BHAVESH BAMBHANIYA

Inspirational

3  

BHAVESH BAMBHANIYA

Inspirational

સંક્રાંતની મોજ

સંક્રાંતની મોજ

3 mins
485


હર વર્ષ જેમ સુનીલ અને નિરવ બન્ને ભાઈઓ ખુબ પતંગ ચગાવવા માટે એક્સાઈટેડ અગાઉથીજ આ વર્ષે પણ હતા. તૈયાર માંજા લાવવાને બદલે બેઉ ભાઈઓ વધુ તો તેઓ બન્ને સાબુદાણા, કાચ વગેરેને સાવ સુક્ષ્મતામા એટલું ફેરવી દેતા કે કોઈ પાઉડર બનાવ્યો હોય.

હજુ બે દિવસની ઉતરાયણ આવવાની વાર હતી. આ વખતે પણ સુનિલ અને નિરવે આવો કાચનો ભુક્કો કરી સાબુદાણા વગેરે મિક્સ કરી પાણીનો રંગજ બદલી જાણે કોઈ દીવાલ રંગીન બનાવી રહ્યા હોય એમ તે બન્ને ભાઈઓએ ઉત્તરાયણની પૂર્વ તૈયારી અગાઉથી જ કરી લીધી હતી. દોરી ધારદાર પાયને સંકેલી ખૂબ આતુરતાથી ઉત્તરાયણની રાહ જોતા. પિતા રાકેશભાઈ માતા જીરનાબહેન અને મોટી બહેન શીલા સાથે સુનિલ અને નીરવ સમગ્ર પરિવાર સહ ડિનર કરે છે.ને દિવસભરની વાતો કરી સૌ પરિવાર સાથે નાના મોટા દોસ્ત હોય એમ હળવા હાસ્ય એકમેક પર ફેંકતા મોજના ગુબ્બારા છોડે છે.

'આજે તો મમ્મી મારા રાજકુમારો ભાઈઓને વધારે ખવડાવજે. કારણ કે આજ તો બન્ને એ ખુબજ કામ કર્યું છે.'મુખ પર સ્માઈલ કરતા શીલાએ કહ્યું: 'હા હો હવે ઉતરાયણ પણ આવી ને કાં'. સુનિલ અને નીરવ સામે જોતા જીરના બહેને વાત છનછેડતા પ્રશ્નાર્થ મુક્યો: 'હા મમ્મી આજે દોરા પાય તૈયારી કરી લીધી છે.' નિરવે વાતની ષ્પષ્ટતા કરતા જવાબનો ઉઘાડ કર્યો. 'પપ્પા તમે કાલે પેલા મગનભાઈ ચીકીવાળાને ત્યાંથી ચીકીને બધું લેતા આવજો હોં.' સુનિલે રાકેશ ભાઈ સામે જોતા કહ્યું: રાકેશ ભાઈ જમીને ઉભા થઇ રહ્યા હતા એટલે તેમણે હળવેથી માથું ધુણાવી હાનો ઈશારો કર્યો.

સાંજનું જમી સૌ પોતપોતાના કામમાં પરોવાઈ જાય છે. રાકેશભાઈ અંદર બેઠા બેઠા ટીવી પર ન્યુઝ ચાલુ કરી વ્યવસ્થિત ખુરસી કરી સરખા ગોઠવાઈ છે. સુનિલ અને નીરવ કૈક ચોપડીમાં માથું નાખી ચિત્રો જોઈ રહ્યા હતા. ટેલિવિઝન પર સમાચારમાં પક્ષીઓના ડોકટરના ઇન્ટરવ્યૂ તેમજ કેટલાક લોકો ગરીબ હોવા છતાં એક 'જીવ ભાવ જીવ શ્રુષ્ટિ' પ્રત્યે સંવેદના ધરાવતા પક્ષીઓને બચાવવા વિવિધ કાર્યક્રમો કરી જુદી જુદી રીતે લોક જાગૃતિ અંગેના પ્રચાર પ્રસાર કરી વધુ પ્રમાણમાં પક્ષીઓને બચાવવા અને તેનું રક્ષણ કરી પિંજરામાં પુરી રાખવાને બદલે તેને ખુલ્લા આસમાનમાં આનંદથી ઉડવા દઈએ. વગેરે બાબતો લોકોને જુદા જુદા નિષ્ણાંતો, તબીબો તેમજ અન્ય લોકો પણ પક્ષીઓના રક્ષણ વિશે સમજાવટ ભરી બાબતોથી વાકેફ કરી રહ્યા હતા.

રાકેશ ભાઈ આ સમાચાર જોઈ રહ્યા હતા ત્યાં સુનિલ અને નીરવ ચોપડી વાંચી રહ્યા હતા તેમાંથી બન્નેનું ધ્યાન હટે છે. તેઓ ટીવીમાં સમાચાર ધ્યાન દઈ જુએ છે. ટીવી પર એક દ્રશ્ય બતાવે છે. જેમાં ખુલ્લા સ્વચ્છ આસમાનમાં ઉડી રહેલા એક કબૂતરને પતંગની દોરી જરાક એવી ઘસાય છે ને માસુમ બિચારું પેલું કબૂતર બુરી રીતે ઘાયલ થાય છે. આ દ્રશ્ય જોઈને સુનિલ અને નીરવ બન્ને ભાઈઓ પક્ષીઓને બચાવવા માટે પતંગ નહિ ઉડાવવાનો નિર્ણય લે છે. બન્નેએ રાકેશ ભાઈ, જીરના બહેન તેમજ શીલા સહિત બધાને આ વર્ષથી પતંગ ન ચગાવવી અને ઉત્તરાયણના દિવસે આપણાથી જેટલું થાય તેટલું પક્ષીઓનું રક્ષણ કરી વધુ બચાવ કરીએ. વગેરે બાબતો સમજાવતા સૌ પણ આવા સારા કાર્ય માટે સંમત થાય છે. ને રાકેશભાઈ ને જીરનાબહેન તેના બન્ને દીકરા ઉપર વ્હાલની વેણીઓ વરસાવતા શાબાશી આપે છે.

બીજા દિવસે પૂરો પરિવાર આવતી કાલની સંપૂર્ણ તૈયારી કરી પેલી સુનિલ અને નીરવ દ્વારા પાયેલ પતંગની દોરી પણ સળગાવી નાખે છે. બીજા દિવસે એટલે કે ઉત્તરાયણના દિવસે સૌ પ્રથમ પક્ષીઓ માટે ઠેર ઠેર જય ક્ષણ તેમજ પાણી મૂકીને જે પરિવાર તહેવારો ઉજવીજ નથી શકતા એવા પરિવારો પાસે જઈ તેને વિવિધ પ્રકારની ચીકી લાડુ વગેરે બાટી અનાથ બાળકોને પણ મળી તેની કેટલીક જરૂરિયાતો પૂરી કરી ખુબજ સુંદર રીતે આ પરિવાર ઉતરાયણને માનવતાને સાંજે તેવી રીતે સેલિબ્રેટ કરે છે.

મિત્રો આજે જ્યારે આપણે સ્વંયમની બાહ્ય શોભામાં જ અકળાતા જઈએ છીયે ત્યારે કમસેકમ અન્યને જોઈને કેવળ એક જ હા મિત્રો એકજ વખત આપણા અંતર આત્માને પૂછી તેને સાચા દિલથી સાંભળીને એસીની આળસ મરડો મિત્રો. પછી જુઓ તેની તાકાત. સ્વાર્થનો સોંટો ક્યારેય નહીં વાગે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational