Jyotindra Mehta

Inspirational Others

3  

Jyotindra Mehta

Inspirational Others

સપનાનું વાવેતર

સપનાનું વાવેતર

8 mins
813


રજતે કહ્યું પપ્પા 'પ્લીઝ મને ગ્રુપ સાથે જવા દોને. તમે કહી હતી તે કોલેજ જોઈન કરી ને, તમે કહો છો એટલુંજ કરું છું ને, તો મારી આ એક વાત માનો ને.' ત્યાં હાજર મનસ્વીએ કહ્યું 'ખબરદાર જો તમે આને પરમિશન આપી છે તો. આમ ને આમ લાડમાં બગાડી દીધો છે દીકરાને . ૧૦મીમાં તો કઈ ઉકાળી શક્યો નથી અને માંડ કોમર્સમાં એડમિશન મળ્યું છે ને હવે ભણવામાં ધ્યાન આપવાને બદલે ભાઈસાહેબ કહે છે રોક બેન્ડ જોઈન કરવું છે અને બહાર શો કરવા જવું છે. ના ભાળ્યો હોય તો મોટો સંગીતઘરણાવાળો, તારા બાપાએ કોઈ દિવસ હાથમાં ગિટાર પકડ્યું છે ?' તેણે આગળ કહ્યું 'આ તમારા નપુંસક જેવા સ્વભાવને લીધે છોકરો હાથથી જશે , ૧૦મીમાં ચાર ધોલ જમાવી હોત તો ૮૦ % લાવ્યો હોત . આ ૫૬ % લાવીને બેસી ગયો, સાયન્સને બદલે કોમર્સમાં એડમિશન લેવું પડ્યું. રોકબેન્ડ ભૂલી જા અને ભણવામાં મન ન લાગતું હોય તો કહે તારા મામાને કહીને ક્યાંક નોકરીએ વળગાડી દઉં. એક તો ઘરમાં કડકાઈ ચાલે છે ને પાછા નવા ખર્ચા ઉભા કરે છે. જા હવે રૂમમાં જઈને બેસ જમવાનું બની જશે એટલે બોલાવી લઈશ. રજત પગ પછાડતો પોતાના બેડરૂમ તરફ નીકળી ગયો અને મનસ્વી રસોડામાં. આ તેમના ઘરનો રોજિંદો સીન હતો .

સમરપ્રતાપ માથે હાથ દઈને બેસી ગયો, તેને ખબર પડતી ન હતી કે શું કરવું . તેની આંખમાંથી બે આંસુ સારી પડ્યા. સમરપ્રતાપ ફક્ત નામથીજ સમરપ્રતાપ હતો બાકી સ્વભાવે એકદમ કૂણો. બધા સાથે શાલીનતાથી વર્તે, કોઈની સાથે ઊંચા અવાજે વાત ન કરે. તેના આ નરમ સ્વભાવે જેટલો જશ મેળવી આપ્યો હતો એટલો જ અપજશ. કોઈ કહેતું સમરભાઈ બિચારા સારા સ્વભાવના છે તો કોઈ કહેતું ભાઇમાં મોઠું જ નથી. જે તેને સરસ સ્વભાવનો કહેતું તે પણ તેના નામ સાથે બિચારાનું છોગુ ઉમેરતું. લગ્ન થયા બાદ તેણે પત્નીને હાથમાં રાખી હતી.


મનસ્વીનો સ્વભાવ એકદમ કડક અને ઉપરથી શાલીન પતિ, તેણે આખા ઘરનો કારભાર પોતાના હાથમાં લઇ લીધો. તે કહે એટલું જ ઘરમાં થતું. નરમ સ્વભાવના લીધે સમારના ભાગે શોષવાનું જ આવતું. તેને ઘણીવાર લાગી આવતું અને પત્નીને કઈ કહેવાનું મન થતું પણ મનસ્વીને ખોટું લાગશે તે વિચારે કઈ કહેતો નહિ. મોડી રાત સુધી ઝગડો ચાલતો રહ્યો પછી માંડ સમરે તેને સમજાવીને શાંત કરી. મનસ્વીના ક્રોધનું એક કારણ સમરની ઓછી આવક પણ હતું. તેની અપેક્ષા વૈભવમાં મહાલવાની હતી તેના સપના મોટા હતા પણ સમર સાથેના લગ્ન પછી તેના આ સપના તૂટી ગયા અને તેના આ તૂટેલા સપનાનો પડઘો તેના બોલવામાં ઘણી વખત સંભળાતો હતો.


બીજે દિવસે રજત ઘરેથી વહેલો નીકળી ગયો. સ્કૂલમાં હતો તે વખતે સ્કૂલની મ્યુઝિક રૂમમાં મુકેલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર હાથ અજમાવતો હતો પણ કોઈ પ્રેરણા ના અભાવે તે તેમાં આગળ વધ્યો ન હતો. કોલેજમાં આવતાની સાથે તેની મિત્રતા પ્રીતમની સાથે થઇ જે શ્રીમંત બાપનો પુત્ર હતો. નાનપણથી તે એવા વાતાવરણ માં ઉછર્યો હતો જેમાં તે કહે એટલું ઘરમાં હાજર થઇ જતું. તેને સંગીતનો શોખ નાનપણથી હતો, તેની અલાયદી મ્યુઝિક રૂમ પણ હતી. કોલેજમાં એડમિશન થયા પછી તેની દોસ્તી સુરજ, રજત, મહેશ અને દિવ્યા સાથે થઇ. થોડાજ દિવસમાં તેમની દોસ્તી ગાઢ થઇ ગઈ. પ્રિતમે રોક ઑન મુવી જોયું અને તેનાથી અંજાઈ ગયો. સુરજ અને દિવ્ય સરસ ગાતા હતા અને મહેશ ગિટાર સરસ વગાડતો હતો તેથી કંઈક જુદું કરવા પોતાનું રોક બેન્ડ ઉભું કરવાનો પ્રસ્તાવ મુક્યો જે રજતને છોડીને બાકી બધાએ સ્વીકારી લીધો. પણ પ્રીતમ હાર માને તેમ નહોતો તે રજતને પોતાના ઘરે લઇ ગયો અને પોતાની મ્યુઝિક રૂમ દેખાડી અને એક વાર ડ્રમ વગાડી જોવા કહ્યું. રાજતે થોડીવાર ડ્રમ વગાડ્યું એટલે પ્રિતમે ફેંસલો આપી દીધો કે તું બેન્ડમાં છે, તું તો જન્મજાત કલાકાર છે.


રજત પણ ઉત્સાહમાં આવી ગયો તેને પણ લાગવા લાગ્યું કે તે રોકબેન્ડનો કલાકાર બની શકે છે. થોડા દિવસ બધાએ પ્રીતમના ઘરે પ્રેક્ટિસ કરી અને પોતાનું એક રોક બેન્ડ બનાવ્યું અને નામ આપ્યું પ્રાઝમ. તેમના ગ્રુપે કોલેજમાં એક કાર્યક્રમ કર્યો જે ખુબ સફળ થયો, આખી કોલેજે તેમને વધાવી લીધા. પ્રાઝમના દરેક મેમ્બરને લાગ્યું કે હવે સફળતા હાથવેંતમાં છે. પ્રિતમે કહ્યું કે 'આપણે બીજા શહેરોમાં આપનો શો કરીયે તો કેવું રહેશે ?' રજતે કહ્યુંહવે ટર્મ એક્ઝામ આવી રહી છે મારા ઘરમાંથી તો પરમિશન નહિ મળે.' પ્રિતમે તેને ટોણો મારતાં કહ્યું 'કેવા સડેલા છે તારા મમ્મી પપ્પા તું મોટો રોકસ્ટાર બનવા જઈ રહ્યો છે અને તને આ ફાલતુ ભણતર પાછળ બનવા નહિ દે. તેમને તારી ઈચ્છાનું કોઈ માન નથી કે શું ? સચિન તેંડુલકરના માતા પિતાએ જો કહ્યું હોત કે પહેલા એક્ઝામ આપ અને પછી ક્રિકેટ રમજે તો શું ભારતને સચિન મળ્યો હોત કે ? તું તારા મમ્મી પપ્પાને કહે કે કંજુસી છોડે આપણે બીજા શહેરોમાં શો કરવા જઈ રહ્યા છીએ અને તે હિટ થશે એટલે લાખોમાં કમાઈશું અને જો બકા આ મારી તને છેલ્લી વોર્નિંગ છે હવે હું તારી પાછળ એક પણ રૂપિયો નહિ ખર્ચુ અને તારે ગ્રુપમાં રહેવું હોય તો ખર્ચો કરવો પડશે નહિ તો શોમાં જે પૈસા મળશે તેમાં ભાગ નહિ આપું, નહિ તું રહેવા દે તારાથી નહિ થાય તું ગ્રુપ છોડી દે હું કોઈ બીજાને ગોતી લઈશ.'


