શરણાઈના સૂર
શરણાઈના સૂર
મુઠ્ઠી ભરીને અમે વાવી તી ઝંખનાને સીમ ભરી ઉગી લીલાશ
ખોબો ભરીને અમે શમણાં પીધાને પછી રોમ રોમ ફુટયું આકાશ
અમલને શાંતાબાએ અને રસિકભાઈએ ખૂબ વ્હાલથી ઉછરેલો અને અણમોલનુ બાળપણ અને યુવાવસ્થા એવું સ-રસ રીતે ઉછરેલું કે તેનામાં સહાનુભૂતિ સંગ સંવેદનશીલતાને પ્રેમ સ્વભાવમાં ભળી ગયેલા. કોલોનીમાં રહેતાનેબર્સ તેની સાક્ષી હતા. જ્યારે પણ કોઈ જરૂર હોય તો તેનો શાંતીથી નીવેડો અણમોલ જ લાવતી. શાંતાબાની નજરો તો તેને જોતાં જ ટાઢી થાતી. રસિકભાઈને હિંચકે ઝૂલતા છાપુ વાંચવાની ટેવ. ઉપરથી સારા ગુજરાતી સામયિકો મળે તો તેનો લાભ પણ લેતાને ખુશ થાતા. 'જનકલ્યાણ'; 'નવનીત';' ધર્મસંદેશ', વગેરે આપતા અણમોલને જોઈ શાંતાબા મલકાતા બોલ્યાઃ ' આવ બેટા ! શું લાવી છે આજે ?' પોપટા (લીલા ચણા) ફોલતા ફોલતા હસ્યા. અણમોલે ઝવેરચંદ મેઘાણીની "સૌરાષ્ટ્રની રસધારા" અને "સરસ્વતીચંદ્ર-ભાગ-૧ "નીચે મૂકતા ધીમા અવાજે મીઠું હસી બોલી ઃ " ગઈ કાલે લાઈબ્રેરીમાં ગયેલી ત્યાંથી લાવી છું.પણ બા એ આજે ખીર બનાવેલી તો રસોડામાં મૂકું છુંને જાંઉ છું પછી આવીશ પણ કામ કાજ હોય તો જરૂર કહો."
અણમોલની સાદગીને સૌમ્યતા જોઈ શાંતાબા હરખાતા બોલેલા આ છો'ડી જ્યાં જશે ત્યાં કૂળ ઉજાળશે. તેના લાંબા કાળા ભમ્મર વાળે વાળેલા બે ચોટલા સ્કર્ટ્ની ધારે લટકતા હતા. ધાર્યુ ધણીનું થાયને બન્યું એવું કે અમલ અને અણમોલ પ્રેમમાં પડેલા આખરે પરણીને પ્રભુતામાં પગલાં પાડયાં. વર-વધુને જોઈને ખૂબ ખુશ થાતાને શાંતાબા નજર ઉતારવા બેસી જા'તા.અકારણ કુટુંબના કોઈ સદસ્યની મીઠી નજર પણ લાગી જાય અથવા કોઈ જલી જનારું કે તમારું ખરાબ થતું જોઈએન ખુશ થનારું હોય તો.. ના, ના એમ પોતાના પગ પર કુહાડી શું કામ મારવા દેવાય. સોળે શણગારે સજેલી વધુ અણમોલના ઓવારણાં લેતા શાંતાબા એ "અખંડ સૌભાગ્યવતી ભવ"ને પુત્રવતી ભવ કહી ગળે વળગાળતા કહેલું ખુબ ખુબ સુખી થજોને કરજો."
માથે ઓઢેલ અણમોલના આંખમાંથી બોર બોર જેવડાં આંસુડા ખરી પડ્યા..શાંતાબાને પગે લાગતા ચરણ સ્પર્શી ભીના થઈ ગયા જાણે તેમના પગ આંસુએ પખાળ્યા. તરત ગળે લગાવતા રડવાનું નથી કહી આંસુ લૂંછી લીધેલા પણ રસિકભાઈની આંખોના ખૂણે પણ ભીનાશ ઉભરેલી. અણમોલની જ્વેલરીનો ઘાટ પણ તદ્દન નવી જ ડિઝાઈનનો હતો. કાકીમાને ફોઈબા આવીને વખાણી પણ ગયા. ત્યાં બાજુનાઅ ગામમાં રહેતા વિમુબેન પણ એમની રૂપાને લઈને આવીચડ્યા.
વિમુબેન ગળે પહેરેલ હારને અડતા બોલ્યાઃ 'ઓહોહો ! આજકાલ સાચુ જ કોણ પહેરે છે કે આપ્યું હશે એની મા એ ? ચાંદીનો કંદોરો પણ પોસાયો નથી લાગ્યો સાવ કમર ખાલી છે. એક ઝૂડો તો આપ્યો હોય તો પહેરેને...!' આનુ નામ તે કાગડાના મોઢામાં કદી રામ ન આવે તે. બધા જાણતા જ હતા વિમુબેન કોઇનું સારું કદી ન જોઈ શકતા કે કોઈના વિષે સારું બોલતા. બાજુમાંથી પસાર થનાર અજાણી વ્યક્તિ આવી અણમોલના કાનમાં ગણગણી ગઈ કે "ગામનો ઉતાર છે એનું શું સાંભળવાનું ? ને ખરાબ લગાડવાનું ? આહા..! આખરે પોત પ્રકાશ્યા વિના ન જ રહે. સદા મંગલમ ભવમાં માનનારા શાંતાબાએ દૂરથી જ ઇશારો કરેલો કે છો બોલે... બોલે એના મોં ગંધાય... ગામને મોંઢે ગયણાં થોડા બંધાય.. ! અણમોલના પિતાના વાક્યો યાદ આવ્યા " જેવી જેની દ્ર્ષ્ટિ એવી જ એની સુષ્ટિ. "
આજે મન બહુ બેચેન હતું કદર કરવાવાળા કરતાં બે કડવા શબ્દો કહેવાવાળા મળી જાય ત્યારે દિલ બહુ દુઃખે છે. આરામથી રહેવા મળે છંતા કટુ વચનો કહેવાય અને સંતોષ ના દેવાનું વિચારીને નીકળેલ વ્યક્તિ પેટભરીને જમ્યા પછી પણ એટલું જ કહે ; ક્યારેક ક્યારેક ભૂલમાં તારી રસોઈ સારી બની જાય છે. મનમાં એમ થાય કે ચૂપચાપ ઓડકાર ખાઇલોને...!! વ્યક્તિ જાણી જોઈને બીજાને હેરાન કરે તેને ભગવાન જવાબ આપે. અથવા બા કહેતા તેમ પણ બને કે જેને કોઈ ન પહોંચે તેને પેટ પહોંચે. સંજોગો બદલાય અને પૈસાની અછત રહે તો ટોણા મારવાનું કોઈ ના છોડે...ત્યારે તમારા આપેલ ભોગ ભૂલાઈ જવાય. બધા જાણીએ છીએ કે નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ. વક્ત શું શું શીખવે છે તો પણ શાંતિથી હલ કાઢો તો તમે ગ્રોન-અપ થયા ગણાવ. જાડી ચામડીના થઈ જાઓ નહીં તો લોકો તમને 'સેન્ટી' કહેશે. તમારી ઉડાવે તમને નીચે દેખાડેને કામ હોય ત્યારે જ યાદ કરે. બધું સારું જાય તો પણ ક્યાંકને ક્યાંકથી તમારો જ વાંક કાઢે. આજે મંદાની યાદ બહુજ આવતી હતી. મંદાને જોયે બહુ વખત થઈ ગયો છે...અણમોલ અને અમલ હજુ સૂતા જ રહ્યા હોત જો ફોન ની ઘંટડી ના રણકી હોત. મંદા નો ફોન આવેલો બસ ખૂબ મજા આવી મળીને ફરી ક્યારે મળીશું બધા શોપિંગ શોરૂમ ની વાતો પછી ફોન મૂકી દીધો.
મેંદીની ડિઝાઈન જોઈને ખુશ થાતી મંદા ની દિકરી રૂપા પણ મેંદી મૂકાવવા બેસી ગઈ. શરણાઈના સૂરોનું ગુંજન મધુર હતુ. ઓલમોસ્ટ ભાન ભૂલી જવાય...માહોલ પણ એવો જ હતો. માસીની દીકરી બહેન મંદા છે ક અમેરિકાથી આવી હતી. અણમોલના લગ્ન નો મંડપ-માંડવો તો ફૂલોથી સજ્જ હતો. ફુલોના ગજરાં ની વેલોને ઝૂલોને તેના પર બેસીને અણમોલ મેંદી મૂકાવતી હતીને ચાર ખૂણે અકઠી થયેલી પિયરીયાની દિકરીઓ પણ મેંદી મૂકાવતી હતી.. રૂમઝૂમ નુપૂરના અવાજથી ગુંજતું આંગણું ચંદરવા નીચે હસ્તી શિશુ- ઢીંગલીઓથી મહેકતું હતું....વાતાવરણ મનોહર હતું ઉપરથી શાંતાબા ની આજ્ઞા પ્રમાણે રંગરંગના તાજા ફૂલોની ગાલીચા જેવી રંગોળી શોભી રહી હતીને તેના પર પ્રગટાવેલા દીવડા ઝળહળી ઉઠેલા. કુમકુમ પગલાં પાડતી સોહામણી અણમોલ નો હરખભેર આવકાર થયો ત્યારે ભાઈ મહેશ અને નિશાભાભી દાગીના- કપડાં-સૂકા મેવા-ફળફૂલોની છાબ સંગ દાખલ થયા અને એમની ઢીંગલી "પાયલ " તો ફોઈ અણમોલની ગોળગોળ ફરતી હતી તે ચૂપચાપ જોવા લાગી. અચાનક બોલી ઉઠી ' મને પણ લગન કરવા છે.. કેટલી બધી ગીફ્ટ ફોઈને એકલાને મળી છે.મને તો આટલી બધી બંગડી જોઈએ છે ' કેહતી હાથ પહોળા કરી બોલી રહીને બધા હસી પડ્યા.
બે વર્ષે ઘરે પારણું શું બંધાણું તેની તબિયત નરમ ગરમ રહેતી ત્યારથી બસ ન જાણે શું કામ પણ બધાના મિજાજ બદલાતા ગયા.ને ઉલટી થાય ત્યારે બાજુ આવી પંપાળી જતા બા તે જતે દહાડે બંધ થયા. રોજ મરે તેને કોણ રૂવે ? બિચારી તો પણ ઉભી થઈને થાય તે કરે. બને તેટલી મદદ પણ કરે. છેલ્લા દિવસોમાં તો તેનાથી હરવા ફરવામાં તકલીફ ખૂબ પડતી પણ કોઈને પડી જ નહોતી. પછી શું? વોટરબેગ બ્રોક થઈને એકલી રીક્ષામાં બેસીને તે પ્રસુતિગ્રુહે પહોંચી... નર્સને બધા તો અવાક થઈ ગયા..!! એની મિનિટ બેબી આવી જશે આટલી વાર સુધી કેમ જલ્દી આવ્યા નહીં..પ્રશ્નો પૂછતા હતા. સ્ટ્રેચર પર ગોઠવીને ડીલીવરી રૂમમાં તાબડતોબ લઈ ગયા..ને તરત જ બેબી બહાર આવવા તત્પર હતી. ડોક્ટરને નર્સે જોયું કે ઓહ બેબીને ઓક્સીજન પણ બરાબર મળતો નથી એના ગળે અમ્લીકલ કોર્ડ વિંટળાઈ ગયો છે. સીઝેરીયન કરવાનો પણ સમય નથી બેમાંથી એકને જ બચાવાશે ?? બીજા ડોકટર રૂમમાં ધસી આવ્યા વધુ અનુભવી હશે કે તરત જ બેબીને ઓક્સીજન દીધોને કોર્ડ પણ કાપી માને પણ ઓક્સીજન આપવાનું ચાલુ કરાવ્યું હાશ ! માંડ માંડ બધુ પાર પડ્યું... પણ બેબીને 'મંદબુધ્ધિ' સ્પેશિયલ હેન્ડીકેપ બાળક તરીકે બતાવ્યો. તે રડતી રહી ..શું થાશે હવે ? કોણ એની સંભાળ રાખશે પ્રેમથી ? આ બચ્યો જ શું કામ ? હજુ હમણાં તો તેનો ગ્રહ પ્રવેશ થયો ત્યારે તો બધા કેટલા ખુશ હતા... હવે તો કોઈ એનું પણ ધ્યાન નથી રાખતા તો મોર અન્ડરસ્ટેંડીંગ લઈને બાળકનું કોઇ ધ્યાન નહીં રાખે...મારા બાળકને સ્પેશીયલ એટેન્શન કોઇ નહીં આપે ...!! મંદબુધ્ધિના બાળકોની સંભાળ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે....તેવું ઘરમાં કોઇ સમજશે કે નહીં. કોઈ સમજે તે પહેલા હું તેની મા છું મારે જ તેની સંભાળ લેવાની છે તેથી મારે મારી જાતનું ધ્યાન પહેલા રાખવાનું છે. મન મક્ક્મ કરી લોકોની વાતોનો અનાદર કરવાનો.. લોકોનું તો કામ છે બક બક કરવાનું.
