STORYMIRROR

Swati Dalal

Inspirational

4  

Swati Dalal

Inspirational

સંબંધોની ઓળખ

સંબંધોની ઓળખ

4 mins
410

પપ્પા જરાક સાચવીને અને માઇકલે તરત હાથ પકડી લીધો. બિલકુલ ડર કે અવગણના વગરનો કેટલો સાચો સ્પર્શ હતો. હોસ્પિટલના દરવાજે મુકેલ ખુરશીમાંથી ઊભા થતા જ એક લથડિયું આવ્યું. હજી ખૂબ અશક્તિ હતી અને જરાક જ ચાલવામાં શ્વાસ ચડી જતો હતો. માઈકલે સાચવીને ગાડીમાં બેસાડયા અને સામાન પાછળ ગોઠવ્યો. રમણીકભાઈ એ આંખો બંધ કરી દીધી. કદાચ આંસુને કારણે કે પછી તે માઈકલ સાથે આંખો મેળવવા ન માંગતા હતાં. બસ આ તો બીજીજ મુલાકાત છે, છતાં પણ માઇકલનો સ્પર્શ કેટલો પોતીકો લાગ્યો.

તેમની આંખો સમક્ષ માઈકલ સાથેની પહેલી મુલાકાત યાદ આવી ગઈ. ખૂબ ગુસ્સામાં આવીને કેટલો અપમાનિત કર્યો હતો ઘરમાંથી કાઢી મૂક્યો હતો અને તે નતમસ્તકે ઊભો રહ્યો હતો અને ચૂપચાપ જતો પણ રહ્યો. શિવાની એમની એકની એક પુત્રીએ માઇકલ સાથે લગ્નની વાત કરી, ત્યારે શાહ પરિવારમાં ધરતીકંપ આવ્યો હતો. બસ પછી તો શિવાની પણ પોતાના જેવી તો હતી. માઇકલ સાથે લગ્ન કરીને આશિર્વાદ લેવા આવી ત્યારે બાપડીને કેટલી અપમાનિત કરીને કાઢી મૂકી હતી. "અને હવે પછી તારો ચહેરો ના દેખાડતી"કદાચ એવા જ શબ્દો કહ્યા હતા.

રમણીકભાઈની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. બે પુત્રો અને દોમદોમ સાહેબી એ હંમેશા ધાર્યું કરવાની આદત પાડી હતી. અને અભિમાન તો હતું જ પોતાના હોશિયાર પુત્રો માટે. હોશિયાર શબ્દ જરા ખટક્યો. તેમણે ધીમે ધીમે આંખો ખોલી, બાજુમાં માઇકલ ચૂપચાપ સાચવીને ગાડી ચલાવી રહ્યો હતો. કેટલો હોનહાર જુવાન છે. ત્રણ વર્ષમાં તો તેણે જાતે જ પોતાની ઓળખ ઊભી કરી લીધી.એમણે પાછી આંખો મીચી.

નજર સામે બે પુત્રો અને તેમનો પરિવાર આવ્યો. કેટલો ગર્વ હતો તેમને પોતાના "શ્રીનિવાસ" પર. એમાં આખો પરિવાર સાથે હળી-મળીને રહેતો હતો. હોશિયાાર પુત્રો પોતાનાજ ધંધામાં સાથ આપવા માંડ્યા અને ધીમે ધીમે એ પોતેજ હાંસિયામાં ધકેલાઈ ગયા ક્યારે ! એ તો ખબર જ ના પડી. પત્નીના અવસાન બાદ જરાક ઓછું ધ્યાન ધંધામાં આપતાજ ધીમે ધીમે વહેવારો અને કામકાજ પર પુત્રોએ પકડ જમાવી દીધી. અને જોતજોતામાં બધો કડપ અને ખુમારી જાણે ઓગળી ગઈ.

છેલ્લા એકાદ વર્ષથી તો ફક્ત દુકાને જઈ ને બેસવા પૂરતું જ હતું. બાકી કોઇ કામ તેમને કહેવામાં આવતું ન હતું. ધીરે-ધીરે તો રૂપિયા પૈસા પણ દીકરાઓ પાસે જ માગવા પડતા હતા. પરિવારના મોભી અને "શ્રીનિવાસ"ના મોભી જાણે પોતાનું સન્માન પણ ગુમાવતા જતા હતા એમાં પણ છેલ્લા 15 દિવસ તો તેમની આંખ સામે ઊભરી આવ્યાં. અચાનક બ્રેક વાગી કદાચ ઘર આવી ગયું હતું. કેટલું સુંદર ઘર ! રમણીકભાઈ ધીમેથી નીચે ઉતર્યા ઘરની બહાર લાગેલા ક્રોસનું ચિન્હ જોઈને ફરી ખમચાયા. પણ માઈકલ પ્રેમથી હાથ પકડીને અંદર દોરી ગયો. હવાઉજાસવાળો સુંદર રૂમ અને બધી જ સગવડ અને વ્યવસ્થા. તેમનો સામાન માઈકલે ગોઠવી દીધો અને કંઈ પણ કામ હોય તો ઇન્ટરકોમનું બટન દબાવવા માટેની વિનંતી કરી માઈકલ બહાર ગયો.

રમણીકભાઈ એ રૂમમાં નજર કરી. હળવે પગલે ઉભા થઇને બધું જોઈ વળ્યા. એક વસ્તુઓ જાણે પોતાની પસંદગીની હતી. અને કેટલી ચીવટથી ગોઠવાઇ હતી. પડદા, ચાદર, પુસ્તકો, રેડિયો-ટીવી બધું જ. ઊંડો શ્વાસ લીધો અને ત્યાં જ રમણીકભાઈ માટે માઈકલેે ચા નાસ્તો લઈને મુક્યા. પ્લીઝ આ તમારું ઘર સમજજો અને હા પપ્પા હુું અને શિવાની બંને શુદ્ધ શાકાહારી છે. તમારા નિયમો અને માન મર્યાદા અમે પૂરી રીતે સાચવીશું. કોઇ શબ્દ જ ન હતા રમેશભાઈ પાસે. સરસ આદુ ફુદીનાવાળી પોતાના સ્વાદની ચાા ઘણા વખતે મળી હતી. હૈયું હરખાયુ, સાંજે ગરમ ખીચડી લઈને માઈકલ આવ્યો, તો રમણીકભાઈ પૂછી બેઠા ,

"શિવાની હજુ મારાથી નારાજ છે".. "ના પપ્પા એ શું બોલ્યા, એ તો રોજ સવાર-સાંજ તમને યાદ કરે છે. પણ તમારા વચનથી બંધાયેલી છે. તમે જ તો ના પાડી હતી એને ચહેરો દેખાડવાની."       

રમણીકભાઇની આંખમાં આંસુ આવી ગયા પ્લી"ઝ શિવાની ને બોલાવો ને..." એ ગળગળા સાદેે બોલ્યા બાહર ઉભેલી શિવાની ધીમે પગલે અંદર આવી. બે બાપ દીકરી, ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા. કેટલાય વર્ષોનો ડૂમો જાણે આજે ખાલી થયો હતો. જે પુત્રો પર ગર્વ કરીને ફક્ત ધર્મના કારણસર તેને અને શિવાનીને નકારનાર અને ઘરમાંથી કાઢી મુકનાર રમણીકલાલને કોરોનાનો ભોગ બનતાજ પુત્રોએ હોસ્પિટલ મોકલી દીધા હતા. એમા સારવાર કે ખબર તો બહુ દૂરની વાત હતી ....15 દિવસ સુધી કોઈએ યાદ પણ ન કર્યા.... ભારે હૈયે જ્યારે હોસ્પિટલની બહાર ઊભા રહીને, ઘણી વાર પુત્રને ફોન કર્યો તો સામેથી જવાબ મળ્યો હમણાં થોડો વખત તમે તમારી વ્યવસ્થા જાતે કરી લો, આવી પરિસ્થિતિમાં ઘરમાં નહીં આવતા.અમારે અમારો પરિવાર જોવાનો છે. ખૂબ મોટો આઘાત લાગ્યો હતો. અશકત શરીર અને ઘરબાર વિનાના રમણીકલાલ કેટલાક કલાકો સુધી હોસ્પિટલની બહારજ બેસી રહ્યા.

કોરોના એ એમને શારીરિક રીતે અને પુત્રો એ માનસિક રીતે એક વખતના ધુરંધર અને શ્રીનિવાસના માલિક એવા રમણીકલાલને હતા ન હતા કરી દીધા. જતા-આવતા કોઈ ઓળખીતાનું ધ્યાન જતાં તેમણે શિવાનીને ફોન કર્યો અને શિવાની એ સંબંધીને પિતાનુંં ધ્યાન રાખવા ત્યાં જ ઊભા રહેવાનું કીધું. થોડી જ મિનિટોમાં માઈકલ ત્યાં આવી પહોંચ્યો હતો... રમણીકભાઈનેે આજે સંબંધોની સાચી ઓળખ થઈ હતી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational