સુંદરતા
સુંદરતા


પ્રિયા દેખાવે ખુબ જ સુંદર. અને તેની બેન સુપ્રિયા દેખાવમાં શામ. બંનેના સ્વભાવમાં રાત દિવસનો ફર્ક. પ્રિયાનું રૂપ સુંદર હોવાથી જયારે પણ સુપ્રિયાને દેખવા છોકરો આવતો એ પ્રિયાને પસંદ કરીને જતો. અને પ્રિયાને તેનું અભિમાન પણ ખુબ જ રહેતું.
બંને બહેનના લગ્ન થયાં. પ્રિયાનું લગ્નજીવન છ મહિના તો ખુબજ સરસ ચાલ્યું. ફરવા જવાનુ, તે શહેરની એક હોટલ પણ બાકી નહોતી રાખી. અને પછી બંને વચ્ચે ઝગડા ચાલુ થઇ ગયા. બીજી બાજુ સુપ્રિયાના લગ્નજીવન તો હજી પણ એટલું જ સરસ ચાલે છે. ભલે એ ફરવા ના જતા. પણ સુપ્રિયાના સ્વભાવના કારણે પ્રિયા કરતા પણ જલ્દી તે ઘરમાં ભળી ગઈ.
એક વર્ષ પછી આજે પ્રિયાનો પતિ પ્રિયાને રોજ તાના મારે છે કે, તું ફક્ત તારા રૂપનેજ નિખારવામાં રહી. અને જો સુપ્રિયા એ છ મહિનામાં જ ઘરના દરેક વ્યક્તિને પોતાના બનાવી દીધા. બધાંને હદયથી લગાવીનેજ રહેતી.
સુંદરતા સુરતથી નઈ પણ સીરતથી આવે છે.