સત્યનાં પ્રયોગો
સત્યનાં પ્રયોગો
જીંદગીમાં તો મેં ઘણી ચોપડીઓ વાંચી પરંતુ એ બધા માં મને ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગ શ્રેષ્ઠ લાગી છે.
કયારેક વિચાર આવે કે આવી વ્યક્તિ હોઈ શકે! નાનપણથી જ બે પાત્રો થી પ્રભાવિત થયેલા. શ્રવણ અને હરિશ્ચંદ્ર. માતા પિતા ની સેવા ને મહત્વ આપવું અને સત્ય બોલવું
માતાએ કહેલું કે ડર લાગે તો રામનામ બોલવું. એ આદત ના કારણે ગોળી વાગી ત્યારે તેમના મુખ માંથી છેલ્લો શબ્દ રામ જ નીકળેલો.
પિતા તરફથી હમેશા સત્ય બોલવાની શિખામણ મળેલી. સત્ય માં અગણિત વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે. આ સત્ય તે સ્થૂલ વાચા નું સત્ય નહીં. એ તો કહે છે કે હું પૂજારી સત્યરુપી પરમેશ્વરનો છું.
જે વસ્તુઓનો નિર્ણય બાળકો, જુવાન અને બુઢ્ઢાં કરે છે અને કરી શકે છે તે જ વસ્તુઓનો આ આત્મકથામાં ઉલ્લેખ છે. ગાંધીજી ના જીવનની શરૂઆત મહાત્મા તરીકે નહતી થઈ. નબળાઈઓ ને દૂર કરતાં રહીને મહાત્મા બન્યા. તેઓએ સોનાના કડા ની ચોરી કરેલી, માંસાહાર કરેલો, વેશ્યા ગૃહે ગયેલા અને માંડ બચેલા. તેઓ કબુલ કરે છે કે તેઓ "વિષયાંધ" હતાં આ બધી બાબતોની નિખાલસ પણે કબુલાત કરવાની પણ હિંમત જોઈએ. જે ગાંધીજીમાં હતી. એમને મન આઝાદીના આનંદ કરતાં કોમી દાવાનળની ગ્લાનિ વિશેષ હતી. તેઓ કહેતા મારુ જીવન એજ મારો સંદેશ છે. એમને ગીતાનો અનુવાદ કર્યો તેમાં તેમના આડત્રીસ વર્ષના આચારનો દાવો છે. જોકે સ્વચ્છતાના આગ્રહી હતા. નારી સ્વતંત્રતાના હિમાયતી હતા, એમને એમના વિચારો કયારેય પત્ની પર લાદવા પ્રયત્ન કર્યો ન હતો.
સ્વચ્છતા ના આગ્રહી. સ્વાવલંબી, પોતાનું કામ પોતે જ કરે.
સત્ય એમના જીવન સાથે સંકળાયેલુ જ હતું. અહિંસા ના તો ઉપાસક હતા જ. આસ્વાદ માં સ્વાદ ને અર્થે ભોજન નો આગ્રહ નિષેધ છે. એટલે એ પણ આવશ્યક છે. અસ્પૃશ્યતા ને નાબુદ કરવા પ્રયત્ન શીલ રહ્યા.
આખરે હું તો એટલું જ કહીશ કે ગાંધીજી વિષે જેટલું લખીએ એટલું ઓછું છે.
સત્ય ના પ્રયોગો વાંચી ને આખરે મને એવુ કહેવા નું મન થાય છે કે ગાંધીજી જેવા વ્યક્તિ આ પૃથ્વી પર કયારેય નહી અવતરે. પાંચ ભાગમાં લખાયેલી આત્મકથા મેં જેટલી વાર વાંચી એટલી વાર મને એવું લાગેલું કે આ પુસ્તક બસ વાંચ્યા જ કરુ. એ પુસ્તક પર સતત મનન કરવું ગમે. જીંદગીની દરેક સમસ્યાનો ઉકેલ આ પુસ્તકમાંથી જ મળી શકે એ વાત સહજ લાગે. આથી શ્રેષ્ઠ પુસ્તક બીજું હોઈ ના શકે.