સંબંધ: એક સપનું- 2
સંબંધ: એક સપનું- 2
ઘટાદાર આંબાના ઝાડ નીચે ઉભી છે નિલમ.ત્યાં જ બીજી બે ગર્લ્સ એક પછી એક આવી.ન્યુ એડમિશનને કોલેજ ટાઈમ કરતા લેટ જ બોલાવેલા એ ખબર જ છે એટલે પૂછવાની જરૂર નથી કે એ ક્યાં યરમાં સ્ટડી કરે છે.પોતપોતાનું ઇન્ટ્રોડક્શન આપ્યું બીજી છોકરીઓ એ પણ.
આમને આમ ધીમે ધીમે બોયઝ અને ગર્લ્સ આવતા ગયા ભીડ વધતી રહીને ટોળામાં કોલાહલ ભળ્યો....અંતે ભયાનક અવાજ થવા લાગ્યોને
પ્યુને આવીને કહ્યું "બધા ઓફીસ તરફ આવી જાવ."
કોલેજમાં સરસ ગોઠવણ. દરેક સ્ટુડન્ટસને પોતાનો કલાસ કલાસ ટીચર કોણ કયો સબ્જેક્ટ ભણાવશે એ પેલા જ એક પેજ પર છાપીને ઝેરોક્ષ કરીને આપી દેવામાં આવે.
દરેક ટીચર પોતાની માહિતી લઈને આવી ગયા.એક પછી એક એમ 3ટીચરે પોતાના ક્લાસના સ્ટુડન્ટસના નામ બોલવાના છે. હાજરી લેવા માટે બધા નામ બોલવા ફરજિયાત છે. A B ને હવે C ક્લાસનો વારો આવ્યો.
બધા પર્સનલ ઉભા થઈને ટીચર જોડે જઇ પોતાનું નામવાળું પેજ લઈ આવતા. જેમાં બીજી પર્સનલ વિગત પણ રહે સરનેમ,પોતાનું નામ,માતા,પિતા કે અન્ય વિગત ચકાસણી કરી ભૂલ હોય તો ઓફીસમાં જાણ કરવાની.
પહેલા જ દિવસે લેટ પહોંચેલો કરણ પાછળ આવીને બેસી ગયો ચુપચાપ. તેણે ધીરેથી પૂછ્યું છુછ.... છુછ નિલમે સામે જોયુ ઈશારો કરી કરણે પૂછયુ "હાથમાં શુ છે?"
નિલમે કહ્યું કે આ ટીચરે આપ્યું લઇ આવો.પણ 3 કલાસ છે તમારું નામ કયા છે કેમ ખબર પડશે?
"હું કરણ છું હમણાં જ શોધી લઉં."
એ એકલો બબડયો...
નિલમ બોલી કરણ....કરણ નામ છે તમારું?
કરણ બોલ્યો હા હા કેમ?
તમારું નામ C ક્લાસમાં જ છે શાયદ 6/7 નામ પેલા જ તમારું નામ બોલ્યા.
ત્યાં જ ટીચર બોલ્યા હવે એક કરણ જ બાકી છે
કરણ ઉભો થતા બોલ્યો "યસ સર"
કરણ આવીને બેસીને બોલ્યો.તમારું નામ ન કહ્યું તમે.
નિલમ બોલી "તમારું કામ હશે ત્યારે ચોક્કસ કહીશ ."
પછી એ ખડખડાટ હસી. નિલમ ઘઉંવર્ણી કરતા સહેજ ગોરી.ચોખા જેવી તો નહીં જ.5.5ફૂટ ઊંચી. માથા પર ગ્રોથદાર વાળ.પણ વાળની લંબાઈ માત્ર ખભાથી સહેજ નીચે.એક ગાલમાં જ પડતો ડિમ્પલ. (ખાડો-ખંજન).
કરણ જોઈ રહ્યો.કશું ન બોલ્યો.બસ આવો જ ઘઉંવર્ણ કરતા સહેજ ગોરો દેખાતો કરણ.એક મધ્યમ અમીર વર્ગના વેપારીનો દીકરો. છોકરીઓ જોડે એને બોલવાની મજા પડે.એમાંય કોઈ પોતાની જાતને જ્યારે બધા કરતા અલગ પાડવા મથતીને લટુંડા પટુંડા કરતી છોકરીને વધારે એકસપ્રેશન આપતી કરવામાં એને મજા જ દુનિયાની આવે.
આજ બધું વેરવિખેર થઈ ગયું.કાચના ટુકડા વીણી નથી શકાતાને વિણો તો હાથમાં ખૂંચી જાય એવો સંબંધ થઈ ગયો.
નિલમ કોલેજના ગેટમાં દાખલ થઈ.હજુ થોડું ચાલી કે ત્યાં જ કરણ પાછળથી બાઇક ઉપર તેના જોડે થઈ ગયો ને બોલ્યો "તમે કાલવાળી વાત અધૂરી રાખી"
નિલમ તો એકાએક કોઈ બાજુમાં બાઇક પર છોકરો દેખાતા ડરી ગઈ. પછી સામે જોઈ સ્વસ્થ થઈ.શ્વાસ ઉંડો લઈ નિરાંતે બોલી "કઈ વાત?"
અરે! તમે તો બોવ ભૂલકણા.તમારા નામની વાત.
"હજુ મારે ક્યાં તમારી જરૂર પડી છે? તે કહું.
ઓકે ચલો ત્યારે બાય એ જતો રહ્યો...સ્પીડથી બાઇક ચલાવીને...
નિલમ આછું આછું એકલી હસી રહી...
કરણ ખૂબ જ બોલકો છોકરો...હજુ નિલમ પહોંચે કે તે થોડા છોકરાઓને છોકરીઓ જોડે બોલી રહ્યો, હસી રહ્યો.
નિલમ મનમાં વિચારી રહી કેટલી સહજતાથી બધા જોડે ભળી જાય છે.મને તો અતડું જ લાગ્યા કરે ને છોકરાઓ જોડે કેમ બોલવું?એ તો છોકરીઓ જોડે કેટલી સ્વસ્થતા સાથે બોલે છે.હું બોલું છોકરા જોડે પણ આમ અજાણ્યા...
ઈશ્વર પણ કેવા!!
દરેક વ્યક્તિને એકબીજાથી કેવા અલગને વિચિત્ર બનાવ્યા છે.
નિલમ વિચારમાં જ છે ત્યાં કરણ બોલ્યો
દૂરથી નિલમને જોઈ એટલે એ બોલ્યો"ઓ હલ્લો, તમે નામ નહી કહો, પણ અહી ઉભા તો રહો, અમારા જોડે પછી એ ખડખડાટ હસ્યો"
નિલમને પહેલાં જ દિવસે મળેલી સારીકાને નિશા એ નિલમને બોલાવી....
સારીકા એ કહ્યું નિલમ....ને નિશા એ ઈશારો કર્યો...
કરણ મનોમન મુસ્કુરાયો ઓહ....નિલમ...
નામ,એવી જ દેખાય છે...
ખૂબ સુંદર...
નમણી...
હસતી...એની આંખોમાં પણ જાદુ ચડી જાય એવો તો નશો છે. પણ છતાંય છોકરાઓ સામે નખરા કરી પોતાની જાતને બિલકુલ અલગ નથી પાડતી.