સરનામું.
સરનામું.
સરનામું
પોસ્ટમેન દરવાજે આવ્યો.
"તમારા નામે એક પત્ર."
પોસ્ટ કાર્ડ પર ઓળખીતા અક્ષર હતા . તે અનુ ના હાથે મરોડદાર અક્ષરે સરનામું લખાયેલ પોસ્ટ કાર્ડ હતું.
આશ્ચર્ય થયું ! અનુ ના તો પાંચ વર્ષ પહેલાં તો લગ્ન થઈ ચુક્યા હતા.
કંપતા હાથે પોસ્ટ કાર્ડ ઉલટાવી વાંચવા લાગ્યો .
માત્ર ત્રણ લીટી લખેલી હતી—
"હું તને ક્યારેય મેળવી ન શકી... અને ક્યારેય ભૂલી પણ ન શકી.
જો આવતા જન્મમાં સરનામું બદલાય, તો, પણ આ પત્ર પાછો મોકલતો નહીં."
તે હસ્યો...
અને વર્ષો પછી પહેલી વાર, મન મૂકી ચોધાર આંસુડે રડી પડ્યો.
