The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

manoj chokhawala

Inspirational

3.4  

manoj chokhawala

Inspirational

સ્વાધ્યાય એક સુટેવ

સ્વાધ્યાય એક સુટેવ

2 mins
327


અત્યારે સમગ્ર વિશ્વના એકસો બાણુંથી વધુ દેશના નાગરિકો કોરોના વાયરસના સંક્રમણના સકંજામાં કેદ છે . દરેક દેશની સરકાર, શાસક, નાગરિક આ મહામારીનો સામનો કરવા કે તેમાંથી બચવા માટેના ઉપાયો શોધી રહ્યા છે. ત્યારે ભારત સરકારના દિશા નિર્દેશ મુજબ રાજ્ય સરકારે અને ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે બાળકો અને સમાજનું હિત આરોગ્યની દ્રષ્ટિએ વિચારી ધોરણ એક થી નવ અને અગિયારમાં માસ પ્રમોશન આપવાનું વિચાર્યું હતું અને હવે તેનું અમલીકરણ પણ કર્યું છે.

પરંતુ ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ફેસબુક પેજ પર ગુજરાતના બાળકોના અભ્યાસને લઈને ચિંતા પણ વ્યક્ત કરી છે. તેમના વિચારો મુજબઆમ લાગતું હતું કે તારીખ ૩૧મી માર્ચ પછી થોડી હળવાશ થશે, પરંતુ માનનીય વડાપ્રધાનશ્રીની વાત પરથી લાગ્યું કે પરિસ્થિતિ વધુ વિકટ બનતી જાય છે. વિશ્વના નિષ્ણાતો અને WHOની એકમાત્ર સલાહનું આપણે સૌએ સ્વેચ્છાએ ફરજીયાત પાલન કરવાનું છે. અનિચ્છાએ અનિવાર્ય સંજોગોમાં આપણે મુકાઈ ગયા છીએ ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી તરીકે આદરણીય વાલીગણ, મારો પરિવાર (શિક્ષકો) અને મારા વ્હાલા વિદ્યાર્થી દિકરા-દિકરીઓને અનુરોધ છે કે આ સમયનો વાંચન, લેખન અને ગણન માટે ભરપૂર ઉપયોગ કરીએ. આ લાંબામાં લાંબા વેકેશનમાં અભ્યાસનો મહાવરો અને સાતત્ય છૂટી જવાનો મને ડર લાગે છે.

આપણી આળસ કે બેદરકારીમાં જો આમ થશે તો ખુલતા વેકેશન પછી તૂટેલો મહાવરો અને સાતત્ય જાળવવામાં મુશ્કેલી પડશે. ફરીવાર હું આપ સૌને મારી લાગણીને માન આપવા માટે અનુરોધ કરું છું. આમ કરીશું તો ખૂબ જ ફાયદો થશે, ગુણવત્તાયુક્ત શિક્ષણ વધારે મજબૂત થશે. સરકારે કેન્દ્ર સરકારની સુચના મુજબ ૨૧ દિવસ સમગ્ર ભારતમાં લોક ડાઉન જાહેર કર્યું છે. એટલે કે દરેક વ્યક્તિએ કોરોના વાયરસની અસર કે સંક્રમણથી બચવું હોય તો ઘરમાં જ રહેવું. એવું જાહેર કર્યું છે ત્યારે સમાજના એક આદર્શ વિદ્યાર્થી અને એક જાગૃત વાલી તરીકે પોતાનું બાળક સ્વ અધ્યયન અને સ્વમૂલ્યાંકન કરી સમયનો સદુપયોગ કરે તે ખૂબ જરૂરી છે.

કોઈપણ વિષયનો અભ્યાસક્રમ ક્રમિક સોપાનો ઉપરજ આધારિત હોય છે. એક ધોરણનો પાયો મજબૂત હોય પરંતુ સતત પુનરાવર્તનના અભાવે થોડીક ભૂલ કે તેમાં કચાશ રહી જાય તો પછીના ધોરણનું વિષયવસ્તુ સરળતાથી આત્મસાત કરવામાં મુશ્કેલી ઉભી થતી હોય છે. આ માટે શિક્ષણ મંત્રીનું સુચન છે કે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ સમયનો સદુપયોગ કરવા માટે પોતાના અભ્યાસનો પુનરાવર્તન કરે વિવિધ ચેનલો ઉપર શૈક્ષણિક કાર્યક્રમો તથા શિક્ષકો દ્વારા દ્રશ્યશ્રાવ્ય માધ્યમથી જે વિષય વસ્તુ બતાવવામાં આવે છે. તે નિહાળે, સમજે અને પોતાનો અભ્યાસ સ્વ અધ્યયનની મદદથી પૂર્ણ કરે.


Rate this content
Log in

More gujarati story from manoj chokhawala

Similar gujarati story from Inspirational