સ્ત્રી એટલે એડજેસ્ટ મેન્ટ
સ્ત્રી એટલે એડજેસ્ટ મેન્ટ
વર્ષોથી આપણે લોકોને કહેતા સાંભળીએ છીએ કે "સ્ત્રીની બુધ્ધિ પગની પાનીએ" જો કે હવે જમાનો બદલાયો છે. સ્ત્રી ઘરની બહાર જઈને, ઘરની સાથે સાથે ઓફિસ પણ સંભાળે છે. અને આજનાં સમયમાં તો કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, સાવના પંડયા જેવી સ્ત્રીઓ તો સ્પેશ સુધી પહોંચી ગઈ છે.
પહેલાનાં સમયમાં દીકરીઓને ભણાવતા નહી. બસ ઘરનાં કામ શીખવતા, માન, મર્યાદા સંસ્કાર જેવાં ગુણો પર ભાર આપતાં હતાં. પણ હવે હાલનાં સમયમાં લોકોની જોવાની દ્રષ્ટિ બદલાઈ છે. હવે માતા-પિતા દીકરાની સાથે સાથે દીકરીઓને પણ સારૂ એજ્યુકેશન આપે છે. જેનાં કારણે જૂની કહેવતોમાં ફેરફાર થયો છે.
દરેકનાં ઘરનાં રીત-રિવાજો, રૂઢિઓ જુદી હોય છે. પોતાનાં ઘરને છોડીને અજાણ્યા માણસો, અજાણી જગ્યામાં એડજેસ્ટ થવું ખૂબ અઘરૂં છે. એક છોડને પણ એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ વાવશો તો તે મુરઝાઈ જશે. આતો જીવતી જાગતી વ્યક્તિ છે. નવાં માણસો સાથે રહેવું, તેના નિયમો અપનાવવા એક સ્ત્રી માટે ઘણાં અઘરા છે. પણ ભગવાને સ્ત્રીમાં એવા ગુણો આપ્યા છે કે તે દરેક જગ્યાને , દરેક વ્યક્તિને મનગમતી કરી લે છે.
દરેક લોકોની પસંદ પણ અલગ હોય છે. કોઈને દેશી ભોજન ભાવે તો કોઈને ફાસ્ટ ફૂડ. કોઈને એસી વગર નિંદર ન આવે તો કોઈને એસીમાં શરદી થઈ જાય. પણ જીવનમાં આવતી દરેક પરિસ્થિતિને પહોંચી વળવા એક સ્ત્રી સક્ષમ છે. એટલે જ કહેવાયું છે કે...
"નારી બે કુળને તારે છે."
"નારી તું ના હારી."
