STORYMIRROR

Nency Agravat

Inspirational

3  

Nency Agravat

Inspirational

સંતાયેલું સ્વર્ગ

સંતાયેલું સ્વર્ગ

1 min
201

હું જ્યારે માતા બની ત્યારે એ ગર્ભાવસ્થાથી લઈને મારા બાળક માટે રાત ઉજાગરા, તેની વેક્સિનના ડોઝ કે પછી તેની દરેક માવજતમાં મારી મા મને હમેશાં યાદ આવી છે. બહુ અફસોસ થતો કે અરર,મારી માને બહુ મેં હેરાન કરી છે. જ્યારે હું અત્યારે ઘરે જાઉં ને ત્યારે ખોળામાં માથું નાખી પૂછું, "મમ્મી બહુ હેરાન કરીને મારી જીદ બહુ તને દુઃખી કરતી ને"! મારા બાળકો મોટા થયા ત્યારે મને ખબર પડી કે, મારી મમ્મી સહનશીલતાની મૂર્તિ છે.

શરીરનું જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવે ત્યારે અંદર શું દેખાય ?હાડકાં, લોહી, માંસપેશીઓ અને કહેવાય શું ? પ્રાણ ઉડી ગયા ને બેજાન શરીર વધ્યું. કોઇ ઓપરેશન વખતે એ પ્રાણ કે જીવ ક્યાંય દેખાતો નથી. શરીરમાં, ધબકતું હદયમાં જીવ ક્યાં સંતાયેલ છે ? એ કોઈ જોઈ શકતું નથી. તેમ છતાં, એ જીવ, પ્રાણ વગર શરીરનો કોઈ અર્થ નથી. એવી જ રીતે મારા ઘરમાં મારી માનું સ્થાન છે.

ઘરના દરેક ખૂણાને પોતાના હાથે સજીવન બનાવતી મારી મા, સંયુક્ત કુટુંબમાં એ ક્યાં સંતાઈને બેઠી છે એ કોઈ જાણી નથી શક્યું. હું જોંઉ છું, જાણું છું કે એના વગર આ ઘર એક નિષ્પ્રાણ દેહ સમાન છે. છતાં કોઈ નોંધ નથી લેતું. એની અડધા દિવસની ગેરહાજરીમાં ઘરમાં ધમાચકડી બોલી જાય અને હાજરીએ ઘરમાં ક્યાંક સંતાય જાય. એવું મારા એક શબ્દમાં છુપાયેલ મારું વિશ્વ એટલે મારી મા !મારા ઘરમાં મારું સંતાયેલું સ્વર્ગ એટલે મારી અમ્મી, મારી મા !

હેપી મધર્સ ડે મમ્મી !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational