Mrugtrushna Tarang

Comedy Drama Others

4  

Mrugtrushna Tarang

Comedy Drama Others

સૂડી વચ્ચે સોપારી

સૂડી વચ્ચે સોપારી

5 mins
171


"સાહિલ, ક્યાં હતો તું સાંજે સાડા પાંચ વાગે ?"

"મોમ, હું આલિયા સાથે મિટિંગમાં હતો. કેમ, હવે ફરી શું થયું ?"

"વાઉવ, આલિયા ભટ્ટ ? માય ફેવરિટ એક્ટ્રેસ !"

"નહીં મોમ ! આલિયા સોની, અ ટીવી સ્ટાર.

પણ, તમે સ્ટ્રેસફૂલ કેમ સાઉન્ડ કરી રહ્યાં છો ? કંઈ થયું કે ઘરમાં ? ડેડ ઈઝ ઓકે, રાઈટ. !"

"હાં, બટ યોર વાઈફ !..."

"મોનિષાએ શું કર્યું હવે ?" (મનમાં જ બબડાટ કરતાં - એ લેડીનું શું કરું ! કંઈ સમજતી જ નથી. હવે મિટિંગ ક્યારે અટેન્ડ કરું ? અને ઘરનાં પ્રોબ્લેમ સોલ્વ કર્યા કરું તો બિઝનેસ ક્યારે કરું ! ? ઓહ ગોડ પ્લીઝ સેવ મી !

બે હાથ જોડી પોતાનું જ માથું ફૂટી રહેલ સાહિલ, ગાડીની ચાવી ડ્રોઅરમાંથી ઊંચકી ક્લાયન્ટ સાથેની મિટિંગ ઓફિસ સ્ટાફને સોંપી ઉતાવળે ઘરે જવા રવાના થઈ ગયો.

90ની સ્પીડમાં ગાડી ચલાવતી વખતેય સાહિલને એની ભોળી, ગામડિયણ (એની માઁ નાં કહેવા મુજબ) પત્નીની શિખામણ યાદ આવતાં એને હસવું આવી ગયું. અને એ 90ની સ્પીડ ઘટાડી 60 કરી બૈલગાડી ચલાવતો હોય એવો અનુભવ કરતાં ખડખડાટ હસી પડ્યો.

"સાહિલ, ક્યાં પહોંચ્યો તું ? જલ્દી ઘરે આવ. જો તારી મમ્મી મને કેવું કેવું સંભળાવે છે તે !" (મોનિષાનો રૂદનનો અવાજ સાંભળી સાહિલ ફરી એકવાર ગાડીની સ્પીડ વધારી દીધી.)

"15 મિનિટમાં કેવીરીતે પહોંચ્યો તું સાહિલ ? એનો મતલબ તું ઓફિસમાં નહોતો. તું ખોટું બોલ્યો ને સાહિલ ! હવે, હું એક ક્ષણ પણ અહીં નહીં રુકું. હું ચાલી મારે પિયર !" ધમપછાડા કરતી મોનિષા પોતાનાં બેડરૂમમાં જઈ કબાટ પરથી બેગ નીચે ઉતારવા માટે સ્ટૂલ ને બદલે ટીપોય પર ચઢી અને 'ધડામ' જેવો અવાજ સાંભળતાં આખી સારાભાઈ ફેમલી સાહિલનાં બેડરૂમ તરફ દોડી ગઈ.

ટીપોયનો એક પગ તૂટેલો જોઈ માયા ઉર્ફ મોનિષાની સાસુ માઁ ઉશ્કેરાઈ જવાની તૈયારીમાં રાતા પીળા થઈ માથું ફૂટવા લાગ્યાં.

"મમ્મી જી, તમે કેમ પોતાનું જ માથું ફૂટી રહ્યા છો ? તમને માથું દુઃખતું હોય તો બામ લગાડો, કે પછી દુઃખદબાવ લેપ લગાડો, કે પછી અજમાનો ધુમાડો માથા પર ફેરવો - તમને સારું લાગશે. -

- હું, હું કરી આપું !" પૂછવાનું પૂરું થાય એ પહેલાં તો મોનિષા બામ, અજમાનો ધુમાડો તેમજ દુઃખદબાવ લેપ લઈ હાજર થઈ ગઈ. 

અને, પોતાની ડિયરેસ્ટ સાસુ માઁનાં માથે બધું જ ચોપડવા એમની પાછળ પાછળ પાગલની જેમ ચક્કર મારવા લાગી.

"મોમ ! તમે મને મિટિંગ છોડાવી અહીં અર્જન્ટલી કેમ બોલાવ્યો હતો એ કહેશો, પ્લીઝ ?"

"સાહિલ, તારી આ કમ-અક્કલ બૈરીને મેં ગઈકાલે શોપિંગ કરવા દસ હજાર રૂપિયા આપ્યાં હતાં. રાઈટ."

"જી મમ્મી જી." ખુશ થઈ ઉછળતાં જવાબ વાળ્યો મોનિષાએ.

"એમાંથી 9990 રૂ. પર્સમાં મૂકી 10 રૂ. ચિલ્લર એણે એનાં પોકેટમાં મૂક્યું. રાઈટ."

"જી મમ્મી જી. યુ આર એબસોલ્યુટલી રાઈટ." તાળીઓ વગાડતી મોનિષા પોતાની પ્રશંસા પર પોતે જાતે જ ખુશ થઈ રહી હતી.

ધેન, એ 10 રૂ. નું ચિલ્લર પોકેટમાં મૂકી કેટ વૉક કરતી ઘરે આવી ત્યાં રસ્તામાં એ 10 રૂ નું ચિલ્લર ક્યાંક પડી ગયું.

"મોમ, કમ ટૂ ધ પોઇન્ટ. મને મોડું થાય છે. ક્લાયન્ટ મારી રાહ જોઈ રહ્યા છે.. ! !" ઉશ્કેરાટમાં સાહિલનો અવાજ થોડો ઊંચો થઈ ગયો.

"યસ, માય ડિયર સાહિલ. તો મેં એને કહ્યું કે જે પણ મળે એ પર્સમાં મૂકવું જોઈતું'તુ ને !"

એટલે, આજે તારી આ સ્ટુપિડ મિડલ કલાસ બૈરી, દૂધની થેલી પર્સમાં મૂકીને લાવી.

"ધેન વોટ્સ ધ પ્રોબ્લેમ મોમ ? એણે તમારી વાત માની ને ! !"

"સાહિલ, દૂધની થેલી પર્સમાં મૂક્યાં બાદ પર્સ બંધ કરવા માટે એણે ક્લચર પ્રેસ કર્યું ને બધું દૂધ ઢોળાઈ ગયું."

"નોટ અગેઇન મોનિષા !"

"સાહિલ, મેં તો મમ્મીજીની જ વાત માની કે નહીં ! ચિલ્લર કે કંઈ પણ પર્સમાં મૂકી પર્સ બંધ કરવાનું જેથી એ પડી ન જાય. તો, મેં દૂધની થેલી પર્સમાં મૂકી અને પર્સ બંધ કરવા ગઈ એમાં દૂધની થેલી ફાટી ગઈ એમાં કંઈ મારો વાંક થોડી ગણાય ! !"

હવે સાહિલનો વારો હતો માથું કૂટવાનો. એટલે, ઓફિસ બેગ લઈ સાહિલ દરવાજા તરફ ઝડપથી પગલાં માંડતો દોડવા જાય છે ત્યાં એનાં કાને ફરી એની માઁ ની બૂમ સંભળાઈ..

"સા..હિલ ! પૂરી વાત તો સાંભળીને જા."

"હાં, બોલો, બોલો. હજુ કેવાં અને કેટલાં પરાક્રમો શેષ રહ્યાં કહેવાના ! એકવાર નું બધું કહી દ્યો એટલે હુંય ફ્રી ને તમેય ફ્રી. રાઈટ." કહી બેગ સોફા પર પછાડતો સાહિલ કાઉચ પાસે જઈ માથું પકડીને બેસી ગયો.

"હાં, તો હું ક્યાં હતી ?"

"મમ્મીજી તમે ક્યારનાં અમારાં બેડરૂમમાં જ આંટા ફેરા મારી રહ્યાં છો.. ક્યાંય આગળ નથી વધ્યાં.."

"ઉફ્ફ !"

"મોમ, મોમ ! ચિલ ! ટેક અ ડિપ બ્રિધ ! રિલેક્સ નાઉ. ઓકે ટેલ, વોટ હેપન્ડ ધેન."

સાહિલ તરફથી આશ્વાસન મેળવી માયા કંઈ બોલે એ પહેલાં મોનિષાએ એની રામકહાની શરૂઆતથી શરૂ કરવાનું ચાલુ કર્યું કે માયાએ એને ટોકી પોતે વાત આગળ વધારતાં બળાપો કાઢ્યો..

"ધીસ મિડલ કલાસ લેડીએ મારી સૂચના સાંભળ્યા બાદ કે સમજી વિચારીને કોઈપણ કાર્ય કરવું જોઈએ, એ, નેક્સ્ટ ટાઈમ દૂધનાં કેનમાં પનીર ભરીને લાવી ! !

અને,"

એન્ડ વૉટ મોમ !" કંઈક અંશે ચિડાઈ ગયેલો સાહિલ ઉકેલ લાવવામાં ખુદને અસહાય અનુભવી રહ્યો હતો અને મનમાં ને મનમાં પોતાનાં પિતાને તીવ્રતાથી યાદ કરી પોંકારવા ચાહતો હતો કે જેથી બે લેડીઝ વચ્ચેનાં તૂતૂ-મેંમેંમાંથી છુટકારો મેળવી શકે.

પણ, દૂર દૂર સુધી એને મૃગજળ જ દેખાઈ રહ્યું હતું. બધી જ આશાઓ નઠારી નીવડી રહી હતી. અને એ પોતાની જાતને ઠપકારી રહ્યો'તો કે એણે મિટિંગની વચ્ચેથી ફોન અટેન્ડ જ કેમ કર્યો !

"સાહિલ, સાંભળીને આનો કાયમનો ઉપાય શોધ, નહિંતર..."

"મોનિષા ડાર્લિંગ, આમ વારેઘડીએ પિયર જવાની ધમકી કેમ આપ્યાં કરે છે (મનમાં જ - ક્યારેય જતી તો નથી..) હું આવ્યો ને ઓફિસ, મિટિંગ્સ, કામ, કલાઇન્ટ્સ બધું જ છોડીને તારી પાસે.. (માઁ તરફ દૃષ્ટિ પડતાં) તમારાં બન્ને પાસે..

ચલો, આ પ્રોબ્લેમનો પરમનન્ટ સોલ્યુશન લાવીએ, રાઈટ. બોલો, બોલો મોમ !" કહી નિરાંતે સોફા પર અદબ વાળીને સાહિલ વિરાજમાન થયો.

"પનીરનાં ક્યુબ્સ દૂધનાં કૅનમાં લાવી એટલે મેં એને બીજી સલાહ આપી કે પનીર જેવી સોલિડ વસ્તુઓ પોલીથીન બેગ્સમાં લાવવાનું.. આમ, કેનમાં નહીં લાવવાનું ! !"

"ઓકે, રાઈટ. ધેન વૉટ હેપન્ડ મોમ ! ?"

"આ મિડલ કલાસ બૈરી તારી નેક્સ્ટ રાઉન્ડમાં એગ્સ પોલીથીન બેગ્સમાં અલગ અલગ મૂકીને લાવી અને એને ફ્રિજમાં મૂકવાને બદલે અમારાં સોફા પર મૂક્યાં..."

સાહિલે ઈમેજીન કરી જ લીધું કે આગળની ઇવેન્ટ કેવી સર્જાઈ હશે ને કોને કોને કેટલું તેમજ કેવું સહન કરવાનો વારો આવ્યો હશે ! !

"સાહિલ, તને ખબર છે, એગ્સને ક્રેનમાં ગોઠવવા માટે જ્યારે હું એને પોલીથીન બેગ્સમાંથી બહાર કાઢવા ગઈ તો એ બધાં જ ઈંડા તૂટી ગયા'તા...

એટલે, હું એમાંના ચિકન્સ આખાય ઘરમાં શોધવા નીકળી ત્યાં મમ્મીજી સાથે અથડાઈ ગઈ અને એ ઈંડાની સફેદી મમ્મીજીનાં ફેવરિટ શાલુ પર ઢોળાઈ ગઈ...

રડવાનાં સૂરમાં મોનિષાની કંમ્પ્લેઇન સામે મોમની ફરિયાદ એ બંને વચ્ચે સેન્ડવીચ બનેલો સાહિલ બે હાથ ઊંચા કરી ભગવાનને પ્રાર્થના કરી રહ્યો,

"એ પ્રભુ ! તારી બનાવેલી આ દુનિયામાં તેં અમ જેન્ટ્સને કેમ સૂડી વચ્ચે સોપારીની જેમ પીસવા માટે એકલાં છોડી દીધા..

... ગોડ, પ્લીઝ હેલ્પ મી !"

  "અમે એકલાં જ કેમ પીસાઈએ સૂડી વચ્ચે દીકરા, તમે માનવો પણ થોડો ભોગ આપો !" - કૃષ્ણ ભગવાને ફોટામાંથી જવાબ આપતાં કહ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Comedy