Bansari Joshi

Inspirational

4  

Bansari Joshi

Inspirational

સુમેધા

સુમેધા

6 mins
426


આમ તો કાર્તિક અને સુમેધાનો પરિચય વિશિષ્ટ પ્રયોજન હેઠળ જ થયેલો. કાર્તિક એક એનજીઓ માટે કાર્યનિષ્ઠ વ્યક્તિ હતો અને સુમેધા એક પીએચડી રિસર્ચ સ્કોલર હતી. સુમેધા સાથે એક વિશેષ બેઠક કરી પ્રયોજનનો હેતુ સિદ્ધ કરવા કાર્તિકે અનાયાસે જ સુમેધાને એક પ્રશ્ન કર્યો. 

"સુમેધા તારા મતે ખુશી એટલે શું ?"

સુમેધા થોડી વાર વિચારતી રહી પછી ખુશીને વ્યાખ્યાયિત કરતા એણે સહજ ભાવે કાર્તિકને કહ્યું,

"ખુશી એટલે હું અથવા તમે. આપણાં પૂર્ણ અસ્તિત્વ. ખુશી એટલે તમારો અને મારો પરિવાર. ખુશી એટલે તમારૂ અથવા મારૂ ઘર. ઇનશોર્ટ ખુશી એટલે એ દરેક ઘટના જેનાથી તમારે અથવા મારે નિસ્બત હોય. એવી એક સુવ્યવસ્થા અને થોડીઘણી સગવડો કે જે આપણને સૌને આનંદથી ભરી દેતી હોય. પણ કાર્તિક તમે આવો સવાલ કેમ કર્યો આજે ?" સુમેધાએ પૂછ્યું.

"બસ એમ જ સુમેધા. હું મારી વ્યાખ્યાને પણ સાથોસાથ તપાસતો હતો અને એટલે મારા દ્રષ્ટિકોણથી જોતા મને આ ખુશીનું ખૂબ લીમીટેડ વર્ઝન લાગી રહ્યું છે. હું ખુશીને આટલી સીમિત વ્યાખ્યામાં કલ્પી નથી શકતો. કદાચ મારી માટે એ અલગ ફલક પર વિસ્તરી રહી છે એટલે.."કાર્તિકે સહજતાથી જ કહ્યું.

"એમ..તો હવે તમે કહો કે તમારા માટે ખુશીની વ્યાખ્યા શુ છે ?"સુમેધાએ સહજતાથી પૂછ્યું.

કાર્તિકે કહ્યું, "મારા માટે ખુશી એટલે વર્ષોથી સૂની આંખોને કોઈ સપનુ દેવું. થાકેલા કોઈ હાથોને સંબળ દેવું. તૂટેલા કે વિખરાયેલા માનવીઓના હૈયે ધરપત અપાવવી કે દરેક કાળરાત્રી પછી ઉજળી સવાર ઉગતી જ હોય છે. પ્રકૃતિ અસિમિત સંભાવનાઓથી ભરી પડી છે."

"વાહ..આ તો બહુ ઉમદા વાત કરી તમે કાર્તિક. તમારો દ્રષ્ટિકોણ સાચે જ વિસ્તરી ગયો છે."સુમેધાએ આનંદથી કહ્યું.

"પણ..માત્ર થિયોરી હોવાથી શુ થવાનું ? સાચી ઉપલબ્ધી તો ત્યારે કહેવાય જ્યારે કઈંક નક્કર ક્ષેત્ર ઉપર વ્યાખ્યા જીવંત બને. એવું કઈંક જે પ્રેક્ટિકલી પણ એટલું જ સાબૂત હોય."કાર્તિકે વિચારતા વિચારતા કહ્યું.

"તો સમજો કે તમને તમારી વ્યાખ્યાનો વિસ્તાર મળી જ ગયો." થોડી ગણતરી કરી સુમેધાએ આનંદથી કાર્તિકને કહ્યું.

"એવું તો શું છે સુમેધા. જરા વિસ્તારે જણાવો તો ખ્યાલ આવે." કાર્તિકે વિસ્મયથી પીએચડી સ્કોલર સુમેધા તરફ જોયું.

"કાર્તિક મને છેલ્લા અઠવાડિયે જ એક એક્સાઇટિંગ મેટર હાથ લાગી છે. તમને ખ્યાલ છે ને કે મને ફેબ્રિક એક્સપ્લોર કરવું ખૂબ જ ગમે છે અને એટલે જ મેં ડિપાર્ટમેન્ટ પણ એ જ પસંદ કર્યું છે મારા અભ્યાસ માટે."

"હા મને ખ્યાલ છે કે તમે ક્લોધીંગ એન્ડ ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટમાં ફેકલ્ટી ઇન કમ્યુનિટી સાયન્સ કરો છો. એ પણ જાણું છું કે તમે "ધ સયાજીરાવ યુનિવર્સીટી"બરોડાથી આ અભ્યાસ હાથ ધર્યો છે."કાર્તિકે કહ્યું.

"તદ્દન સાચું" સુમેધાએ વાત આગળ વધારતા કહ્યું.,"કાર્તિક જે એક્સાઇટિંગ મેટર મને હાથ લાગી છે એ છે કમળના ફૂલની દાંડી અને એમાંથી નીકળતો મુલાયમ રેસો.."

"અરે વાહ આ તો ખરેખર રસપ્રદ વાત છે. પૂરી મેટર સમજાવોને જરા."કાર્તિકે કહ્યું.

"સી.. હું થોડા દિવસો પહેલા ઝાડેશ્વર નગર નામના એક વિસ્તારમાં અભ્યાસ અર્થે જ ગયેલી. હું તો રિસર્ચ કરી રહી હતી. ત્યાં મને જાણવા મળ્યું કે કમળની દાંડીનો ઘણો વેસ્ટ પાર્ટ ત્યાં પડેલો હતો. જ્યારે મેં એને એક્સપ્લોર કરવાનું શરૂ કર્યું તો એમાંથી એક એવો રેસો પ્રાપ્ત થયો જે મુલાયમ હતો. વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા એ પણ ખ્યાલ આવ્યો કે તે એક વિશિષ્ટ પ્રકારની એન્ટી વાઇરલ અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી પણ ધરાવતો હતો. 

આ જાણ્યા પછી મેં એના મૂળ સુધી પહોંચવાનો નિશ્ચય દ્રઢ કરી લીધો અને હું એ શોધમાં લાગી કે કમળ ક્યાંથી મળે ? તો ત્યાંના લોકલ રેહવાસીઓએ મને ખંડેરાવ માર્કેટનું સરનામું આપ્યું. હું ત્યાં પહોંચી અને એ જાણ્યું કે કમળની ખેતી આખરે ક્યાં થાય છે ? મને ત્યાંથી એ ખબર પડી કે એ ઇન એન્ડ અરાઉન્ડ બરોડા રિઝનના તળાવોમાં કમળના ફૂલ ઉગે છે. અને લોકો માત્ર કમળનું જ વેચાણ  કરે છે. એની દાંડીઓનો ઘણો ખરો ભાગ વેસ્ટ મટીરીયલ તરીકે પડ્યો રહે છે. તો કેમ એમાંથી પણ કઈંક સુંદર ન બનાવી શકાય ?"

પહેલા તો માત્ર પ્રયોગ જ હાથ ધરેલો પણ પછી મેં એની પૂરી એક્સપ્રેશન પ્રોસેસ ડેવલપ કરી એનું "જ્ઞાન"બનાવ્યું અને એમાંથી ફેબ્રિક સેમ્પલ પણ બનાવ્યા. મારે મારા પીએચડી માટે પણ આ જ જ્ઞાન આગળ લઈ જવું હતું. કારણકે પીએચડીનો મુખ્ય ઉદ્દેશ્ય કમ્યુનિટી અને સોસાયટીને કઈંક સર્વ(serve) અર્થાત સેવા કરવાનો જ હોય છે પણ એકલપંડે તો આ શક્ય ન થાય ને મારે આ પ્રક્રિયા સ્થાનીય લોકોને પણ શીખવડવાની છે અને એના માટે મારે ફંડની પણ જરૂર છે. તમારાથી બીજો સારો વિકલ્પ કોણ હોઈ શકે કાર્તિક. તમે એનજીઓ ચલાવો છો તો મને ફંડ રેઇઝ(raise) કરવામાં હેલ્પ કરશો ને?" સુમેધાએ આશાભરી નજર સાથે કાર્તિકને પૂછ્યું.

અફકોર્સ સુમેધા. આ તો અહોભાગ્ય કહેવાય. કોઈ સારા પ્રયોજન માટે નિમિત્ત બનવું એ તો ઉત્તમ જ હોય. જૂઓ મારી પાસે પણ એક પ્લાન છે આ પ્રયોજન માટે" કાર્તિકે પૂરો ઉત્સાહ બતાવતા કહ્યું.

"હા કહો ને..કોને કોને આપણે શીખવાડી શકીએ આ પ્રક્રિયા ?"સુમેધાએ પૂછ્યું.

"સુમેધા અમે એક સ્ટેટ સ્કૂલ ચલાવીએ છીએ જેમાં 80 થી 90 બાળકો ભણે છે. આ બાળકોની કેટલીક માતાઓએ કોરોનામાં પોતાના પતિ અને નોકરી બેઉં ગુમાવેલા છે. એમની સૂની આંખોને એક સપનું મળી જશે અને થાકેલા હાથોને કોઈ સર્જન. પહેલા આપણે એમને એક પાઇલોટ પ્રોજેકટ હેઠળ કાર્ય શીખવીશું અને એનું વેતન પણ અપાવશું. શુ કહેવું છે તમારૂ આ અંગે સુમેધા ?"કાર્તિકે પૂછ્યું.

"એકદમ પરફેક્ટ પ્લાન કાર્તિક. એક સરસ વાત એ પણ હમણાં જ અભ્યાસ કરતા હાથ લાગી કે આ પૂરી પ્રોસેસ ઈકો ફ્રેન્ડલી (eco friendly) પણ છે. એમાં કોઈ જ રસાયણ ઉપયોગમાં નથી આવાનું એટલે સલામત પણ છે. અને જે બોબિનમાં એ રેસાને લપેટવાના રહેશે એ પણ તદ્દન સુગમ પ્રક્રિયા રહેશે. ઉપરાંત આનાથી મળતાં ફાઈબરની ક્વોલિટી તદ્દન ઈકો ફ્રેન્ડલી હશે. રેસો ખૂબ મુલાયમ પ્રાપ્ત થશે. કોઈ પણ પ્રકારના બેકટેરિયાનો ગ્રોથ એમાં થવાનો નથી એટલે એ વિશિષ્ટ રીતે એન્ટી બેક્ટેરિયલ ફેબ્રિક બનીને ઉભરશે. આગળ જતાં હાઈઝીન પ્રોડક્ટમાં પણ એનો ઉપયોગ કરી શકાશે. એક એવું બ્યુટીફૂલ હેન્ડલુમ છતાં લક્ઝુરિયસ ફેબ્રિક માત્ર કમળની દાંડીના વેસ્ટમાથી સુપ્રાપ્ય થઈ જશે." સુમેધા ઝટપટ બધું બોલી ગઈ.

"હા આ તો ખૂબ સરસ કહેવાય ને અને જો આ પ્રયોજન સુવ્યવસ્થિત રહ્યું તો દિવાળી આવતા સુધીમાં આપણે એનું પ્રદર્શન પણ કરશું અને લોકોને આ નવા ફેબ્રિકથી અવગત કરાવશું. મારા એનજીઓમાં 450 વોલિયન્ટર અને મેમ્બર છે એમને પણ આમા જોડી લઈશું અને ઠંડીની ઋતુ આવતા સુધીમાં વૂલન અને કમળના સિલ્કનો ઉપયોગ કરી લોકો સુધી પહોંચાડી પણ શકશું." કાર્તિકે પણ એક સરસ વ્યવસ્થા કરી આપતા સુમેધાને કહ્યું.

પછી તો બેઉ જાણે પોતપોતાના નિર્ધારિત પ્રયોજનોને આકાર આપવા મચી પડ્યા. જે સ્ત્રીઓને થોડા સમય માટે આ કાર્યમાં જોડેલી એમને એક વર્ષના વેતન હેઠળ વધુ કાર્ય કરવાની પ્રેરણા અને આશા કાર્તિકના એનજીઓ થકી મળી અને સુમેધાના રોકિંગ આઈડિયાથી વિશ્વને એક નવું ઈકો ફ્રેન્ડલી ફેબ્રિક પણ મળ્યું. કાળરાત્રી વિતાવી ચૂકેલી એ તમામ સ્ત્રીઓને એક ઉજળી સવાર દેવા બદલ કાર્તિક અને સુમેધાને આવા વિશિષ્ટ પ્રયોજનને સિદ્ધ કરવા બદલ કોઈ પુરસ્કાર પ્રાપ્ત થયો કે નહીં એ તો ખ્યાલ નથી પણ નવસર્જન જ એમનો સૌથી મોટો પુરસ્કાર સાબિત થયો.

*વિશેષ નોંધ:

(અહીં દર્શાવેલા પાત્રોના નામ માત્ર જ અલગ છે પરંતુ વાર્તાનું કથાબીજ સત્ય છે. વાર્તારૂપે ઢાળવા એને એક કાલ્પનિક ઓપ આપવાનો મેં પ્રયત્ન કર્યો છે પરંતુ વાર્તાનો જે હાર્દ છે તે સત્યઘટના આધારિત છે. સુમેધા એટલે સુમી હલધર. જે એક phd reserch scholar છે. અને જેણે deparતment of clothing & textile ખાતે community scienceની ફેકલ્ટીમાં અભ્યાસ હાથ ધરેલો છે. વડોદરાની "The Sayajirav Univercity"એમનું અભ્યાસ સ્થળ રહ્યું છે. વાર્તામાં દર્શાવેલા ઈકો ફ્રેન્ડલી ફેબ્રિકના વિષય અંતર્ગત સુમીએ પૂરું રિસર્ચ પોતાના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ "શ્રી મધુ શરણ"ના માર્ગદર્શનથી કર્યું. 

અને વાર્તાનું અન્ય પાત્ર કાર્તિક એટલે પિયુષ ખરે" વડોદરાના ખ્યાતનામ NGO -"Happy faces vadodara"ના એક કાર્યકર્તા. બીજથી ઉગેલા વિચારને વટવૃક્ષ બનાવનાર NGOના એક કાર્યનિષ્ઠ કાર્યકર્તા. જેમણે સુમીની ફંડ, જગ્યા અને કામદારોની જરૂરિયાત પૂરી કરી. બે પ્રતિભાશાળીવ્યક્તિત્વોના સુમેળથી એક ઉમદા પ્રયોજન પાર પડ્યું અને વડોદરાની યશકલગીમાં એક મોરપંખ વધુ ઉમેરાયું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational