STORYMIRROR

#DSK #DSK

Drama

5.0  

#DSK #DSK

Drama

સંબંધ: એક સપનું-1

સંબંધ: એક સપનું-1

3 mins
348


મજબૂતી તો

એવી હોવી જોઈએ

રહે કાયમ


સંબંધ ગમે તેટલો મજબૂત હોય તેમાં ઉતાર-ચઢાવ આવ્યા જ કરે છે. મજબૂતને વિશ્વાસથી સભર સંબંધ ટકી રહે છે ને બાકીના સંબંધો તકલીફ આપે છે. અંતે ગુલાબની પાંખડીઓની જેમ એક એક થઈ જાય એમ સંબંધ પણ ડચકા ભરતો અંતે તૂટી જાય છે.


ઘણા સમયથી અધ્ધર તાલે ચાલતો કરણનો સંબંધ અંતે અંતિમ શ્વાસનું ડચકું લીધુને કરણે કહી જ દીધું "હવે, આપણે નહીં બોલીએ. "

નિલમ પણ બોલી "એમ પણ તારા પરના મારા વિશ્વાસે વમળમાં એન્ટ્રી કરી દીધી છે" તો હું પણ ઈચ્છું કે હવે આપણે ન જ બોલીએ.


મનમરજિયા હોય ત્યાં કોઈ દુઃખ કે પસ્તાવો હોતો નથી. આવું જ નિલમને કરણના કેસમાં થયું. કોલેજના ફસ્ટીયરમાં પાંગરેલો છૂપા છૂપા ચાલતા પ્રેમમાં સેકન્ડયરના વેકેશનમાં અબોલા થયા. કોલેજમાં 40% સ્ટુડન્ટ્સ ને જ ખબર પડીને અમુક લોકો તો વિચારતા જ રહયા.


"મધ્યમ અમીર" વર્ગમાંથી આવતી આ છોકરીને પોતાના ઘરમાં ઘણી છૂટ મળી. તેના પપ્પા એક અદ્યતન વિચારો, સમય સાથે બાથ ભીડનારા મહેનતુને સમજુ. એક વેપારી.


પોતાના સંતાનના સુખમાં જ પોતાનું સુખ માનનાર "જયભાઈ" હમેશાં દીકરી-દીકરાને કહેતાને આજ પણ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયેલા પોતાના સંતાનોને કહી રહ્યા.


"પ્રેમ થવો એ ને આપણા શરીરની પવિત્રતા જાળવવી એ બન્ને અલગ અલગ વાત છે. "

પ્રેમ થવો એ શરીરનો-મનનોને-દિલનો એક ભાગ છે. પણ શરીરની પવિત્રતા રાખવી એ આપણા માતા પિતાના સંસ્કાર, સંસ્કૃતિ, માન સન્માન પ્રતિષ્ઠા પ્રસિદ્ધિ ગૌરવને ઈજ્જત આબરૂની વાત છે.


આ વાત હું એકલો નિલમને જ નહીં પણ દીકરા "ચેતન" તને પણ કહું છું. જેમ નિલમ તારી બેન એમ બીજાની દીકરી. એની પવિત્રતા રાખવી તારી "ફરજ ફરજીયાત" છે.


જયભાઈ કઈંને કંઈ થોડા થોડા દિવસે પોતાના સંતાનને સંસ્કારના પાઠ ભણાવે. એમનો સાર બોવ ગેહરો રહેતો. ચેતનને નિલમ બન્ને સમજી શકતા. કરણ પણ મધ્યમ અમીર વર્ગમાંથી આવતો છોકરો.


કરણે નિલમને "વિહાંન" સાથે બોલવાની ના પાડી. કેમ કે વિહાન હંમેશા ન કરવાની "અભદ્ર કૉમેન્ટ્સ" નિલમ વિશે

કરતો. આ પેલા એકવાર કરણને પોતાના જ ક્લાસમેટ "લખન" સાથે નજીવી બાબતમાં બોલવાનું થયેલું. પછી એકવાર "ભૌતિક" જોડે પણ ઝઘડયો. હવે વિહાન જોડે.


એટલે નિલમે કહ્યુ"તું તો 15દિવસમાં 3 જોડે ઝઘડયો. અગર આમ જ જગડયા કરીશ તો 3 મહિનામાં આપણે એકલા થઈ જશું. હું વિહાન જોડે બોલીશ જ. પેલા "લખન" પછી "ભૌતિક" હવે "વિહાન. "


બોલવાનું થાય એટલે ભાન ન રહે, કેટલુને કેમ, ને ક્યુ બોલવું ક્યુ ન બોલવું?

કરણે કહ્યું "હું તને એમ જ થોડું કહેતો હોઈશ. " લખનને ભૌતિક જોડે તું તારી મરજીથી બંધ થઈ, મેં ન્હોતું કહ્યું. હું તો માત્ર વિહાન.

નિલમ બોલી બસ, એક શબ્દ નહીં વિહાન માટે. એક તો હું તારા માટે બોલતી બંધ થઈને કહે "મેં ન્હોતું કહ્યું"


કરણે કહ્યું "હા હા તારા ઘરની બાજુમાં રહે એટલે તને બોવ જ તકલીફ પડશે નહીં વિહાન વગર. . . "

નિલમે કહ્યું કરણ મારે એવું જ હોત તો હું . . .

કરણે કહ્યું બસ,ચૂપ. . . . . તું તારું ધાર્યું કર. હું મારું. હું તારા જોડે બોલવાં પણ રાજી નથી. . . .

નિલમ પણ એટલા જ આક્રોશને ગુસ્સાથી બોલી "હું પણ."


બસ આજને અત્યારથી બન્ને બોલતા બંધ થઈ ગયા. સેકન્ડયરના વેકેશનમાં એકટીવીટીઝના કલાસ શરૂ છે ને આવું બન્યું.


નિલમ કરણની વાતને સાંભળ્યા કે સમજ્યા વગર ગુસ્સે થઈ ગઈ. તેણે એ જાણવાની તસદી પણ ન લીધી કે કરણ આવું શા માટે કહે છે? લખનને ભૌતિકની વાત તો અલગ છે. હકીકત પૂછ્યા કે જાણ્યા વગર જ. . . ગુસ્સો કરી નાખ્યો.


એક બાજુ એ સાચી પણ છે કરણે 15 દિવસમાં 3 જોડે લડાઈ કરી આવું જ ચાલ્યા કરે તો બદનામ પણ થવાયને કોલેજમાંથી ડિસમિસ પણ થવું પડે.



2000ફૂટના (અંદાજીત 210વાર આજુબાજુના) બનેલા જયભાઈના બે માળના બંગલામાં સારી સુવિધાઓ છે. ચેતન અને નિલમનો રૂમ ઉપર છે. સીડી અંદર છે. જેથી જયભાઈને જાનવીબેનને ચેતન અને નિલમની ચિંતા ન રહેતી. ચેતન નિલમથી નાનો છે.


આજે નિલમ પોતાના રૂમનો પાછળનો ડોર ખોલતા પડતી બાલ્કની(ગેલેરી) માં ઉભી છે ને એ કોલેજનો પ્રથમ દિવસને એવા તો ઘણાય દિવસોને અનુભવી રહી.


Rate this content
Log in

Similar gujarati story from Drama