સંગાથ ને સથવારે
સંગાથ ને સથવારે
"ખુબજ લાગણીથી જોડાયેલ સંબંધ હોય તો તે છે આપણો આપણાં સાથી સાથેનો, એક અતૂટ વિશ્વાસ, એક આજીવન એકમેક સાથે કરેલી એવી (deal) ડીલ કે જેમાં નિરંતર ભાવનાઓનો પ્રવાહ સતત વહેતો રહેતો હોય. લગ્નજીવન એટલે એને સફળ બનાવવા માટે પોતાની જાતને સંપૂર્ણપણે ઝોકી દેવી, દરેકે દરેક બાબતને સહજતાથી સ્વીકારવી, એક સફળ દામ્પત્ય જીવન અઘરું ભલે નિવડે પરંતુ અશક્ય તો નથી જ. એકબીજા વચ્ચે જો સમજદારીની દિવાલ જેટલી મજબૂત બનાવીએ એટલી જ મહેનતથી એને હંકારવી સહેલી પડે.
પહેલાંનાં સમયમાં પતિ-પત્નિમાં એકબીજાના ભાવ વગર કીધે જ સમજી લેવાતાં, અને પત્નિ પણ ચાર પતિ તરફથી બોલાયેલ અપશબ્દોને સરળ રીતે ગળી જતી, કે હશે, ચાલ્યાં કરે. મહત્વનું શું છે કહું ? શું ચલાવી લેવું અને કયાંથી ચાલ્યાં જવું જો આપણે એ સમજી જઈએ તો આ પવિત્ર બંધનમાંથી છૂટવા અને છોડાવવા કયારેય પ્રયત્ન ન કરીએ. ઘણાંય એવા કપળ ને મેં સાંભળ્યા છે, જે હું કેમ્ ? હું કાઇજ સહન ન કરું, કે મારાથી નહીં થાય.
આવાં વિચારો અને પ્રશ્નો મગજમાં ત્યારે જ આવે જ્યારે વિચારોથી પરે જઈ ને આપણે કાઇ વિચારવા માંગતા જ ન હોય,
વિરોધાભાસ વસ્તુંઓમાં સંભળાય કે હોય, માણસો માં નહીં. લગ્નજીવનની પરિભાષા તો ત્યારેજ યોગ્ય નિર્ભર થતી હોય છે જ્યાં, સમજદારી આંખો માં હોય અને શબ્દો ભાવનાઓ માં વ્યક્ત થતાં હોય, વિશ્વાસની અતૂટતા વિચારોમાં ગરકાવ ન થઈ.
હૃદયમાં સ્થાન પામી હોય, એમનેમ આખેઆખું જીવન કાઇ કોઇ સાથે નથી વિતાવી દેવાતું, જ્યારે હું મારા પાત્ર ને એના બોલતાં પહેલાં સમજી લવ તો એ ભલે ને લવ મેરેજ હોય કે એરેન્જ મેરેજ હોય. એ શરુઆતથી લઇ અંત સુધી પહોંચવા, પોતાનાં સાથીના સાથ ભેગાં આખું જીવન જીવવા જંખતી હોય છે. અને એના સાથ વગરની એકેય ક્ષણ તેને મંજૂર નથી હોતી
ત્યારે અને ફ્ક્ત ત્યારેજ એક લગ્નેત્તર જોડું જીવનનાં દરેક આસ્વાદ સાથે મળી ને લઇ શકે છે. અને જુવાનીની તરુણતાથી લઇ ઘડપણની વૃધ્ધતા સુધી પહોંચતી હોય છે. જેમાં નિઃસ્વાર્થ લાગણી અને એકમેક પ્રત્યે સહાનુભૂતિ, આદર, લાગણી, અત્યંત પ્રેમ, જીવન ને દરેક પરિસ્થિતિ માં જીવવાની ક્ષમતા, સ્વીકાર, અને સતત દરેક બાબતને જતું કરવાનો ભાવ, હોય ત્યારે જ આ સાથી નો સંગાથ ખરા અર્થમાં પુરવાર થાય છે.
અને સારા સાથી નો સંગાથ મળી જાય તો જીવન હંમેશા એક ધીમી આહ્લાદક અનુભવને સ્પર્શતી રહેતી હોય છે. અને ત્યારેજ જુવાનીથી લઇ ઘડપણ સુધીનો સમય એક ખુશનુમા સુગંધની જેમ પસાર થઇ જતો હોય છે.