રજત સમસમી ગયો. તેને પહેલી વાર પોતાના પિતાની ઓછી કમાણી પર અફસોસ થયો પણ તે પ્રત્યક્ષમાં બોલ્યો 'મેં એવું ક્યાં કહ્યું કે પૈસા નહિ ખર્ચુ મેં તો ફક્ત એક્ઝામની વાત કરી.' પ્રિતમે ખભા ઉલાળ્યા અને કહ્યું 'પૂછી જો તારા બાપ ને બાકી અમે તો જવાના છીએ, ઘણા બધા લોકો આપણું ગ્રુપ જોઈન કરવા તત્પર છે , તારા એકના જવાથી મને કોઈ ફરક નહિ પડે.'


સવારે રજત કોલેજ વહેલો પહોંચી ગયો ત્યારે ત્યાં તેની મુલાકાત મહેશ સાથે થઇ. મહેશે પૂછ્યુંશું ડાર્લિંગ મળી કે તારા બાપની પરમિશન ?' રજતે ચેહરા પર હાસ્ય લાવતા કહ્યું 'ન શું મળે ? બાપે પરમિશન આપી દીધી આપણે શું ઓછા છીએ. ખાલી પરમિશન જ નહિ પણ વીસ હજાર પણ આપશે. મેં મોઢેમોઢ પરખાવી દીધું ટુર પરથી આવીશ એટલે વ્યાજ સાથે પાછા આપી દઈશ.' મહેશે બધા આવ્યા પછી બધાને આ ખુશખબરી આપી દીધી. બપોરે રાજાર કોલેજમાંથી ગુલ્લી મારીને પોતાના પપ્પાની ઓફિસે ગયો. ત્યાં જઈને તેમને કહ્યું 'મારે તો રૉકટુર પર જવું જ છે અને તમારે તે માટે મને વીસ હજાર આપવા પડશે અને તમે નહિ આપો તો તમને અફસોસ થશે કે દીકરાની છેલ્લી ઈચ્છા પણ પુરી ન કરી શક્યા.' સમર થોથવાઈ ગયો તેના દીકરાએ છુપી રીતે આત્મહત્યાની ધમકી આપી હતી. તેણે રજતને સમજાવવાની કોશિશ કરી જોઈ પણ રજત ટસનોમસ ન થયો. તે જુદા જુદા સફળ ખેલાડીઓના અને કલાકારોના ઉદાહરણ આપતો રહ્યો. છેલ્લે દીકરાના પ્રેમ ખાતર તેણે રજતને પ્રોમિસ કર્યું કે તે ક્યાંકથી વીસ હજાર રૂપિયાની વ્યવસ્થા કરી દેશે. પણ સાથે સાથે તેણે રજતને તાકીદ કરી કે તે તેની મમ્મીને આ વાત ન કરે.


રજત ખુશી ખુશી કોલેજ જવા નીકળી ગયો. સમર વિમાસણમાં પડી ગયો. મહિને સાત હજાર કમાતી વ્યક્તિ માટે આ રકમ મોટી હતી. છેલ્લે તેણે પોતાના પ્રોવિડંડ ફંડમાંથી આ રકમની વ્યવસ્થા કરી. અઠવાડિયા પછી તેણે વીસ હજારની રકમ રાજતના હાથમાં મૂકી અને કહ્યું 'આ રકમ મેં કેવી રીતે એકઠી કરી છે તે મારુ મન જાણે છે તેથી ફાલતુ ખર્ચ કરતા પહેલા બે વાર વિચાર કરજે.' રાજતે કહ્યું 'શું પપ્પા આ વીસ હજાર જેવી ફાલતુ રકમ માટે ભાષણ ઠોકો છો, જસ્ટ ચીલ' એમ કહીને વચ્ચેની બે આંગળી વાળીને અને પહેલી અને છેલ્લી બે આંગળી ઉભી કરીને એક્શન કરી. સમારના ચેહરા પર વિચિત્ર ભાવ હતા જેને હાસ્ય અને કરુણા મિશ્રિત ભાવ કહી શકાય.


સમરે સાંજની તૈયારી કરી લીધી હતી તેને ખબર હતી કે સાંજે મનસ્વી દીકરાને આપેલી પરમિશન માટે કાગારોળ મચાવશે અને સાચેજ ઘરમાં ધમાલ મચી, મનસ્વીનો ક્રોધ ભભૂકી ઉઠ્યો, સમરે માંડ તેને સમજાવીને શાંત કરી. સવારે રજત ઘરેથી નીકળતો હતો તે વખતે મનસ્વીએ તેને પાસે બોલાવ્યો અને હાથમાં છુપાવી રાખેલા ચાર હજાર રૂપિયા તેના હાથમાં મુખ્ય અને કહ્યું રાખ તારી પાસે તને જરૂર પડશે, આ મેં ઘરખર્ચમાંથી બચાવેલા પૈસા છે. રજત તેની મમ્મીને વળગી પડ્યો અને કહ્યુંયુ આર ઓસમ યો એમ કહીને આંગળીની એક્શન કરી.


પ્રાઝમની યાત્રા એટલી સફળ ન રહી. ખોબા જેવડા કોલેજની સફળતાએ જે નશો ચડ્યો હતો તે ફટાફટ ઉતારવા લાગ્યો. ૬ મહિનાના પ્રવાસને અંતે બધાને સમજાઈ ગયું કે સફળ રોકબેન્ડ બનાવવું એ આસાન નથી અને બધાએ પાછા ફરવાનું વિચાર્યું. રજતને છોડીને બાકી કોઈને આ વાતનો અફસોસ ન હતો કારણ તેમના માટે આ એડવેન્ચર હતું જયારે રજત માટે ચોવીસ હજારનું નુકસાન અને તેનાથી મોટી વાત એ હતી કે હવે ઘરે શું કહેશે, ૧૧ માની વરસ ઓલમોસ્ટ બગડી ગયું હતું.


રજત જયારે ઘરે પહોંચ્યો ત્યારે સમરને વળગીને ખુબ રડ્યો અને કહ્યું પપ્પા હું હારી ગયો. સમરે તેનો ગાલ થપથપાવતા કહ્યું 'દીકરા જ્યાં સુધી તું જીતે નહિ ત્યાં સુધી હાર ન માનીશ. અને હજી એક વાત કહી દઉં કે શોખ અને વળગણ અથવા તમે શું કહો તેને પેશન તે બંનેમાં બહુ મોટો ફરક છે. સંગીત તારો શોખ હતો પેશન નહોતો. કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા પ્રતિભા અને પેશન બંને જોઈએ. પેશનને તમે વ્યવસાયમાં પલ્ટી શકો શોખને નહિ . જો મને લખવાનો શોખ છે પણ તે મારુ પેશન નથી. મારી વાર્તાઓ ફેસબુક અને વેબસાઈટમાં નિયમિત રીતે આવે છે અને લોકો તેની તારીફ પણ કરે છે પણ જો હું પોતાને લેખક સમજીને નોકરી છોડીને લેખન પાછળ સમય આપું તો આ ઘર કેવી રીતે ચાલે. લેખન માટેનું ગાંડપણ મારામાં નથી અને તે સત્ય મેરેજ સમજવું રહ્યું. ચાલ જવા દે તે ફક્ત ૬ મહિના ગુમાવ્યા છે અને મેં વીસ હજાર, કોઈ ચિંતા નહિ. તારામાં જો પ્રતિભા હોય તો પહેલા તારે તેને નિખારવી જોઈએ અને પછી સાહસ કરવું જોઈએ.


હવે તું મને કહે તમે જે જે શહેરમાં ગયા ત્યાં તમારી દિનચર્યા શું હતી. પિતાજીના સાંત્વના ભર્યા શબ્દો સાંભળીને રજત હળવોફૂલ બની ગયો હતો તેણે કહ્યું 'અમે દિવસે શહેરમાં ફરતા અને રાત્રે શો કરતા.' સમરે કહ્યું 'આ જ વાત બતાવે છે તમારા ગ્રુપમાં પેશન નહોતું, તું જે તેંડુલકરનું ઉદાહરણ આપે છે તે તને ખબર છે સોળ સોળ કલાક ક્રિકેટની પ્રેક્ટિસ કરતો. તને હું એમ નથી કહેતો કે સંગીત છોડી દે પણ પહેલા તારું ગ્રેજ્યુએશન પૂરું કર. કારણ ભણતર તને ત્યારે તને કામમાં જરૂર આવશે જયારે તું કોઈ ક્ષેત્રમાં અસફળ થઈશ, તેના બેસ ઉપર તું ફરીથી ઉભો થઇ શકીશ. તારે સંગીતના ક્લાસ જોઈન કરવા હોય તો છૂટ છે, તારે તેમાં કારકિર્દી બનાવવી હોય તો મંજુર પણ તે માટે તારામાં પેશન છે કે નહિ તે તપાસ, પછી આગળ વધ. અને દોસ્તી એવા મિત્રોની કર જે તને આગળ વધવામાં મદદ કરે નહિ કે પોતાની પાછળ ખેંચી જાય.


તેજ વખતે મનસ્વી રસોડામાંથી બહાર આવી અને બરાડી ઉઠી 'તમે આને વીસ હજાર રૂપિયા આપ્યા હતા ? તમને કઈ ભાન પડે છે. સમરે પોતાનો હાથ ઊંચો કર્યો અને કહ્યું ગાંડી શાંત થઇ જા જો દીકરો સાચા રસ્તે વળતો હોય તો તે ખોટનો સોદો નથી અને તને એક વાત કહેવાની રહી ગઈ મારી કામ પ્રત્યેની લગન જોઈને મને મેનેજરની પોસ્ટ પર પ્રમોટ કરવામાં આવ્યો છે અને હવે મારો પગાર પચીસ હજાર થઇ ગયો અને કાલે એક ગાડી પણ આપવામાં આવશે. મનસ્વીએ કહ્યું 'હે હે આવા સારા સમાચાર તમે મારાથી છુપાવી રાખો છે. રજત જા બજારમાંથી જઈને પેંડા લઇ આવ પેલી શીતલને ખવડાવીને આ સમાચાર આપીશ પછી જોઇશ તેનો પડેલો ચેહરો બહુ હોશિયારી મારતી હતી કે મારા પતિનો પગાર વીસ હજાર છે અને હું ચાલી રસોડામાં લાપશી મુકું છું બીજું કઈ ભાવતું ખાવું હોય તો કહો એમ કહીને તે નીકળી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational