ખુશીની પળ.
ખુશીની પળ.
🎅 ખુશીની પળ
સાંતા ની વર્કશોપ આજે પણ વહેલી ચાલુ થઈ!
આ વરસે કેલેન્ડરનું ડિસેમ્બર મહિનાનું પચ્ચીસમું પાનું અચાનક બાકીના પાના સાથે ચોટી ગયું.આમ આગળનાં બધા પાના તો એમનાં એમ ફિક્સ જ હતાં.
કેલેન્ડર નાં આજના પાનાં પર પણ મોટાં અક્ષરમાં લખેલું હતું—
📅 25 ડિસેમ્બર : Christmas
સાંતા આંખ મસળી ને બોલ્યા:
“અરે! હજી તો કાલે જ 25 ડિસેમ્બર હતો ને?”
એક ઓર્ડલી દોડતો આવ્યો:
“સર… કેલેન્ડર કદી ભૂલ કરે ખરું,શું?”
સાંતા ચશ્માં ચડાવી ને ગંભીર થઈ બોલ્યા:
“કેલેન્ડર જો કહે છે કે ક્રિસમસ છે,
તો વર્કશોપ આજે પણ ચાલુ રાખવી જ પડશે!”
🔔 ઉત્તર ધ્રુવ ની સાંતા ની ફેક્ટરી મા વહેલી સવારમા હોહા ચાલુ થઈ.
હજી તો સૂરજ પણ બરફની ચાદરમાં હતો,
એટલામાં—
🔔 ટિંગ–ટિંગ! વર્કશોપની ઘંટડી વાગી!
એક એલ્ફ ઊંઘમાં બબડ્યો:
“આ તો સ્નૂઝ બટન નથી ને?”
બીજો એલ્ફ બોલ્યો:
“સાંતા સર, હજી તો કોફી પણ ગરમ નથી!”
સાંતા હસીને બોલ્યા: ચાલે ભાઈ...
“ક્રિસમસ રોજ આવે,
તો કોફી પણ બચેલી અને ઠંડી પીવી પડે!”
અચાનક અટેનશન મોડ નાં સાંતા નાં ઓર્ડર થી ઉતાવળ અને ગેરસમજ
બધે ઉભી થયેલી ગેરસમજ અને ઉતાવળમાં
ગડબડભરી ભેટો પેક થવા લાગી…
એક બાળકને રિમોટ વગરની કાર
એકને ચાર્જર વગરનું ટેબ્લેટ
અને એકને “DIY – જાતે બનાવજો” લખેલું રમકડું 😄
કેટલાંકને ચોકલેટની જગ્યાએ
સાંતા ની જુલાબની ગોળી નું પેકેટ મળી ગયુ!
ઓર્ડલી ગભરાઈને બોલ્યો:
“સર… આ બધું તો ખોટું છે!”
સાંતા શાંતિથી બોલ્યા:
“ચિંતા નહીં… જવા દો.
બાળકોને તો સરપ્રાઈઝ જ ગમે!”
ત્યાં ફરી કોફી ની ચુસ્કી એ સાંતા સાચી સમજ આવી. આમ બપોર થતાં સાંતા થોડી ક્ષણ થંભ્યા અને ધીમે બોલ્યા:
“કેલેન્ડર ખોટું હોઈ શકે…પણ ખુશી મનાવવા માટે સમય કે દિવસ નથી જોવાના હોતા.”
તેમણે વર્કશોપમા વાઈટ બોર્ડ મા સ્લોગન લખ્યું.
“ખુશી ની કોઈ તારીખ ફિક્સ નથી.”
અને એ દિવસથી સાંતા એ
એડિશનલ સ્ટાફ રિક્રૂટ કર્યો,
અને સાંતા ની ગુપ્ત વર્કશોપ
હવે 25 × 365 દિવસ મોડમાં
હંમેશા ખુલ્લી રહેવા લાગી 🎄
✨
કારણ કે
ખુશી એ તહેવાર નથી,
ખુશી એ ભાવ છે.
અને
બાળકો નો હક્ક છે.
તે બાળકોને મળવો જ઼ જોઈએ....
