Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Mariyam Dhupli

Inspirational


3  

Mariyam Dhupli

Inspirational


શ્રીમાન શાહનું કુંડુ

શ્રીમાન શાહનું કુંડુ

3 mins 704 3 mins 704

શ્રીમાનશાહને પોતાનું કુંડુ ખુબજ પ્રિય. જ્યાં શ્રીમાનશાહ હોય ત્યાં એમની જોડે એમનું કુંડુ પણ અચૂક હોય. ઘરમાંથી બહાર પગ મુક્તી વખતે કે ઘરમાં પરત થતા સમયે, જાગતાની સાથેજ અને ઊંઘતી વેળા પણ. શ્રીમાનશાહને એમના કુંડાથી છૂટા કરવા એતો તદ્દન અશક્ય જ!  


કુંડામાં ઉછરી રહેલ છોડની કાળજી અને માવજત એજ એમના એકમાત્ર લક્ષ્ય. આ લક્ષ્યને યોગ્ય રીતે પાર પાડવા એ દરેક સ્થળે, દરેક સમયે પોતાનું કુંડુ જાતે ઉપાડી સાથેજ રાખે. કોઈ પણ બેદરકારી માટે કોઈ અવકાશજ ન રહે. કોઈના ઘરે ગયા હોય કે કોઈ ઘરે આવ્યું હોય, કોઈનો જન્મદિવસ હોય કે મરણ પ્રસંગ, લગ્ન સમારંભ હોય કે મરણ તિથિ, કોઈ પણ ઉત્સવ હોય કે કોઈ પણ ઉજવણી શ્રીમાન શાહનું કુંડુ એમની જોડેજ પડછાયા સમું. એમાં ઉછરી રહેલ છોડની ચિંતામાં દરેક પ્રસંગો એકસમાન બની રહેતા. ખુશીની ક્ષણ હોય કે દુઃખની ક્ષણ, મનના ઊંડાણોમાં દરેક ભાવ સૂન પડી રહેતા. પગમાં ચડતી ખાલી સમયે પગ જીવિત હોવા છતાં જેવો નિર્જીવ ભાસે, એવુજ એમનું સંવેદના જગત પણ કુંડામાં વિકસી રહેલ છોડના યોગ્ય ઉછેર અને વિકાસની ચિંતામાં એજ પ્રમાણે જીવિત હોવા છતાં મૃત, નિર્જીવ એક ખૂણામાં પડ્યું રહેતું. 


આખો દિવસ, આખી રાત કુંડાને સતત સાથે લઇ ચાલતા એમનું શરીરજ નહીં એમનું મન પણ ચિંતા અને તાણથી સતત થાક્યું-પાક્યું રહેતું. ક્યારેક સ્નાયુઓ પીડા આપતા તો ક્યારેક મગજની ઇન્દ્રિયોનો અસહ્ય દુ:ખાવો. પણ શ્રીમાન શાહને એ પીડા, એ વેદના મંજુર હતી. કુંડુ આંખો સામે હોય તોજ એ પોતાની ફરજ નિભાવી રહ્યા હોય એવી કર્તવ્યપરાયણતાની ભ્રમણાઓમાં પોતાના જ શરીરનું જતન અને કાળજી એ ખુશી ખુશી ચુકી જતા.


ક્યારેક કુંડાની સુરક્ષા અંગેના વિચારો એમને આખી આખી રાત જાગતા રાખતા તો ક્યારેક આખો આખો દિવસ ભૂખ્યા, તરસ્યા એ કુંડાની માવજત પાછળ ધૂની બની પડ્યા રહેતા. શરીર પ્રત્યેની આ બધી બેદરકારી ક્યારેક છાતીનો દુખાવો બની ઉઠતી તો ક્યારેક અવનવી માંદગી સ્વરૂપે દર્શન આપતી. અતિ ચિંતા અને તાણ ભર્યા વલણને કારણે ઔષધિઓ અને દવાઓ એ એમને પોતાના શરણાર્થી બનાવી મુક્યા હતા. માથું દુઃખે કે હૃદય ધ્રૂજે, આંખો બળે કે એસીડીટી ઉપડે, ડિપ્રેશન હોય કે હાઈ બ્લડ પ્રેશર, દરેક પરિસ્થિતિનો સામનો કરવા જુદી જુદી તબીબી સારવારોનો સહારો મળી રહેતો.


તબિબોએ અગણિતવાર સમજાવવાનો પ્રયાસ કરી જોયો. જુઓ, શ્રીમાન શાહ, આમ આખો દિવસ, આખી રાત આ કુંડાને સાથે લઇ ન ચાલી શકાય. છોડના જતન અને માવજત માટે જેટલી મહેનત શક્ય હોય આપ કરી રહ્યા છો. હવે એ પરસેવાને એકાંતમાં એનું કાર્ય કરવા દો. આપનાથી બનતું બધુજ આપ કરી રહ્યા છો. પણ આમ દરેક સ્થળે, દરેક પ્રસંગે આ કુંડાનો ભાર સાથે લઇ ચાલશો તો કોઈ ગંભીર માંદગીમાં પટકાશો. આ છોડ એની મેળે આપોઆપ વિકસશે, એજ પ્રકૃત્તિનો નિયમ છે. એને માથે ઉપાડી ફરવાથી એના વિકાસની પ્રક્રિયાને કોઈ લાભ મળવાનો નથી. એનાથી વિરુદ્ધ એની વ્યર્થ ચિંતા કરતા જો આપની તબિયત બગડી તો આ કુંડાની કાળજી અને દરકાર લેવા પણ કોઈ ન આવશે. 


પણ આમ માની જાય એ શ્રીમાન શાહ નહીં. કોઈ કઈ પણ કહે એ પોતાની ફરજ ધૂની બની બજાવ્યે જ જાય. કુંડાનો ભાર એક ક્ષણ માટે પણ એમનાથી અળગો ન થાય તે ન જ થાય.


દિવસો વીતતા ગયા અને સાથે સાથે કુંડા પ્રત્યેની એમની ચિંતાને તાણ પણ ક્રમશ: વધતીજ રહી. બીજી તરફ કુંડાનો ભાર એમના શરીરના થાકને ચરમસીમાએ પહોંચાડી રહ્યો. એક દિવસે શારીરિક અને માનસિક થાક એની પરાકાષ્ઠાએ પહોંચ્યો. જાતે કુંડાની અને છોડની યોગ્ય માવજત લઇ શક્યા નહીં એવો ભ્રમણાસભર અપરાધભાવ મનને રહેંસી રહ્યો. પોતાની જાતને સજા આપવા તેઓ કુંડા જોડે એક બહુમાળી ઇમારતની છત ઉપર પહોંચી ગયા અને આંખો મીંચી કુંડા જોડે છલાંગ લગાવી દીધી. 


થોડી ક્ષણોમાંજ શ્રીમાન શાહનું મૃતદેહ એ બહુમાળી ઇમારત નીચેથી ઊંચકી લેવાયું. છોડ અને કુંડાનો દરેક અંશ કચરા પેટી ભેગો કરી દેવાયો. 


'શું શ્રીમાન શાહનું પગલું યથાર્થ હતું ? શું તેઓ પોતાના કુંડા અને છોડને સાચો પ્રેમ કરતા હતા ? 

ઉત્તરતો આપવો જ પડશે ! કારણકે શ્રીમાનશાહને આપણાથી વધુ કોણ ઓળખે છે ? એમના કુંડા અને છોડને આટલી નજીકથી આપણા સિવાય કોણે જોયા છે ?


કેમકે શ્રીમાન શાહ બીજું કોઈ નહીં આપણે જ છીએ અને આપણું કુંડુ એ આપણું જીવન...!


Rate this content
Log in

More gujarati story from Mariyam Dhupli

Similar gujarati story from Inspirational