સન્માન
સન્માન
એક મોટા રાજાએ નાના રાજ્ય ઉપર ચડાઈ કરી. નાના રાજ્યના રાજાએ વિચાર્યું હું યુદ્ધ કરીશ તો પરાજય નિશ્ચિત છે હું શહીદ થઈશ સાથે સાથે મારા સેંકડો સૈનિકો શહીદ થશે અને હજારો લોક નિરાધાર થશે. તેણે પરાજય સ્વીકારી લીધો. "તમે પરાજય મૃત્યુના ભયથી સ્વીકારી લીધો ?"
"ના, મારી પ્રજાને બચવા માટે મેં તમારું આધિપત્ય સ્વીકાર્યું છે. હું તમને રાજ્ય સોંપી વનમાં પ્રસ્થાન કરીશ. મારી પ્રજાને સાચવજો."
"જે રાજ્યનો રાજા પ્રજા વત્સલ હોય એ રાજ્ય અપરાજિત હોય છે. હું તમારા પ્રજા પ્રેમને સ્વીકારી તમારા રાજ્યના સન્માન ખાતર પાછો ચાલ્યો જાવ છું. મારા વિશાળ રાજ્ય અને સેના સામે તમારો પ્રજા પ્રેમ ઉત્કૃષ્ટ છે. તમારી જીત હું સ્વીકારું છું."
