Nayanaben Shah

Inspirational

4  

Nayanaben Shah

Inspirational

સ્વર્ગ અહીં જ છે, અહીં જ છે.

સ્વર્ગ અહીં જ છે, અહીં જ છે.

4 mins
417


સતત ફોનની રીંગ વાગતી જ રહી પરંતુ બાપદીકરામાંથી કોઈએ ફોન ના ઊપાડ્યો.

બંને એકબીજા સામે જોઈને હસ્યા કરતાં હતાં. એ લોકો જાણતાં હતાં કે રસોઈ કરતી વખતે હું વાત નથી કરતી. આખરે હાથ ધોઈને હું બોલી,"બંને એકબીજા સામે જોઈને હસ્યા કરો છો પણ ફોન ઉપાડતાં નથી. ફોન સામે તો પડ્યો હતો. "

"મમ્મી, તારો ફોન તારી બહેનપણીઓનો હોય કે તારા કોઈ વાચકનો હોય. નંબર અજાણ્યો હતો અને જો મમ્મી તારી પ્રશંસા અમારે સાંભળવી નથી. "કહેતાં બાપદીકરો મારી સામે જોઈ હસવા લાગ્યા. હું કંઈ બોલું એ પહેલાં ફરીથી ફોન આવ્યો.

મેં ફોન મુક્યો કે બંને જણાં બોલી ઉઠ્યા,

"કયા શહેરમાંથી ફોન હતો ? " બંનેને હસતાં જોઈ મને હસવું આવી ગયું. "અમદાવાદથી,

કાલે કવિ સંમેલનમાં મને અતિથી વિશેષ તરીકે બોલાવી છે. "

"મમ્મી,ગ્રેટ. ."

"એમાં શું ગ્રેટ ?"

"મમ્મી, તારા આયોજકનો ખૂબ ખૂબ આભાર

કાલે ફાધર્સ ડે છે મને અને પપ્પાને આખો દિવસ સાથે રાખવા બદલ."

હું સમજતી હતી કે બંને જણાં આજે મને હેરાન કરવાના મૂડમાં જ છે. હું બોલ્યા વગર ફરી રસોડામાં ગઈ. ત્યાં ફરીથી દીકરો બોલ્યો,"આયોજકનું નામ શું ?"ત્યાં મારા પતિ બોલ્યા ,"આપણા એ શુભેચ્છકનું નામ ભાવનાબેન. તેં ફોન પર સાંભળ્યું નહીં ?"

મેં થાળી પીરસી ત્યાં જ એ બંને બોલી ઉઠ્યા,

"કાલે તો આપણે બહાર જમવા જઈશું,

એકાદ પિક્ચર જોઈશું. વાહ. . ભાવનાબેન."

"બસ હવે તમે બંને બકવાસ બંધ કરો. કાલે સવારે આઠ વાગ્યાની ટ્રેનમાં હું અમદાવાદ જઈશ. તમારે જે કરવું હોય એ કરજો. હું

મારા ભગવાનને થાળ કરીને જઈશ."

સવારે પણ બંને જણાં મને હેરાન કરવાના મૂડમાં જ હતાં. ત્યાં બંને જણાં મારી સામે ઊભા રહ્યા. પતિએ હાથમાં થેલો લઈ મને કહે,"ખભે લટકાવી દે. કવિ જેવું લાગવું જોઈએ. ત્યાં દીકરો બોલ્યો ,"આ ઠંડા પાણીની બોટલ. તું ઠંડુ પાણી નથી પીતી પણ કવિતા સાંભળી બેભાન થાય તો કોઈ તારા મોં પર છાંટે. "

જુઓ હું ગઈકાલનો તમારો બકવાસ સાંભળું છુંં પણ ગુજરાતી જેવી કોઈ શ્રેષ્ઠ ભાષા નથી. કવિતા એટલે હૃદયમાંથી ઉઠતાં સ્પંદન શબ્દરૂપે બહાર આવે. કવિતા સામાન્ય વ્યક્તિ લખી ના શકે. ગુજરાતીમાં તો હજી પણ શ્રી ઉમાશંકર જોષી, શ્રી રમેશ પારેખ, શ્રી. . "મમ્મી, ગુજરાતી ભાષા શ્રેષ્ઠ છે. પણ તારી ટ્રેન જતી રહે એ પહેલાં હું તને સ્ટેશન મૂકી આવું."

અમદાવાદ પહોંચી ત્યારે હોલ તો કવિઓ અને કવિયોત્રીથી ભરાયેલો હતો. ખૂબ સુંદર આયોજન જોઈને મન પ્રફુલ્લિત થઈ ગયું.

કવિઓ અને કવિયોત્રીઓ વારફરતી એમની કૃતિઓ રજૂ કરતાં હતાં. ત્યાં વાસવદત્તા બોલી,"હું તો ઘણે દૂરથી એક લાલચ સાથે આવી છું કે અહીં મારા પિતાશ્રી વિજયભાઈ હાજર છે. હું આજે મારા કાવ્ય પઠનમાં પિતા વિષેના કાવ્યનું પઠન કરીશ."

કાવ્ય પૂરૂ થતાં જ પુત્રી પિતાને પગે લાગી પણ પિતા દીકરીને ભેટી પડ્યા.

હું વિચારતી હતી કે દીકરાઓ તો પિતા સાથે જ રહે છે જેને કાયમ પિતાનો પ્રેમ મળે છે પણ દીકરીઓ સેંકડો કી. મી. દૂર રહીને પણ પિતાને ઝંખતી હોય છે.

ત્યાં તો આયોજક ભાવનાબેન બોલ્યા,"હવે મારી દીકરી પણ એના પપ્પા વિષે બે શબ્દ બોલશે. પરંતુ એ ખરેખર બે જ શબ્દ બોલી,

"મારા પપ્પા. . . " બોલતાં આંખો આંસુથી છલકાઈ ગઈ. ત્યાં તો એના પપ્પાને ભેટી રડી પડી તો સામે એના પિતાની આંખો પણ કયાં કોરી હતી ! બંને ઘણો સમય આંસુ વહાવતા રહ્યાં.

આખરે ભાવનાબેન બોલ્યા,"હવે આપણે કાર્યક્રમ આગળ ચલાવતાં પહેલાં એક ચોખવટ કરી દઉં આ મારી દીકરી એટલે મારી પૂત્રવધુ છે. પણ અમે એ વાત ભૂલી ચૂક્યા છીએ. "

ત્યારબાદ વિજયભાઈનો વારો આવ્યો ત્યારે એ બોલ્યા,"દરેક કવિ પોતાની રચના વાંચે પણ હું મારી દીકરી વાસવદત્તાની કવિતા વાંચીશ."

"તમારો સહારો"

કરી છે મહોબત હૃદયથી તમોને,

સફરમાં રહેજો સહારો તમારો..

કાવ્ય લાંબુ હતું પણ બધાને એ શબ્દો સ્પર્શી ગયા હતા. તો ઘણાએ કહેવતો પરથી પણ કાવ્ય લખ્યું હતું.

વાર્યા વળે તે તો ચતુર સુજાણ,

પણ હાર્યા વળે વળે તેની કરવી શું વાત ?

આમ તો બધાના કાવ્યો સુંદર હતાં પણ એક એંસી વર્ષની કવિયત્રીની રચના "છાલક" જયારે માણી ત્યારે એ સ્ત્રીના મુખ પર શરમની લાલી છવાઈ ગઈ હતી એ ઉંમરે પણ પતિ સાથે માણેલી યાદ પર લખેલી કવિતા,એનું શરમાવું એ તો માત્ર ભારતીય સંસ્કૃતિમાં જ બને. એમાં ય જે છેલ્લું કાવ્ય હતું એમાં માત્ર પ્રેમનું જ વર્ણન હતું કે, "સ્વર્ગ અહીં જ છે. અહીં જ છે.."

હું પાછી ફરી ત્યારે સ્ટેશને મારા પતિ લેવા આવેલા. મને ગમ્યું. પણ હું કંઈ બોલી નહીં. ઘેર પહોંચી કે દીકરાએ પાણી આપ્યું. કહે,"મને જેવી આવડી એવી ચા મૂકી છે. ચા પી ને ફ્રેશ થઈ જા. અમે પુલાવ બનાવ્યો છે." મને બધુ પરીકથા જેવું લાગતું હતું. દીકરાએ હસીને કહ્યું,"યુ ટ્યુબ પર જોઈનેે બનાવ્યો છે. મેં પણ રસોઈ બનાવતાં કોઈ જોડે વાત નથી કરી. મને કોઈ શ્લોક તો આવડતાં નથી. હનુમાન ચાલીસા આવડતા હતાં એ બોલતાં પુલાવ બનાવ્યો છે."

હું બધાનો પ્રેમ જોઈ રડી પડી. બોલી ,જે છેલ્લું કાવ્ય હતું કે,"સ્વર્ગ અહીં જ છે, અહીં જ છે."

ધરતી પર સ્વર્ગ ઉતારવું સહેલું છે. જે ઘરમાં પૂત્રવધુ દીકરી હોય પિતાને મળવા માટે દીકરી દૂરથી આવી પિતા વિષે કાવ્ય લખે.

ઘરના સભ્ય એકબીજા સાથે મજાક કરી લાગણીથી સતત જોડાયેલા રહે તો કહેવું જ પડે ,"સ્વર્ગ અહીં જ છે. અહીં જ છે."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational