Manishaben Jadav

Inspirational

4.7  

Manishaben Jadav

Inspirational

સંપત્તિનો ઉપયોગ

સંપત્તિનો ઉપયોગ

2 mins
196


નંદિતા એકદમ દેખાવડી અને હોંશિયાર છોકરી હતી. તેના પરિવારમાં તેના માતા-પિતા અને તેનો ભાઈ હતા. તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ સામાન્ય હતી. તેના પરિવાર માટે રોજનું બે ટંક ખાવાનું લાવવું પણ મુશ્કેલ હતું. નંદિતા મોટી થતાં તેના માતા-પિતાને મદદ કરવા કઠોર પરિશ્રમ કરતી.

તે બ્યુટીપાર્લર અને સીવણકામ કરતી. તેમાંથી જે આવક થતી એનાથી ઘર ચાલતું. માતા પિતાની ઉંમર પ્રમાણે તે મોટે ભાગે બીમાર રહેતા. આખા ઘરની જવાબદારી નંદિતા માથે જ હતી. એક દિવસ નંદિતાના સગપણની વાત એક શહેરના ધનાઢ્ય પરિવારના છોકરા અંકિત માટે આવી.

નંદિતાના પરિવારમાં સૌ ખુશ હતા. પરંતુ નંદિતાને તેના પરિવારની ચિંતા હતી. હું સાસરે જતી રહીશ તો મારા પરિવારનું શું ? તે આ સંબંધ કરવા રાજી ન હતી. પરંતુ ગામના ભણેલાગણેલા વડીલોને તેમને સમજાવ્યા કે આવો પરિવાર અને માણસો ફરી નહીં મળે. એમ ના પાડી દેવી સારું ન કહેવાય. આમ પણ એ લોકોને નંદિતા પસંદ છે.

અંકિત અને તેના પરિવારના સભ્યો સગપણની વાત માટે નંદિતાના ઘેર આવ્યા. બધી વાત થાય એ પહેલાં જ નંદિતા એ અંકિત સાથે પોતાના માતા-પિતા અને નાના ભાઈની જવાબદારી વિશે વાત કરી. ત્યારે અંકિતે હસતા હસતા કહ્યું," તારો પરિવાર એ હવેથી મારો પરિવાર છે. આજથી બંને પરિવારની જવાબદારી હું લઈ છું. નંદિતા રાજી રાજી થઈ ગઈ.

મહિના દિવસ પછી નંદિતાના ખૂબ ધામધૂમથી લગ્ન થયા. નંદિતા લગ્ન કરીને પ્રથમ દિવસે સાસરે ગઈ. તે ત્યાંની સુખ-સમૃદ્ધિ જોઈ આશ્ચર્યચકિત થઈ ગઈ. આવું તો તેણે ખાલી વાર્તામાં જ સાંભળેલું. આજ તેને હકીકતમાં જોયું. 

અચાનક ધન સંપત્તિ હાથમાં આવતા તે પોતાના વિવેકને જરાપણ ભૂલી નહીં.

 નાનપણથી જ તેમનામાં ડહાપણ ભરેલું હતુંં. તેને જે જોઈએ તેટલી જ સંપત્તિનો ઉપયોગ કરે અને વધારાની સંપત્તિ શક્ય તેટલા લોકોને મદદરૂપ થાય તેવા પ્રયત્નો કર્યા. જેથી કોઈ દુનિયામાં ભૂખ્યા ન સૂવે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational