સંતોષી જીવન
સંતોષી જીવન


કોઈ એક શહેરની વાત છે. ત્યાં ધનપાલ શેઠની એક મોટી દુકાન હતી. તેમાં એક યુવક કામ કરતો હતો. તે ખુબ જ મહેનતુ અને કર્તવ્યનિષ્ઠ હતો. તે કોઈપણ દિવસ ઘરે રહેતો ન હતો. તે સતત દુકાનમાં કામ કર્યા કરતો હતો. તેની આવી મહેનતથી તે શેઠ ખૂબ જ ખુશ હતા. પરંતુ એક દિવસ તે યુવક કહ્યા વગર દુકાન પર ન આવ્યો. તો શેઠને લાગ્યું કે કદાચ તે યુવકને હું પગારમાં ઓછા રૂપિયા આપું છું. તેથી કદાચ કહી શકતો નથી. માટે તે આજે કામ પર આવ્યો નહીં હોય.
હવે જ્યારે બીજો દિવસ થયો. ત્યારે તે યુવક પોતાના નિત્યક્રમ પ્રમાણે દુકાન પર આવીને પોતાનું કામ કરવા લાગ્યો. શેઠ તેના ન આવવાનું કારણ જાણ્યા વગર જ કહ્યું કે હું તારા પગારમાં વધારો કરી આપું છું. જે સાંભળીને તે યુવકના ચહેરા પર ખુશી જોવા ન મળી. તે તેના કામમાં તલ્લીન થઈને કામ કરવા લાગ્યો. થોડાક મહિના બાદ ફરી યુવક કોઈક કારણવશ કામ પર આવી શક્યો નહીં. આમ કહ્યા વગર યુવક વારંવાર ઘરે રહે તેના કારણે શેઠ ખૂબ જ ગુસ્સે થયા.
બીજા દિવસે જ્યારે યુવક પોતાના કામ પર આવ્યો તો શેઠે કહ્યું કે આજથી તને તારા પગારમાં કાપ મુકવામાં આવ્યો છે. અને તને પહેલા જેટલા મળતા હતા તેટલા જ રૂપિયા તને મળશે. આ સાંભળીને યુવકને કોઈપણ જાતનું દુઃખના થયું. પરંતુ તે પોતાની મહેનતથી જે કામ કરતો હતો તે જ પ્રમાણે તે કામ કરવા લાગી ગયો. જયારે મહિનાને અંતે પગારમાં ઓછા રૂપિયા આપ્યા તો પણ તેના મુખ પર કોઈ ચિંતા કે દુઃખનો ભાવ જોવા ન મળ્યો.
શેઠે વિચાર્યું કે જ્યારે આ યુવકને હું રૂપિયા વધાર્યા તો પણ ખુશ ન થયો અને ઓછા આપ્યા તો પણ દુઃખી ન થયો. આનું કારણ શું છે ? શેઠે યુવકને બોલાવીને આનું કારણ પૂછ્યું, તો યુવકે કહ્યું કે પહેલીવાર જ્યારે હું દુકાન પર ન આવ્યો. તે દિવસે મારા ઘરે દીકરીનો જન્મ થયો હતો. ત્યારે તમે મારા પગારમાં વધારો કર્યો. ત્યારે મને એમ કે દિકરીરૂપે લક્ષ્મી આવી એટલે મારા પગારમાં વધારો કરી આપ્યો. માટે હું ખુશ ન થયો. બીજી વખત જ્યારે હું દુકાન ન આવ્યો તે દિવસે મારી દીકરીનું અવસાન થયું હતું. ત્યારે તમે મારા પગારમાં ઘટાડો કર્યો. ત્યારે મેં વિચાર્યું કે મારી દીકરીના ભાગનું તમે લઇ લીધું. તેથી મેં આમ વિચાર કરીને મારા હૃદયમાં (મનમાં)દુઃખ જોવા ન મળ્યું. આમ યુવકની આ વાત સાંભળીને શેઠે તેને પોતાના હૃદયસ્પર્શી લગાવી ને ખૂબ જ રડવા લાગ્યા.
જ્યારે પણ આપણો સમય સારો આવે તો વધુ ખુશ ન થવું અને ખરાબ સમય આવે તો બહુ દુઃખી ન થવું જોઈએ. સુખ અને દુઃખ તો આવે અને જાય. માટે આપણે પોતાના જીવનમાં સંતોષથી રહેવું જઈએ.