Vibhuti Desai

Inspirational Others

4  

Vibhuti Desai

Inspirational Others

સવલી

સવલી

1 min
229


સવલી,એની સાસુને ઉદ્દેશીને બોલી," બાઈજી, આ બાઈડીયું આવીસે આપણાં કામનું પૂસવા" એટલું કહી મીડીયાવાળાને પોતાની વાત કહેવા માંડી,

" આ મારો પોયરો રઘલો બે વરહનો ઉતોને એનાં બાપુને જમડા લૈ જીયા,તંયે મુને કાંઈ ભાન ની મલે. રઘલાનાં બાપુને મહાણે લૈ જીયા તંયે ગોમની બાઈડીયું ચૂડીકરમ કરવા આવી તંયે આ મારી બાઈજીએ હંધીયને કેયું," ચૂડીકરમ નૈ કરવા દેંવ,મહાણે તો મારા મનિયાનો દેહ ગીયો સે એનો આતમ તો અમારી હારે જ સે, મારી વવ સવલી મનિયો ઉતોને રે'તી તીમ જ રેહે."

 રઘલાનાં બાપાને તયણ મઈના થીયે મારાં માવતરે આવીને બાઈજીને કેયું," સવલીને લૈ જાવીસે,નાતરું કરાવવા." હાંભળીને બાઈજી બોલે ઈ પે'લાં મુ બોલી,આંયે મારાં રઘલાનાં બાપાનો આતમ સે,ઉં એની માઈને મે'લીને જાંવ તો એનો આતમ દુઃખી થાય. બાઈજીને મે'લીને ની આવવાની. મારે નાતરું નૈ કરવું. રઘલાનાં બાપાનો આતમ મારે હૈયડે સે ઈની હારે જ જીવવાની મેં તો.

પસીતો બાઈજીએ મુને હીવતાં હીખયવું. ઉં હીવું ને ઈ ચાકડા, ઓઢના ભરે ને હંધુ શે'રમાં વેચી આઉં.

એક દિ ગોમમાં ફિલ્લમ વારાએ ધામા નાંયખા ઈને જરૂર પડી ગોમડાનાં ડરવેશની તંયે આયવા મારી કને. મારાં હીવેલાં ડરવેશ જોઈને તો રાજી રાજી. પસી તો કાંઈ કામ આયલું, કાંઈ કામ આયલું, હંધાય હીવેલાં ડરવેશ, ભરેલાં ચાખડાં, તોરણ, ઓઢનાં અમારી કને લૈ જાય ને ઈમ ને ઈમ આ દુકાન થૈ.

 ઉં, મારી બાઈજી, રઘલો ને રઘલાના બાપાનો આતમ ભેળાં રહીને જીવતાં સે અમુને કાંઈ દુઃખ ની મલે.''


Rate this content
Log in

Similar gujarati story from Inspirational