Daxa Ramesh

Inspirational Others

3  

Daxa Ramesh

Inspirational Others

સ્વયં શિક્ષક દિન

સ્વયં શિક્ષક દિન

2 mins
9.6K


બસ આટલા શબ્દો કાને પડતાં એક જ વાત યાદ આવે.

"સ્કૂલના દિવસોમાં નાના નાના બાળશિક્ષકોને સાડી પહેરેલી અને માંડ માંડ એને સાચવતી, નાનકડી શિક્ષિકાઓ ! એટલે "સ્વયં શિક્ષક દિન" અને બાળકોને તો આ દિવસે મજા જ મજા ! આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી ડૉ. રાધાકૃષ્ણ, જેનો જન્મદિન શિક્ષકદિન તરીકે ઉજવાય છે.

ઉત્તમ શિક્ષકોએ દેશ, કુટુંબ અને અનેક વિદ્યાર્થીઓના જીવન ઉજાગર કર્યા છે. આપણા દેશમાં કેટલાયે એવા શિક્ષકો પણ થઈ ગયા કે જે વેકેશનના દિવસોનો પગાર લેવા રાજી ન્હોતા. આજે નથી રહ્યો એવો કૃતજ્ઞ સમાજ અને હવે તો એવા શિક્ષકો મળવા મુશ્કેલ ! પણ, આપણા દેશની ધરતીમાં એવા વિરલ શિક્ષકો થતાં રહેલા છે જેનો ઇતિહાસ ગવાહ છે.

ભારતીય સંસ્કૃતિ ગુરુને શિક્ષકને આદરણીય, વંદનીય અને પૂજનીય માને છે અને માનતી જ રહેશે. અને ત્યાં સુધી આ ભવ્યાતિભવ્ય સંસ્કૃતિને આંચ નથી આવવાની. શિક્ષક દિને એક વાત બાળકોને ગમતી એ છે કે..

"સ્વયં શિક્ષક બનવું " અને આ દિવસ માટે એક વાતની નોંધ લેવી પડે છે કે, કોઈ બાળક સ્કૂલ કે શિક્ષણથી ડરતું કે ભાગતું નથી. હોંશે હોંશે સ્કૂલમાં એડમિશન લેતું દરેક બાળક, મોટા ભાઈ કે બહેનને સ્કૂલે જતાં જોઈ, કેટલાય દિવસથી આતુર હોય છે અને પહેલે દિવસે તો સ્કૂલે જવા માટે ધમપછાડા કરે છે !

અને પછી ?? સ્કૂલે ગયા પછી જ નિરાશ થાય છે અને નથી જવા ધમપછાડા કરે છે ! એનું કારણ, ક્યાંક ને ક્યાંક તો, આપણી શિક્ષણ આપવાની પદ્ધતિ પર આંગળી ચીંધાય છે ! એનું એક બેસ્ટ ઉદાહરણ :

એક ડોક્ટર મેડમનું કૂતરું બીમાર પડી ગયું. તેને દવા પીવડાવવા માટે, તે ડોગીને પકડીને પીવડાવતાં એ એટલું ધમપછાડા કરતું કે ઘરના બધા નોકરોને, સાથે મળી એના પગ અને મોં પકડવા મદદ કરવા બોલાવવા પડતાં. ભારે માથાઝીંક પછી એને માંડ માંડ દવા પીવડાવાતી. ડોક્ટરે તારણ કાઢ્યું કે આ દવા, એના ડોગી ને ભાવતી નથી. એક વખત, એ દવાની બોટલ હાથમાંથી નીચે પડી ગઈ અને એ દવા જમીન પર ઢોળાઈ ગઈ. ત્યારે એ ડોગી, ત્યાં આસપાસમાં હતો અને એ જમીન પર ઢોળાયેલી દવા, સૂંઘી અને આરામથી ચાટવા લાગ્યો.

આ જોઈ બધાને આશ્ચર્ય થયું.. ત્યારે ડોક્ટરે જણાવ્યું કે, ડોગીને દવાથી પ્રોબ્લેમ ન્હોતો આપણી પીવડાવવાની રીત ગલત હતી. આપણે પણ, આપણા સ્માર્ટ સંતાનોને, શિક્ષણ કે સંસ્કારથી વિમુખ થતા જોઈને, વિચારવાનો સમય આવી ગયો છે કે નવું નવું તરત જ શીખી જતું આપણું બાળક, સ્માર્ટ જ છે તો આપણે આપણી પ્રણાલી બદલવાની જરૂર નથી લાગતી ?

બધાને ડોક્ટર એન્જીનીયર કે ચાર્ટડ એકાઉન્ટન્ટ જ બનાવવાને બદલે, બેસ્ટ સેફ, બેસ્ટ આર્ટિસ્ટ, બેસ્ટ મિકેનિક, બેસ્ટ ટેઇલર, બેસ્ટ... કોઈ પણ કામના કારીગર બનાવીએ, કે બનવા દઈએ તો ? 'સર્ટિફિકેટ ઓરિએન્ટેડ એજ્યુકેશન' ને બદલે 'સ્કિલ ઓરિએન્ટેડ એજ્યુકેશન' હોવું જોઈએ ! એવું નથી લાગતું ?

"શિક્ષકદિન" નિમિતે બધા જ શિક્ષકોને ભાવપૂર્ણ નમસ્કાર.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational