Varsha Bhatt

Inspirational

2  

Varsha Bhatt

Inspirational

સપનાંઓ અને સફળતાની ભાગીદારી

સપનાંઓ અને સફળતાની ભાગીદારી

1 min
127


જીવનમાં બધાં જ લોકોનાં કોઈને કોઈ સપનાંઓ હોય છે. દરેકને સપનાં જોવાનો અધિકાર છે પણ એકલાં સપનાંઓમાં વિહરવાથી સપનાંઓ પુરા નથી થતાં તેનાં માટે એક ધ્યેય હોવું જોઈએ. ધગશ, મહેનત કરવી પડે. તો જ સફળતા મળે છે.

કોઈને ડોકટર બનવું છે, તો કોઈને લેખક, તો કોઈને અભિનેતા આમ દરેક લોકો પોતાનાં સપનાંઓને લઈને સિરિયસ હોય છે. પણ ખુદને ભૂલીને તનતોડ મહેનત કરવી પડે છે. ગમે તેટલી મુશ્કેલીઓ આવે પણ અડગ વિશ્વાસ અને મહેનતથી તેની પાછળ પડવું પડે છે. તો કોઈપણ તમને સફળતા મળતાં કોઈ રોકી નહીં શકે.

આમ, સફળતા એમ જ નથી મળતી સાથે સાથે ખુલ્લી આંખે જોયેલા સપનાઓને પુરા કરવાં ભાગીદારી નોંધાવી જ રહી.

અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, જેવાં લોકોએ પોતપોતાનાં ક્ષેત્રમાં આગળ વધવા માટે ઘણાં સપનાંઓ જોયાં હશે પણ સાથે સાથે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હશે ત્યારે તેઓને સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો છે. તો આપણાં જીવનમાં પણ સપનાંઓ અને સફળતાની ભાગીદારી જરૂરી છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational