અશ્ક રેશમિયા

Children Inspirational

3  

અશ્ક રેશમિયા

Children Inspirational

સસાશી

સસાશી

6 mins
7.4K



બે મિત્રો હતા. એકનું નામ પ્રિન્સ અને બીજાનું નામ પ્રિયાંક. બંને મિત્રો વાતો કરતાં–કરતાં નિશાળે જતાં હતાં. એવામાં તેમની બાજુમાંથી સસાશી... સસાશી... સસાશી... ની હુળવી બૂમ પાડતી એક છોકરી પસાર થઈ. પેલા બંને મિત્રોને નવાઈ લાગી. સસાશી શું છે! એ જાણવાની જિજ્ઞાસા થઈ. બંનેએ એકસાથે ‘સશાશી’ની ધૂન ગણકારતી છોકરીને જોરથી બુમ પાડી.

છોકરીનું નામ પૂજા હતું. પોતાની નામની બુમ સંભાળીને એ સરરરર ...... કરતી બંને મિત્રો જોડે આવીને ઉભી રહી ગઈ. બંનેએ એક સામટો સવાલ કર્યો; ‘અલી પૂજા, આ સસાશી શું છે?’ પૂજા આનંદ માં આવી ગઈ. ખુશ થતા એ બોલી; ‘અરે ભાઈઓ, આતો મારી વાર્તા નું નામ છે.’

‘વાર્તાનું નામ? આવું તે કઈ વાર્તાનું નામ હોતું હશે.’ બન્ને અચરજથી પુછવા માંડ્યા.

‘હાસ્તો વળી! પછી લહેકાથી આગળ બોલી મારી વાર્તાના નામ તો હજુ પણ સુંદર અને રમુજી છે તમે સંભાળશો વિચારતા થઇ જાશો,વિચારતા?’

‘અમારે નથી સાંભળવા બીજા નામ. આ સસાસીની વિગત જણાવ એટલે બસ. પ્રિન્સે અધીરાઈથી પૂછ્યું

એટલામાં શાળાનો ઘંટ વાગ્યો. ત્રણેય એકમેકની સામે જોવા લાગ્યા. મનમાં સશાશી ની ધૂન રટતા પ્રિન્સ અને પીયાંક પ્રાર્થનામાં ગયા. પ્રાર્થના કર્યા બાદ વર્ગમાં ગયા. સાહેબ આવ્યા. ભણાવવા માંડ્યું. પણ બેમાંથી એકેયનું મન ભણવામાં લાગ્યું નહી. એમના મનમાં તો સશાશી ના ભણકારા જ વાગતા હતા.

રીશેષ પડતા જ બન્ને ભુખ-તરસને વિસરીને પૂજાએ બતાવેલા લીમડાના ઝાડ નીચે આવી બેઠા. થોડીવારમાં પૂજા પણ આવી ગઈ.

પૂજાના હાથમાંથી નાસ્તાનો ડબ્બો ઝૂંટવતા પ્રિન્સ બોલ્યો;

‘પૂજા, નાસ્તાને માર ગોળી અને અમને ઝટ વાર્તા કહે.’

લીમડાના ઝાડ નીચે બેસતા પૂજા બોલી;

‘શાંતિ રાખ, ભાઈલા, શાંતિ..આજે વાર્તા કહીશ એટલે તમે પણ ‘સશાશી સશાશી’ કરતા થઇ જાશો.’

જલ્દી પુજા. હવે ધીરજ ખમાતી નથી. આજે તો ભણવામાં પણ મન લાગ્યું નહી .ઝટ કર નહી તો પાછું ભણવાનું બગડશે.

પૂજાની બાજુમાં જગ્યા લેતા પ્રિયાંકે પણ એમાં હા ભણી.

‘અઓહો ..વાર્તા સાંભળવાની આટલી તાલાવેલી?’ ખડખડાટ હસતી એ બોલી.

પછી પ્રિન્સ અને પ્રિયાંકના ગાલ પર ટપલી મારતા બોલી; 'દોસ્ત વાર્તાનો જાદુ જ એવો છે કે તમે એને પુરેપુરી સાભળો નહી ત્યાં સુધી ચેન જ ન વળે..અન્ય કામમાં મન પણ ના લાગે.’

તો સાંભળો; પૂજાએ વાર્તા કહેવા માંડી..

પેલા બંને સરવા કાને સાંભળવા લાગ્યા.

એક હતી નદી. એમાં બારેમાસ ભરપુર પાણી વહે. નદીને કિનારે આંબલીના ઘટાદાર ઝાડ હતા. એક આંબલીના વિશાળ થડમાં નાનું સરખું બખોલ. એ બખોલમાં રહે એક સસલું.

એ રોજ સાવારે વહેલું ઉઠે. સૂરજદાદાને નમન કરે. કલકલ કરતી વહેતી નદીનું સુંદર સંગીત માણે. પક્ષીઓના સુમધુર ગીતો સાંભળે. લીલાછમ્મ ઘાસ પર આમતેમ દોડી હળવી કસરત કરે. પછી સુર્યના કોમળ તડકામાં નહાય.

આમ કરતા ભોજન વેળા એ કિનારાનું તાજું અને કૂણું- કૂણું ઘાસ ખાતું, નદીનું સ્વચ્છ નીર પીતું. રાત્રે ઈશ્વર સ્મરણ કરીને સુઈ જતું. એ તાજુમાજું થઇ આનંદથી જીવતું હતું.

પૂજા વાર્તા કહેવામાં ઓતપ્રોત હતી ને પ્રિન્સ –પ્રીયાંક સાંભળવામાં મશગુલ હતા.

વાર્તા આગળ ચાલી:

એક દિવસ કુણા કુણા ઘાસ પર નાચતું-કુદતું સસલું આનંદમાં આવી ગયું. ગેલમાં ને ગેલમાં એ બખોલથી દુ..ર ચાલ્યું ગયું. બપોર વીતી જવા છતાય એ બખોલમાં પાછું આવી શક્યું નહી. આ બાજુ ક્યાંકથી રખડતું-રખડતું એક શિયાળ આવી પહોચ્યું. તે બખોલ જોઈ લીલાછમ્મ ઘાસ પર નાચવા લાગ્યું. પછી નદી નદીનું નિર્મળ નીર પી ને બખોલમાં ભરાઈ બેઠું.

બપોર થવા છતાય કોઈ આવ્યું નહી એટલે તેણે તો બખોલને પોતાની કરી લીધી. જમ્યા પછી એ બખોલમાં નિરાંતે ઉંઘી ગયું.

સાંજ થવા આવી હતી. સસસલાને ભાન થયું કે પોતે બખોલથી દૂર આવી ચડ્યું છે. તો એણે ઘર તરફ જવા માટે દોટ મુકી. આવીને જુએ છે તો બખોલમાં શિયાળ શાંતિથી નીંદર માણી રહ્યું છે. સસસલાએ મનમાં વિચાર કર્યો..; ‘અતિથી તો દેવ ગણાય. એને આમ કાઢી મુકવું એ મહેમાનનું અપમાન થાય. ભલેને બિચારું થોડીવાર આરામ કરી લે. જાગશે એટલે પોતાની મેળે ચાલ્યું જશે.’ આમ વિચારી સસલું તો નદીના નીરને નિહાળતું, પક્ષીઓંના સુમધુર ગાન સાંભળતું રહ્યું. આમને આમ રાત પડી ગઈ. સસલું દ્વાર પર શિયાળના બહાર આવવાની રાહ જોતું બેસી રહ્યું. ને શિયાળ અંદર ઘસઘસાટ ઊંઘતું રહ્યું. આમ કરતા સવાર પડી ગઈ.

સસલું તો પોતાની મસ્તીમાં રોજીંદી ક્રિયાઓ કરવા લાગ્યું. શિયાળ ક્યાંકથી ખોરાક શોધી લાવીને પાછું બખોલમાં ભરાઈ ગયું. આમ કરતા-કરતા ચાર-પાંચ દિવસ વીતી ગયા. શિયાળ તો બખોલનું માલિક બની બેઠું.

હવે સસલાથી રહેવાયું નહી. એણે કહેવા માંડ્યું; ‘પ્રણામ શિયાળભાઈ, મારી મહેમાનગીરી માણી લીધી હોય તો હવે વિદાય થાઓ. બખોલની બહાર રહીને હવે મને અકળામણ થાય છે.’

આ સાંભળીને શિયાળ ગુસ્સાથી લાલચોળ બની ગયું. તે બોલ્યું; ‘જા,જા, કેવું તારું ઘર ને કેવી તારી વાત? આ તો મારું ઘર છે. વર્ષોથી હું અહિયા જ રહું છું. વળી જરા બહાર નજર કરી બોલ્યું; ‘એય સસલડા, ચાલ ભાગ અહીંથી. બીજીવાર મારા ઘરને તારું ઘર કહેવાની હિમ્મત કરી છે તો તારા હાડકા જ ભાંગી નાખીશ હાં.’

શિયાળનું ઉગ્ર રૂપ જોઈ સસલું તો બિચારું ડઘાઈ જ ગયું. છતાંય એણે કાકલુંદીભર્યા અવાજે કહેવા માંડ્યું; ‘શિયાળભાઈ, મેં તમને મહેમાન સમજીને આટલા દિવસ રહેવા દીધા એનો આવો બદલો વાળો છો? મહેરબાની કરીને મારા ઘરના માલિક ના થાઓ. ને મારું ઘર મને હવે આપી દો.’

હવે શિયાળે જોયું કે સસલું બી ગયું છે તો એથી એણે ધાક જમાવવા માંડી. ફરી એ ગુસ્સે થઈને બોલ્યું; ‘અલ્યા,સસલાં? શું કામ મને હેરાન કરે છે? જા ભાગી જા. નહિ તો આ નદીમાં ફેકી દઈશ ને તો તારો પતોય નહી જડે.’

સસલું પણ હવે ગુસ્સે ભરાયું. હતી એટલી બધી જ હિમ્મત ભેગી કરીને એ કહેવા માંડ્યું; 'સાલા શિયાળવા..હેરાન તો તું મને કરે છે મારા ઘરમાં ઘૂસીને...’એ આગળ બોલે એ પહેલા જ બાજુના ઝાડ ઊપર ખળભળાટ થયો. થોડીવારે એમાંથી અવાજ આવ્યો; ‘એલાં, કોણ ઝગડે છે?

શિયાળ અને સસલાએ અવાજ ભણી નજર ફેરવી.જુએ છે તો ઝાડની ટોચે એક છોકરી બેઠી છે. એનું નામ સાવની. ભણવામાં હોંશિયાર સાવનીને જંગલમાં ઘૂમવાનો જબરો શોખ હતો. એ બહાદુર પણ હતી. જંગલમાં તરુવરની ટોચે બેસીને જાત-જાતના અવાજમાં બુમો પાડવાની એને મજા આવતી. એ કોઈને અન્યાય થવા નહોતી દેતી.

સાવનીને જોઈને શિયાળ ગભરાયું. ને સસલામાં થોડી હિમ્મત આવી. એણે હાથ જોડીને સાવનીને પાસે બોલાવી. સાવની નજીક આવી એટલે શિયાળ બીકનું માર્યું બખોલમાં ઘુસી ગયું. સસલાએ બનેલી હકીકત સાવનીને કહી સંભળાવી. એ પણ શિયાળ પર રોષે ભરાઈ. એ મોટેથી બોલી; ‘પારકાના ઘરમાં ઘુસી જતા તને જરાય શરમ ના આવી. હવે બહાર નીકળ. કેમ કરીને નીકળે છે હું તને જોઉં છું.’

આમ કહીને સાવની અને સસલું બંને બખોલની બહાર બે-દિવસ બેસી રહ્યાં. શિયાળ માંય ને માંય ભૂખે ભેગું વળતું હતું. તેને લાગ્યું હવે બખોલ છોડ્યા સિવાય આરો નથી. એટલે બીજા દિવસે સવારમાં ધીમાં સાદે બોલ્યું; ‘સસલાભાઈ, મને માફ કરી દો. તમારું ઘર હવે તમને પાછું આપું છું. મને જવા દો.’ વચમાં જ સાવની બોલી; ‘સાલા, તને આમ સાવ થોડો જવા દઈશું? તે સસલાને બહું પરેશાન કર્યો છે તેની સજા તો તારા પર સવારી કરીને હું લઈશ.’

આ સાંભળીને શિયાળ ગભરાયું. બખોલમાં વધારે લપાયું. થોડીવારે એ ગભરાયેલા સાદે બોલ્યું; 'બેન મને જવા દો. હું તમારી બંનેની માફી માગું છું અને હવેથી આવી રીતે કોઈનાય ઘરમાં નહી ઘુસુ. અને વિના વાંકે કોઈને હેરાન નહી કરું એની પાક્કી ખાતરી આપું છું.’

સસલું અને સાવની ખુશ થયા. છતાંય શિયાળને પાંસરું કરવા બનાવટી રોષ કરીને ધમકાવવા માંડ્યું. સસલાએ કહ્યું: 'શિયાળ, તારે ઘર જોઈતું હતું ને. બેટા હવે અંદર જ ભૂખે મર! તને હવે બહાર નહી નીકળવા દઉં.’

સાવાનીએ પણ કહ્યું. ‘એલા..શિયાળ! તને બહાર તો નીકળવા દઈશ પણ બહુ દિવસથી મેં કોઈ પ્રાણીની સવારી નથી કરી એટલે તારા પર સવારી તો કરીશ જ.’

વાર્તા આગળ ચાલતી રહી અને પ્રિન્સ તથા પ્રિયાંક સરવા કાને સાંભળતા હતા.

સાવનીના મોઢે સવારીની વાત સાંભળીને શિયાળ ધ્રુજવા લાગ્યું. તે આજીજી કરતા બોલ્યું; ‘માં-બાપ, મને છોડી મુકો. હવે હું સસલાને કે અન્યને ક્યારેય હેરાન નહી કરું. મને જવા દો..મને જવા દો....’ કરતું એ રડવા લાગ્યું.

સસલાને અને સાવનીને શિયાળ પર દયા આવી. સાવનીના કહેવાથી સસલાએ શિયાળને બહાર આવવા કહ્યું. શિયાળ બીતું-બીતું બહાર આવ્યું. સાવનીને સવારી કરાવવાના વિચારથી થથરવા લાગ્યું એણે લાગ્યું. એણે શાંત પાડવા સાવની બોલી; ‘ભાઈ,શિયાળ! સસલાને હેરાન કરવા નીકળ્યો’તો ને તું જ હેરાન થઇ ગયો ને? જા, હવે કોઈને હેરાન કરતો નહી.’

મોતના મુખમાંથી બચેલું શિયાળ ઊભી પૂંછડી એ ભાગ્યું.

સસલાએ સાવનીનો આભાર માન્યો. અને બંને પોતપોતાના કામે વળગ્યા.

પૂજાના મોઢે આવી રસાળ વાર્તા સાંભળીને પ્રિન્સ અને પ્રિયાંક આનંદની કીકીયારીઓં પાડતા નાચવા લાગ્યા.

એ જ વેળાએ પ્રિયાંકના મનમાં સવાલ ઉઠ્યો. પૂજા આવી વાર્તા ક્યાંથી વાંચી લાવતી હશે? પોતે પણ હવેથી રોજ આવી વાર્તા વાંચી આવશે એવું મનમાં નક્કી કર્યું. ને પછી એણે પૂજાને પૂછ્યું;

‘પૂજા એ કહીશ કે તું આવી વાર્તા ક્યાંથી વાંચે છે..’

આ સાંભળીને પૂજા લીમડાના ઝાડને ચક્કર મારતી હસવા લાગી. ને પ્રિયાંકના બેય ગાલે ટપલી મારતા બોલી; ‘બુદ્ધુ!મેં વાંચી નથી, પણ મારા દાદાજી રોજ રાત્રે મને આવી વાર્તાઓ કહે છે.’

‘દાદાજી!? દાદાજી વળી કોણ?’ સાવ અજાણ પ્રિયાંકે સવાલ કર્યો..

‘અરે ગાંડા દાદાજીને તું નથી ઓળખતો’ પ્રિન્સે આશ્ચર્યથી કહ્યું.

’પૂજા, આ દાદાજી ક્યાંથી આવે છે ને એ તારા શું થાય છે એ તું મને જણાવશે?’ જીજ્ઞાશાવશ પ્રિયાંકે પૂછ્યું.

પ્રિન્સ અને પૂજાને ખબર પડી કે પ્રિયાંક ખરેખર ‘દાદાજી’થી અજાણ છે. એટલે એણે કહેવા માંડ્યું; 'પ્રિયાંક, દાદાજી આપણા ઘરમાં જ હોય. એ આપણા દાદાજી થાય. આપણા પપ્પાના પપ્પા એટલે આપણા દાદાજી અને પપ્પાની મમ્મી એટલે આપણા દાદીજી.’

માથું ખંજવાળતા પ્રિયાંકે ઉભરો ઠાલવ્યો; ‘પણ પ્રિન્સ-પૂજા! મારા ઘરમાં તો મમ્મી-પપ્પા સિવાય કોઈ છે જ નહી.

એટલામાં ઘંટ વાગ્યો..

‘સસાશી..સસાશી..સસાશી..’ કરતા ત્રણેય મિત્રો વર્ગ તરફ ઉપડ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Children