STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational

સમાજના પ્રેરણા સ્ત્રોત

સમાજના પ્રેરણા સ્ત્રોત

1 min
217

દિવ્યાંગતા કુદરતી અભિશાપ કે કર્મ ફળ વિચારવા કરતાં કોઈ પણ કુટુંબનાં આભમાં પડેલ બાકોરું છે અને સમસ્યા ત્યાં થીગડું કેમ મારવું તે છે ! વાસ્તવમાં દિવ્યાંગતા મતલબ ખોડખાંપણ કરતા કોઈ અંગની કાર્ય કરવાની વિશિષ્ટતા છે. દિવ્યાંગ લોકોની કાર્ય પારંગતતા કે મનોબળ જોઈએ તો સામાન્ય માણસ પણ નતમસ્તક થઈ જાય છે.

રોજીંદા જીવનની હાડમારીને અવગણી આ સુપર હ્યુમન સિધ્ધના શિખરો ઝુકાવી પ્રેરણા સ્ત્રોત થઈ સમાજને રાહ ચીંધે છે. પછી તે હેલન કેલર હોય, સ્ટીફન હોકિન્સ હોય કે પછી પુરાતન અષ્ટાવક્ર મુનિ કે સૂરદાસજી હોય.

આજના યુગમાં પણ રવિન્દ્ર જૈન, સંગીતનો યુગ છે તો સુધા ચંદ્રન, અરુનિમા, પ્રિથી શ્રીનિવાસન, આબીદ જાવેદ કે પદ્મશ્રી ડૉ. સુરેશ અડવાની દિવાદાંડી બની સમાજનું નિર્માણ કરી રહ્યાં છે.

કોઈ પણ સમાજ માટે શારિરીક વિકલાંગતા સ્વીકાર્ય હોય શકે પણું માનસિક વિકલાંગતાને સ્થાન ના જ હોવું જોઈએ. દિવ્યાંગતાને સહાનુભૂતિ, સહકાર અને હકારાત્મક અભિગમ સાથે વધાવીએ લોકોને પણ સામાન્ય જીવનના હક્કદાર બનવા મદદરૂપ થાય તો સમાજ કલ્પનાતિત પ્રગતિ કરી શકે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational