જવાનું છે. ' ત્યારે ગૌતમ કહેતો કે, ' અરે! કાકા આ તાપણું મને મારી હાલની પરિસ્થિતિ નો અનુભવ કરાવે છે. અને મને કહે છે, કે મારે હજી ઘણી મહેનત કરવાની છે. એટલે હું અહીં બેઠો છું. '

ગૌતમ શહેર માં જવા માટે તૈયાર થઇ ગયો છે. ગામ ના નજીકી વ્યકિતઓ ગૌતમને મુકવા સ્ટેશન આવે છે.

ગૌતમ શહેરમાં પહોંચી જાય છે. ગૌતમ બે દિવસ તો રસ્તા પર સુઈ છે. કેમ કે મમ્મી પપ્પા ને કહી ને આવ્યો હતો ને કે એ બઘી જ વ્યવસ્થા કરી લીધી છે. છતાં ગૌતમ ને એ વાત નું કોઈ જ રંજ ના હતો. ધીમે ધીમે બધું જ સરખું થઇ ગયું. ગૌતમ જેવી રીતે ગામડામાં મહેનત કરતો એવી જ રીતે શહેર માં પણ કરતો. રાત દિવસ દેખ્યા વગર ગૌતમ ભણવાની સાથે બીજા પણ કામ કરતો. ગૌતમ ના કોલેજ ના 3 વર્ષ પુરા થવા આવ્યા હતાં અને હવે માસ્ટર શરુ થાવનું હતું. ગૌતમ આ 3 વર્ષ માં ફક્ત ચાર વાર જ ઘરે ગયો હતો. ગૌતમ ને તેના મમ્મી પપ્પા ની ખુબ જ યાદ આવતી. પણ તેને મમ્મી ને કહેલું સપનું પૂરું કરવું હતું તેથી બસ તેમાં જ રચ્યોપચ્યો રહેતો.

બીજી બાજુ ગામમાં કોઈએ એ ખૂબ જ મોટી જમીન લઈને તેના પર ઘર બનવાનું કામ ચાલુ કરેલું. ઘર નું કામ એટલું ઝડપ થી થતું કે બે વર્ષ માં તો ઘર બની પણ જશે. ગામ ના લોકો વિચારતા કે આ કોનું ઘર છે? આ કોણ માણસ છે જે વિશાળ ઘર બનાવે છે. ગામમાં વાતો થવા લાગી કે આ કોણ છે??? ક્યાંથી આવ્યો છે??? વગેરે વગેરે.....

ગૌતમનું માસ્ટર પણ ચાલુ થઇ ગયેલું. પહેલા કરતાં પણ હવે વધારે મહેનત કરવા લાગ્યો ગૌતમ. કમાણી પણ વધી. ગૌતમ શહેરમાં પણ ખૂબ જ સાદગીથી જીવતો. હંમેશા તેના મમ્મી પપ્પા ને યાદ કરતાં આંખમાંથી અશ્રુ આવી જ જતા.

ગૌતમ નું માસ્ટર પૂરું થવા માં ફક્ત બે જ દિવસ બાકી હતાં. ગૌતમ ને ઘરે જવાની ખુશી અત્યારથી હતી. એવામાં ગૌતમ ના જોડે અભ્યાસ કરતી પ્રિયા એ ગૌતમ સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. ગૌતમ પણ પ્રિયા ને પસંદ કરતો હતો. છતાં ગૌતમે 'ના' પાડી દીધી. પ્રિયા જયારે ગૌતમ ને પૂછે છે કે, ' ગૌતમ તે મને કેમ ના પાડી? મને ખબર છે કે તારા મનમાં પણ હું વસેલી છું. શું કારણ છે? મને જણાવ '. ગૌતમ ખૂબ જ શાંતિ થી પ્રિયા ને સમજાવે છે કે ' હા, પ્રિયા તું મને ખૂબ જ ગમે છે. પણ મારી જવાબદારી છે. મારા મમ્મી પપ્પા એ ખૂબ કઠિનાઈ વેઠી ને મને મોટો કર્યો છે. હું મારા મમ્મી પપ્પા ની બધી જ જવાબદારી મારા પર લેવા માંગુ છું. અને હું આ જવાબદારી થી ભાગવા નથી માંગતો. જો હું તને 'હા' કહી દઉં તો હું તને ખુશ ના રાખી શકું કે ના મારા મમ્મી પપ્પા ને. અને તમે બંન્ને ખુશ ના રહો તો મારૂ જીવન વ્યર્થ છે. ' બસ, આટલું જ સાંભળતા જ પ્રિયા બોલે છે, ' જા ગૌતમ તું પહેલા તારા માતા પિતા ની સેવા કર. તેમના માથેથી જવાબદારી હળવી કરી દે. હું અહીંયા જ છું. હું તારી હતી અને તારી જ છું. હું તારી રાહ દેખીશ. મને વિશ્વાસ છે કે તું મને લેવા એક દિવસ જરૂર આવીશ.' ગૌતમ અને પ્રિયા બંન્ને એક બીજા ને ભેટીને છુટા પડે છે.

ગૌતમનું માસ્ટર પૂરું થઇ ગયું. ગૌતમ જોડે સારી એવી નોકરી પણ છે હવે તો. ગૌતમ ઘરે પાછો આવે છે. ગૌતમ ને ઘરે દેખી ને ગૌતમ ના મમ્મી પપ્પા ખૂબ જ ખુશ થાય છે. ગૌતમ તેની મમ્મી માટે સરસ એવી સાડી લાવે છે. અને તેના પપ્પા માટે ઝભ્ભો. બંન્ને ગૌતમ કહે છે કે કાલે સવારે બંન્ને આ પહેરજો. ગૌતમ કેટલા વર્ષો પછી આજે તેની મમ્મી ના હાથ થી શાંતિથી ખાય છે. તેના ખોળા માં માથું મૂકી ને ચેનના શ્વાસ ભરે છે.

પહેલા ની જેમ આજે પણ ગૌતમ રાતે ગામના ચોક માં જઈ ને બેસે છે. પણ આ વખતે તેનું ધ્યાન પરિવાર તરફ નહીં પણ નવા બનેલા ઘર પર હોય છે. એ દેખી તેની મમ્મી બોલે છે કે, 'બેટા, હજી તો તું નાનો છે. તારૂ સ્વપ્ન પૂરું થશે તું ચિંતા ના કર. હું ને તારા પપ્પા પૈસા ભેગા કરીએ જ છીએ. ચાલ હવે આપણે સુઈ જઈએ. ' ગૌતમ કઈ પણ બોલ્યા વગર તેની મમ્મી જોડે જતો રહે છે.

સવારે ગૌતમ વહેલા ઉઠી ને તૈયાર થઇ ગયો. અને બૂમ પાડી કે જલ્દી તૈયાર થઇ જાઓ નવા કપડાં પહેરી ને. હું તમને બહાર લઇ જાઉં. બધા તૈયાર થઇ ગયા. ગૌતમ તેના મમ્મી પપ્પા ની આંખ પર પટ્ટી બધી ને બહાર લઇ જાય છે. ગૌતમની મમ્મી પપ્પા ગૌતમ ને સવાલો પર સવાલો કરે છે. પણ ગૌતમ કઈ જ જવાબ આપતો નથી. ગૌતમ તેના મમ્મી પપ્પા ને પૂરું ગામ ફેરવી નવા બનેલા ઘરમાં લઇ જાય છે. અને પટ્ટી ખોલે છે. પટ્ટી ખોલતા જ ગૌતમ ના પપ્પા બોલે છે કે, ' આ શું મજાક કરે છે ગૌતમ??? કોઈ ના ઘરે આવી રીતે થોડું ઉભું રહેવાય. ' ગૌતમ તેના પપ્પા ને રોકાતા રોકાતા કહે છે કે પપ્પા પહેલા સામે દેખો. તમને શું દેખાય છે??? 

           ગૌતમ ને પિતા સામે ની દીવાલ પર દેખે છે તો તેમની આંખોમાંથી આંસુ આવી ગયા. દીવાલ પર ગૌતમ અને તેના મમ્મી પપ્પા ની ખૂબ જ મોટી તસ્વીર હતી. અને કહે છે કે, ' પપ્પા, આ આપણું ઘર છે. તમારું ને મમ્મી નું ઘર છે. તમે ફરી ને દેખશો નહીં કે કેવું છે??? ' ગૌતમ ની મમ્મી તેમની ડાબી બાજુ દેખે છે. તો ત્યાં બીજી દીવાલ પર એક નાની તસ્વીર હોય છે. એ દેખી ને તો ગૌતમ ની મમ્મીની આંખમાંથી સાચ્ચે ખુશી ના આંસુ આવી જ ગયા. એ તસ્વીરમાં ગૌતમ તાપણું કરતાં કરતાં તેની મમ્મી ને જયારે કહેતો હતો ને કે મમ્મી હું એક દિવસ આવું ઘર લઇશ. અને ત્યારે તેની મમ્મી તેના પર હસતી હતી એ જ ચિત્ર આજે દીવાલ પર છે. એક બાજુ દસ વર્ષ નો ગૌતમ છે, બીજી બાજુ તેની મમ્મી, અને વચ્ચે તાપણી થાય છે. આજે ગૌતમે એ વાત સાચ્ચી કરી દીધી.

                  ગૌતમ ના મમ્મી પપ્પા ની ખુશી નો કોઈ પ્રમાણ જ નથી. ગૌતમે તાપણી કરતાં કરતાં દેખેલું સ્વપ્ન આજે પૂરું કર્યું. એક વર્ષ પછી ગૌતમે પ્રિયા જોડે લગ્ન પણ કરી લીધા. અત્યારે બધા જ ખુશી થી રહે છે.

                 ગૌતમ આજે પણ ગામ ના ચોક માં તાપણું કરી ને બેઠો છે. અને તેના અત્યાર સુધી ના જીવન પુરી સફર યાદ કરે છે અને હરરોજ તાપણીકરી ને તેને તેનો આભાર માને છે કે તારા લીધે જ આજે હું મારા મમ્મી પપ્પા ને બધું જ આપી શક્યો. મારો સાથ જીવનમાં કદી ના છોડતો.

     આખરે, ગૌતમે તાપણીમાં જોયેલા સ્વપ્ન સાકાર થઇ ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational