Shaimee Oza

Inspirational

2  

Shaimee Oza

Inspirational

સફળ થવાની દવા ભાગ 6

સફળ થવાની દવા ભાગ 6

5 mins
975


સફળ થવાની દવા ભાગ 6

" ગત સંપત ફરસા પડે ગયા વળે છે,વહાણ ગત અવસર આવે નહીં ગયા ન આવે પ્રાણ"

આ સુભાષિતમાં કહેવામાં આવ્યું છે. કે ગયેલું કદી પાછું આવતું નથી, એ સમય હોય કે મળેલી એક સુવર્ણ તક હોય તેને પકડવી પડે છે. એને ઝડપી ને તેમાં લાગેલા જ રહેવું પડે છે.કેમકે સમય કમાનમાંથી છુટેલા તીર જેવો હોય છે. કદી પાછો નહીં આવે માટે મિત્રો લડી લો મુસીબતો સામે પછી તક તમને નહીં મળે કાલ પર ન છોડો કાલ ક્યારે નહીં આવે તમારી જે છે,તે આજ જ છે.આપણે ઉધારી ના બોડ મારી દુકાને જીંદગીમાં રોજ ઉધારી રાખીએ આપણે એવા મહાન માણસો છીએ.

પારકી આશા એ પણ ન બેસવું, કોઈ નકકી કરે કે આપણે શું કરવું જે કરવું છે તમે જેમાં કુશળ છો તેમાં સારો એવો દેખાવ કરો. કાગળીયા પરથી નકકી ન કરો. ઉપરવાળો બધા દરવાજા બંધ કરી દે ત્યારે એક દરવાજો ખોલે છે.તે નથી ઇચ્છતો કે એ કરો.તમે એ કરો જેમાં તમને આનંદ આવે તે કરો પૈસા કમાવવા કે કોઇ હેતુથી નહીં મજા કરવા માટે કરો.

સમય કયારે કોઈનો આવતો નથી તેને લાવવો પડે છે, આતો બધી કાયરોની ભાષા છે, શુરવીરની નહીં. કોઈ વાર પાસાં ઉલટા પણ પડી જાય છે.જે થાય તે સારા માટે તેવું સમજીને જો નિ:સ્વાર્થ ભાવે મહેનત કરવામાં આવે તો એનો બદલો ભગવાન આપે જ છે.હું તમને બીજી વાત પણ કહેવા માગું છું બધા કે પોઝીટીવ વિચારો ધ્યેય ઊંચાઈ પર રાખો કંઈ જ થાય આતો તમને પાગલ બનાવવાની ને તમને ખોટા નશામાં ધુત રાખવાની વાતો છે. બીજું કંઈ નહીં.

આવી વાતો જેમકે "સપનાં એ નથી કે જે રાત્રે આવે ઉંઘમાં. સપનાં એ છે જે તમને સુવા ના દે "આ અબ્દુલ કલામએ કહ્યું છે,પણ આ વાક્યનો જે પ્રચાર પ્રસાર થયો છે, તેનો મતલબ પણ એવો ખોટો નીકાળ્યો જેથી માણસ ગાંડો થઈ જાય આ સાંભળી કેમ કે કંઈ સુજે જ નહીં આ સાંભળી શું તંબુરો મહેનત કરે. આ જે ફેકાલેજી જેવી ફિલોસોફી એ લોકોને પાગલ કરી નાંખ્યા. ને માણસને ના મહેનત પર ભરોસો બેસે કે પોતાની જાત પર ને કે પોઝીટીવ વિચારો કરો કયાંથી આવે.એક રસ્તા છોડ્યા નથી તમને હતાશ કરવાના .તમે કરો તો પણ શું કરો.સ્વામી વિવેકાનંદના નામે જે ધંધો થાય બાકી જોવા જેવો થાય તેમના જેવા અડધાય વિચારો ન હોય ને તેમના વરઘોડા કાઢે ને જે એમના વાક્યોનો મતલબ પણ ખોટી રીતે લેવામાં આવે. ઉઠો જાગો ને "ધ્યેય સુધી મંડ્યા રહો".પોતાના જીવનમાં પાછી એક ન હોય આનાથી બીજું શરમજનક શું કહેવાય.

તમે જે કરો તે પોતાની મરજીથી આત્મા ને પુછી ને કરો કે હું જે કરું છું તે બરાબર તો છે ને? તમે જે નક્કી કર્યું છે તે કોઈ પણ હિસાબે કરી નાખવું પછી કદમ ઉપાડયા પછી પાછી પાની ન કરવી. જોવો તમારે તમારી ગણના સફળમાં કરાવવી હોય તો તમારે કંઈ જોઈએ તો જમા કરાવવું પડે છે.એમનેમ કંઈ નથી મળતું સિવાય હતાશા.તમારે મહેનત ના બીજ રોપવા પડે છે. તેને માવજત કરવી પડે છે ત્યારે જ તમને તેના ફળરૂપે પ્રસિદ્ધિ અથવા પૈસા મળે છે, જે જોઇએ તે વાવવું.

કોઇને પુછી કંઈ ન કરો તમે જે કરો છો તે બરાબર છે,તમે તે કરી જ શકશો તેવી હિંમત રાખશો તો મિત્રો તમે અઘરામાં અઘરું કામ પણ કરી શકશો. હિમાલય પણ તમે આસાનીથી ઠેકી જશો આ "લબ્સ"નો આ અનુભવ છે.

જીવનનું બીજું નામ જ સંઘર્ષ છે.આ ન હોય તો જીવનમાં મજા નથી.તમે જેને જેવો તે મુંઝવણ માં હોય છે, મફત માં મળે તેને ભીખ કહેવાય ને સખત પરિશ્રમથી મળે તો તેને ફળ કહેવાય બંનેમાં ફેર એટલો છે, કે સખત પરિશ્રમથી જે મળે તેની મજા જ કંઇ અલગ છે.આમાં ફરક એ છે પેલું મફતનું લાંબા સમય સુધી ટકતું નથી.ને સખત મહેનત થી મળેલું ફળ, પૈસો, કે પ્રસિદ્ધિ હોય તે લાંબા સમય સુધી ટકી રહે છે, તમને શાન્તિ ને ચેનની અનુભવ કરાવે છે.તે પૈસો તમને સારા કામે પણ જાય છે.

નિષ્ફળ માણસ જયાંથી છોડી દે ત્યાંથી જે શરુઆત કરે તેની ગણના સફળમાં થાય, ભાષણો સાંભળવાથી કે બેસી રહેવાથી કંઈ નહીં મળે.જયાં દરેકનું મગજ કામ કરતું બંધ થાય ને ત્યાં આપણું ચાલું થાય. કંઈક કરી બતાવવાની આગ દિલમાં..

તમારે મહેનત તો કરવી જ પડશે પછી ઉપરવાળા પર છોડી દેવું,તનતોડ મહેનત કરો ને જે કરો તેમાં શ્રદ્ધા રાખો તમે કોઇની પુજા ન કરો ભગવાન તમારા દિલ માં જ છે. તેને મંદિર મસ્જીદમાં ના શોધો એ તમારા ભીતર જ છે.તમે જે કરશો તેનું ડબલ આપશે સારુ કર્મ હોય કે ખરાબ કે કરેલું કદી વ્યર્થ જતું નથી આ ભગવાન નો કાયદો છે.તેની નજર આપણી ઉપર 24કલાક હોય જ છે. માટે ઈમાનદારી થી મહેનત કરી ને પછી ઉપરવાળા પર છોડી દેવું.આપણે થોડું માંગીએને ઉપરવાળો દરિયો આપી દે છે સમાવવા.આપણો ભગવાન મહેનત ને માનો આપણી ફરજ છે મહેનત કે આવડત ભગવાન કહે છે તુ મને યાદ તેની સાથે સંઘર્ષ પણ કર તુ ફળની ઈચ્છા ના રાખ હું તને યોગ્ય સમયે આપીશ પણ મફત નો નશો એવો હોય કે કંઈ ન હોય તેમાં તો પણ વ્યક્તિ ઓને ખેંચી જાય. ને લોકો પછી ટુંકા રસ્તા શોધવા માંડ્યા. કોઈનું પડાવવામાં પણ લોકો અચકાતા નથી. લોકો આડાઅવળા કામ કરીને પૈસા પડાવવા લાગ્યા.

જીવનના આ સંગ્રામમાં એજ જીતે છે. જે સાહસી હોય છે, દુનિયા પાગલો જ ચલાવે છેને ડાહ્યા બધાં તો પંચાત માંજ રહી જાય છે. ભગવાન પણ સાહસિકો ની મદદ કરે છે, પેલા નકામા ઓની નહીં.માટે જોખમ ઉઠાવો સતત પ્રયત્ન કરો ભુલો થવાથી ડરશો નહીં. તમને ભુલ માંથી પણ કંઈ શીખવા મળશે. જીવનમાં નાની નાની વાતથી હતાશ થશો નહીં. તમે સીધી રીતે યોગ્ય જગ્યા એ ન આવો તો ઉપરવાળો તમને આવી રીતે નુકશાન કરે છે. ત્યારે તમે એના રસ્તે ચાલો છો. સફળ થવું હોય તો પહેલા નાના કામથી શરુઆત કરીને ધીરે ધીરે મોટા કામ સુધી પહોંચાય છે. તેમાં કેટલાય અડચણો આવે છે. તમે તેને પાર કરી જાવો ત્યારે તમને એક સરસ અડચણ વગરનો રાહ મળે છે. જે તમને મંજીલ સુધી લઈ જાય છે.તમારી મહેનત સાચી હશે તો ભલે તમારો દાવ કરી જાય પણ કોઈ એવો મળી જશે કે તમને તમારી મંજીલ સુધી લઈ જશે, પણ હા કોઈ સ્વાર્થ માટે કે લાલચથી કરશો તો નહીં થાય તે ન્યાય છે.

તમારી મંજીલ એવી પણ હોય છે જેમાં તમારા પોતાના પણ દુશ્મન બની જાય છે. તમે જો નક્કી કર્યું કે તમારે આ કામ કરવું જ છે ને કરી શકશો તો તમારે તે કામ કરી દેવું કોઈ પણ હિસાબે તમે મિત્રો તરી જશો.સાહસ તો કરવો જરુરી છે. તમને કોઈ ભલે ગમે તે કે પણ તમારે કરવું જ છે તો કરી દેવાનું તમે સફળ થઈ જશો.

અત્યારે મોટીવેશનના નામે ધંધો ચાલે લોકો ચકરાવે ચડાવવાનો તમે રસ્તો ભુલી જશો, પછી સમજાશે કે મોડુ થઇ ગયું મારા યાર પછી પાછા આવું પણ મુશ્કેલ બની જાય એવું ન થાય તેની કાળજી રાખવી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational