સફળતાનું રહસ્ય
સફળતાનું રહસ્ય
કમલેશભાઈ આજે નિવૃત જીવન ગાળે છે. તે પોતાના જીવનમાં ખૂબ સિદ્ધિ હાંસલ કરી. તેમના નામે અત્યારે પાંચ કંપનીઓ છે. અને તેમના દીકરાઓ તેમને સારી રીતે સંભાળી રહ્યા છે. એક દિવસ તેમનાં નાનપણના ગામ કે જ્યાં તેઓએ બાળપણ પસાર કર્યું હતું. ત્યાં તેમનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો.
તેમને પૂછવામાં આવ્યું કે તમારાં જીવનની શરૂઆત તમે એકડે એકથી કરી. તમારી પાસે કશું જ ન હતું. આજે આટલી ઊંચાઈ પર છો. તેનું કારણ શું ?
કમલેશભાઈ ઊભા થયા અને બોલ્યા, સફળતા મેળવવા માટે જરૂરી છે સખત મહેનત, બીજાની વાત પર ધ્યાન ન આપવું. પોતાના કામ પ્રત્યે નિષ્ઠા રાખવી. તમને અવશ્ય સફળતા મળશે.
