સંતોષ (અંતિમ શ્વાસની કાવ્યમય વાર્તા)
સંતોષ (અંતિમ શ્વાસની કાવ્યમય વાર્તા)
સંતોષ
(અંતિમ શ્વાસની કાવ્યમય વાર્તા)
પહડી અને સતત વહેતા ઝરણાઓ વચ્ચે વસેલું ઉદયનગરનું નાનું ઘર.
એમાં વસેલા હતા ધીરુભાઈ. તેમના સ્વર્ગથ પત્ની અંબાના સંસ્કાર અને પ્રેમનું જીવતું પ્રતિબિંબ. જીવનભરની તેમની મહેનત, અને ફરજપાલન તેમના કુટુંબમાં દેખાતી હતી . તેઓ પુત્ર મયંક, પુત્રવધૂ અને નાનકડા પૌત્ર જીવન સાથે જીવનનો છેલ્લો પડાવ શાંતિથી પસાર કરતાં હતા.
એ દિવસે સાંજ સુરખી વ્યાપેલી હતી , સ્વચ્છ આકાશ માં ચાંદલિયો તારા રમત રમી રહ્યો હતો . ઘડિયાળનું લોલક ટક-ટક કરતું અવિરત મધુર સંગીત રેલવતું હતું.
ધીરુભાઈ તેમના જીના સૂતળી ગૂંથેલા ખાટલે આરામ કરતાં હતા , જાણે કોઇની રાહ જોઈ રહ્યાં હોય એ પળની… કદાચ છેલ્લો શ્વાસની ,કે જે પૂર્ણતા લાવે છે.તેમણે હળવેથી સાદ પાડ્યો ;
“મયંક… દૂધ લાવ… પણ કદાચ આજે છેલ્લો કપ હશે,”
આવું કહ્યું ત્યારે, આજે તેઓના અવાજમાં નમ્રતાસાથે એક અગોચર વિદાય દબાયેલી મયંક ને લાગી હતી.મયક તેના દીકરાને કેડમાં તેડી , દૂધ નો કપ લઈ આવ્યો .
ધીરુભાઈએ આશીર્વાદ આપ્યા. પૌત્ર જીવનને પોતાના ખોળે લીધો , તેની નાજુક આંગળીઓએ તેમનો હાથ પકડી લીધો.
એકાએક ઘરની દિવાલો,પનિયારે દીવો, તુલસી ક્યારાની ધૂપ સળી – બધું બોલવા લાગ્યું:
"આ જીવન ક્યારેય ખાલી નહતું ."
અને પછી…
દૂધ પી ને કપ પાછો આપતા તેમની પાંપણો તીવ્ર થઇ . શ્વાસ ધીમો પડ્યો.
એ અંતિમ ક્ષણે , ધીરુભાઈ ક્ષમક્ષ સ્મૃતિઓનો દરિયો દોડ્યો. કંઠે તેમની પત્ની અંબા નો પોકાર થયો –"અંબા!" – તેઓ લાગતું હતું કોઈ પોકારે છે,
પરંતુ કોઈ જ બોલ્યું ન હતું,
તેમના મનના અંધારાં ખૂણામાંથી 'અંબા' બહાર આવી…
એક વિભૂતિરૂપે –
જેમ કોઈ વાંસળીથી બહાર આવતા શાંત સૂર-સ્વર…
અંબા – તેમનાં જીવનસાથી.
જેનાં હાથનનું ખટમીઠ શાક,આથેલા મરચાં અને હથેળી જેવા જાડા પણ કુણા બાજરીના રોટલા . અંબા , જેની આંખોમાં રોજ પુનમની ચાંદની ચમકતી હતી. ધીરુભાઈ આજે, તેના સંઘાથ અને શ્વાસે મનમાં ઝીલાયેલ યાદ માં હતા . હસતી ચમકતી આંખના ઓવારણાં લેતી તેમની પત્ની ને સન્મુખ જોઈ ભાવ વીભોર થયા . ત્યાં એકાએક પ્રકાશ્પુંજ પથરાયો , અને ધીરુભાઈ ને અલૌકિક દર્શન આપી ,હજારો હાથવાળી અંબા માતા, હાથ ફેલાવી સામે ઊભી રહી…
પવિત્ર તેજ, પ્રેમથી થનગનતું અલૌકિક રૂપ…એમના મસ્તક પર હાથ મુકીને કહે —
"ધીરુ, તારો ફરજનો ફેરો પૂરો થયો… હવે થોડી શાંતિ લઇ લે."
તે ક્ષણે વળી પાછું અંબાનું સ્મરણ એમની ભીતર જીવંત થયું. તેમની પાંપણો બિડવા લાગી, જાણે કોઈ મધુર સ્વપ્નમાં વિલીન થવા તૈયાર હોય. હળવું સ્મિત તેમના હોઠ પર રમતું હતું, જેમ સહસ્ત્ર ચાંદનીની એક ઝાંખી તેજતાઓનું દ્રશ્ય બની.
રાત્રીનો પવન, જે હંમેશા એ ઘરમાં ભમતો રહેતો, આજે એમના શ્વાસ સાથે અંતિમ વાંસળી વગાડી ગયો. ધીરુભાઈએ જાણે હળવેથી સ્પર્શ કર્યો ખાલી ખાટલાની બાજુ, જ્યાં વર્ષો સુધી અંબાએ પોતાનો મૃદુ અવાજ ઢાળ્યો હતો . એમાના અંતિમ સ્પર્શમાં સ્નેહ, યાદ, અને સંતોષ બધું હતું—એક આખું જીવન, જે એમના શ્વાસમાં ફરી બેસી ગયેલું.
અંબાનો પ્યારો હાથ ફરી એક વાર એમના મસ્તક પર આવ્યો હોય, તેમ જાણે એક અલૌકિક શૂન્યતામાં એ સ્મિત કાયમ રહેલું. અને ત્યાં… એક નરમ સૌમ્ય તેજ સાથે , ધીરુભાઈના મુખ પર રહેલું હળવું ઝિણું સ્મિત,
તેમનો શ્વાસ હવે ઊંડો થતો હતો , તે અંતિમ હતો અને …એક આંતરિક કંપ સાથે…
તેઓ ઢળી પડ્યા —
જેમ જૂનું વૃક્ષ પવનના ધબકામાં…
આભને પાર કરવાની તૈયારીમાં હોય એમ…
દીવાલે અવિરત ચાલતી ઘડિયાળ, હવે ટક-ટક કરતા અટકી ગઈ…
એમના મુખ પર હજુય અંબાની ભીની યાદ રહી ગઈ,
અને એક હળવું સ્મિત.
બિડાયેલા હોઠો કહેતા હતા ..
"હું હવે ગયો છું… પણ જીવનમાં હું કંઈ ચૂક્યો નથી."
ઘડિયાળનું લોલક ટક-ટક કરતા અટકી ગયુ .ઉદયનગર ના ઘરમાં એક જીવનદીપ બુઝાઇ ગયો , પણ શાંતિ જીવંત રહી, એક લાગણી, એક શબ્દ…રેલવતી હતી .
"સંતોષ."
“અંતે ધીરુભાઈની તે અંધારી રાત,
અંબાનું સ્મરણ બન્યું પ્રકાશની વાત.
ઊંડા શ્વાસે છોડતા વારસો,
ધીરુ સાઓને મનાવી ગયો
જીવ્યો હતો તે ,તદ્દન સાચો.”
