સમજદારી
સમજદારી
"પપ્પા, તમે ઓફીસે જાવ છો તો મમ્મી કેમ નથી જતી ?"
"બેટા, એ ઘરને અને તને સાચવે છે."
"બાજુવાળા આન્ટી ઘરને સાચવે છે તો પણ ઓફીસે જાય છે. !"
"બેટા, એ તો ભણેલાં છે ને એટલે."
"તો પછી દાદીએ મમ્મીને એમ કેમ કહ્યું કે, તારું ભણતર તારી પાસે રાખ ?"
"બેટા, એ આન્ટી તો બહુ હોંશિયાર છે. બોલવામાં ચબરાક છે."
"તો, દાદાજીએ મમ્મીને એમ કેમ કહ્યું કે, "વહુ આવડે એટલું બોલીએ નહિ. જરાક જીભ ઠેકાણે રાખો." નાના-મોટાનું માપ રાખો ?"
"બેટા, એ આન્ટી એકદમ મોર્ડન છે."
"તો તમે એમ કેમ કહ્યું કે, બાપુજીની સામે ઘૂંઘટ.."
બસ, હવે એકદમ ચૂઉઉઉઉપ..
ક્યારની બાપ-દીકરા વચ્ચેનો વાર્તાલાપ સાંભળી રહેલી સરિતા દીકરાનો હાથ પકડીને શો-કેસ પાસે લઈ ગઈ. શોકેસમાં મૂકેલાં ત્રણ બ
ંદર સામે આંગળી ચીંધીને બોલી, "બુરા મત દેખો, બુરા મત બોલો, બુરા મત સુનો.."
દીકરાએ દાદા-દાદી અને તેનાં પિતા સામે જોઈને કહ્યું,.મને તો સમજાઈ ગયું. તમને બધાંને સમજાયું ?
સરિતા ભણેલી હતી. એને પરિવાર અને જોબ બેમાંથી એક પસંદગી કરવાની આવી તો સરિતાએ સારી ગવર્નમેન્ટ જોબ છોડીને પરિવારને પસંદ કર્યો. પરંતુ સાસુ-સસરા અને પતિ જૂનવાણી વિચારસરણી ધરાવતાં હોવાથી ઘરમાં કામ કરવા સિવાય તેનું ખાસ કોઈ સ્થાન હતું નહિ. કોઈક વાર તે કંઈ સલાહ સૂચન આપી દેતી તો કોઈને ગમતું નહિ. ત્રણેય જણ તેને ઉતારી પાડવાની એકેય તક જતી નહોતાં કરતાં. તેને ઘરની શાંતિ ભંગ ના થાય એટલા માટે બોલવાનું જ બંધ કરી દીધું.
દીકરાનાં સવાલનો કોઈ પાસે જવાબ નહોતો ત્યારે સરિતાએ જે સમજદારી દાખવી તે બદલ બધાં છોભીલાં પડી ગયાં.