શરદ પૂર્ણિમા
શરદ પૂર્ણિમા


આજે શરદ પૂર્ણિમા છે, જેને શરદ પૂનમ પણ કહેવામાં આવે છે.. નવરાત્રીની આરાધના પછી શરદ પૂર્ણિમા નું પણ આગવું મહત્વ છે. શરદ પૂનમ ના ઘણી જગ્યાએ ગરબા,રાસ રમાય છે. આખી રાત પૂનમની શીતળ ચાંદનીમાં માનવ મહેરામણ ગરબે ઘુમે છે અને દૂધપૌંઆ ખાય છે જેથી પિત નું શમન થાય છે અને નવદિવસ ના ઉપવાસ પછી પૂનમે માતાજી અને અગાશીમાં દૂધપૌંઆ મુકી ખાવાથી શરીરમાં શક્તિ અને શાંતિ મળે છે અને એસીડીટી અને પિત્તનો નાશ થાય છે. ખૈલયાઓને તો શરદ પૂર્ણિમાના ઉજાગર વ્હાલા લાગે છે કારણ કે પોતાના સાથી સાથે ખુલ્લા મને ગરબે વધુ એક દિવસ રમવા મળે છે. પૂનમની રાત કેમ રળીયામણી ને રઢિયાળી લાગે છે, ખબર છે? કારણકે ત્યારે ચાંદો પૂર બહારમાં ખીલી ઉઠે છે. સોળ શણગાર સજીને ચાંદની ઉતરી આવે છે અવનિ પર રાસ રમવા માટે. પૂનમ વખણાય છે ચાંદાના લીધે. ચાંદો વ્હાલો લાગે છે એના સંપૂર્ણ વિકાસના લીધે. અને આમ જ જે સંપૂર્ણ વિકાસ પામે છે એ પૂનમની જેમ ખીલી ઉઠે છે અને પરિવાર અને સ્નેહીજનો ને શીતળ છાયા આપે છે.
એક ગરબાની પંક્તિ.
" શિર રૂપલા ઘડુલે રજનીના, રૂપલા રસ રેલાય.
ચીર ભીંજે અવનિના, ગગને ચાંદલીયો મલકાય."