સોનેરી સપનાં
સોનેરી સપનાં
પતંગિયાની જેમ હસતી, રમતી કેયા કવિતાઓ અને ગઝલોની શોખીન હતી. કોલેજમાં હતી ત્યારે કેટલાય કવિ સંમેલનમાં ભાગ લેતી અને ઘણાં ઈનામો જીતતી. સપનાઓ પૂરા કરવા ઊંચા આકાશમાં ઊડવું એ કેયાની ઈચ્છા હતી.
લગ્ન કરી કેયુરનાં ઘરમાં આવી. સંયુક્ત કુટુંબમાં પોતાનાં શોખ પુરા કરી શકશે કે નહી ! એ કેયાને ચિંતા હતી. પણ અહીં ઘરમાં કેયાની સાથે સાથે તેનાં શોખને પણ અપનાવી લીધાં. સાસુમા તેને ઘરકામમાં મદદ કરતાં જેથી કેયાને લખવાનો સમય મળે. સસરાજી હંમેશા કેયાની કવિતાઓની વાહ વાહ ! કરી તેને પ્રોત્સાહન આપતાં. કેયુરનાં સાથ અને પ્રેમનાં કારણે કેયાને આજે સાહિત્ય અકાદમી દ્વારા મુખ્ય મંત્રીનાં હસ્તે શ્રેષ્ઠ કવિયત્રીનો એવોર્ડ મળવાનો હતો.
સ્ટેજ પર હાથમાં એવોર્ડ લઈ આંખોમાં આંસુ સાથે કેયા પોતાની લખેલી કવિતા ગાય છે.
" ઊડવું હતું મારે આકાશમાં
સપનાઓ પૂરા કરવા....
મળ્યો સાથ હમસફરનો તો
સપનાઓ પૂરા થયાં...
સિંદુર વરણી આભમાં કલરવ
કરતાં પંખીઓ....
નાચું છું મસ્ત બની સોનેરી
ગગનમાં.."
