STORYMIRROR

Kalpesh Patel

Classics Inspirational Children

4  

Kalpesh Patel

Classics Inspirational Children

તાઝા ડીશ.

તાઝા ડીશ.

2 mins
1

🎅તાઝા ડીશ
ઉત્તર ધ્રુવની બરફીલી ગુફામાં સાંતા નો પેલેસ હતો, વારસ મા 364 દિવસ આરામ, અને 25 મી ડિસેમ્બરે દોડધામ. પરંતુ તેની ગુપ્ત વર્કશોપ બારે માસ ચાલતી હતી.
બહાર બોર્ડ લાગેલું હતું—
“Only Toys Inside ❌
Every eatable  Strictly Prohibited ❌”
25 મી ડિસેમ્બરે સાંતા એ, તેની ફેક્ટરી મા અંદર પ્રવેશ કરતાં જ, તેને તેજ 
મસાલાની સુગંધ આવી 😋
એલ્ફ ટિંકુ ફસફસ્યો:
“સાંતા સર… આ સુગંધ તો ઓળખીતી લાગે છે!”
🧑‍🍳એલ્ફ,ઓહ યસ, યુ આર રાઈટ, આપણે ગયે વર્ષે ઇન્ડિયા નાં ચાંદની ચોકમા ગયા ત્યારે, મિન્ટુ એ અચાનક
એક ખૂણે ગરમ કડાઈમાં છોલા ઉકળતા ખવરાવ્યા હતા.

સાંતા વધુ કાંઈ બોલે તે પહેલા  જોયું તો ચાંદની ચોક વાળો મિન્ટુ  ત્યાં ઊભો હતો—
👉 ચાંદની ચોકનો છોલે-પૂરી વાળો!
સાંતા આશ્ચર્યથી બોલ્યા:
“અરે ભાઈ મિન્ટુ ! તું અહીં? કાંઈ ફ્લાઇટ મા આવ્યો ”
છોલે-પૂરી વાળો  મિન્ટુ હસીને બોલ્યો:
“સાંતા જી, તમારી વર્ક શોપ ગિફ્ટ વહેંછે છે ,તો અમારી  દુકાન ભૂખ ભૂંસીએ છીએ !”

અરે શાંતાબેન, આ વરસે આમારું માનો,છોલે-પૂરી વાળો મિન્ટુ સલાહ આપતા કહે છે :
“બાળકોને ગિફ્ટમાં ચોકલેટ ઓછી ,
પણ તાઝા ગરમ છોલે-પૂરી વધારે આપો!”
એલ્ફો ખુશ 😄
એક એલ્ફ બોલ્યો:
“સર, આ તો ‘Edible Gift Section’ બની ગયું!”
સાંતા એ બગાસું ખાધું, અને કહ્યું ભલે ભાઈ આવર્ષે તું કહે તેમ.

નાતાલ ની સવારે વિશ્વભરમાં બાળકો ઘેલા થયાં..
આ વર્ષે—
દિલ્હીમાં બાળકો બોલ્યા:
“સાંતા તો આપની ચાંદની ચોકની ગલીનો છે!”

લંડનમાં ફરિયાદ આવી:
“Gift was spicy but soulful.”

ઉત્તર ધ્રુવમાં રેન્ડીયર બોલ્યા:

“Please extra puri next time, with fried  chilli!”

આખરે સાંતા એ પણ ચોકલેટ કોરાણે મૂકી 
છોલે પૂરી ની ડીસ ખાધી.

હવે સાંતા એ વર્ક શોપ નુ બોર્ડ બદલી દીધું:

🪧 “Santa’s Secret Workshop
Chandni Chowk Branch”

બાળકો નાં. ઇમેઇલ આવ્યા.... થેન્ક યુ સાંતા.. આભાર..

“ભેટ રમકડાં હોય કે છોલે-પૂરી,
જો દિલથી આવે તે અમને માન્ય છે "

પણ જો તો ઠંડી મા  છોલે પૂરીની "તાઝા ડીસ" મળે તો તબિયત મસ્ત થઈ જાય!”

Natal મા આખરે આ વરસે નવું parody સોન્ગ ગુંજતું થયું...
: “Jingle Bells” tune પર—“Chole smells, puri swells, Santa gifts with spice…is well ”  



Rate this content
Log in

Similar gujarati story from Classics