શિયાળાની ઠંડીમાં
શિયાળાની ઠંડીમાં
શિયાળાની ગુલાબી ઠંડીમાં પુરા વર્ષની તંદુરસ્તી સમેટી લો......
ઋતુઓ તો ઘણી છે પણ શિયાળાની તો વાત જ અલગ છે. શિયાળાની ઠંડીમાં આપણે પુરાં વર્ષની તંદુરસ્તી સાચવી શકાય છે.
શિયાળો આવતાં જ બજારમાં લાલ લાલ ગાજર, બીટ, વટાણા, ફલાવર, ટમેટા, પાલક જેવાં શાકભાજીઓ આવવાં લાગે છે. વળી શિયાળામાં ગરમાવો મેળવવા આપણે જુદા જુદા પાકો જેવાં કે અડદિયા, સાલમ પાક, મેથીના લાડુ, વસાણાં, ખજૂર પાક જેવાં વસાણાં ખાયને પુરા વરસ તરોતાજા રહી શકાય છે.
શિયાળામાં ઠંડીને કારણે ભૂખ પણ સતેજ બને છે. પાચન પણ જલ્દી થાય છે. તો આ ઋતુમાં જો યોગ્ય આયોજન કરવામાં આવે તો પુરું વરસ સારૂ જાય છે. રોજનાં મેનુમાં એક ગાજર જરૂરથી ખાવું. જેથી તમારી આંખોની રોશની સલામત રહે. વળી લાલ ટમેટાં અને બીટનો ગરમ ગરમ સૂપ પણ શિયાળાની ઠંડીમાં ગરમાહટ આપે છે.
ખજૂર, પાલકને પણ જરૂરથી ખાવા. ખજૂરથી હિમોગ્લોબીન વધે છે. તો પાલકમાંથી વિટામિન એ મળતાં આંખો માટે સારી છે.
આપણે ગુજરાતીઓ ખાવાનાં શોખીન છે. શિયાળો આવતાં જ રીંગણનો ઓળો, રાયતાં ગાજર, મરચાં, લીલા લસણનું શાક, લીલી હળદરનું શાક વગેરે બધાં જ ઘરોમાં બને છે. બાજરીના રોટલા પણ શિયાળામાં ખાવાની મજા આવે છે. લીલી ડુંગળી, મેથી, પાલક ખાવાથી તમારાં આંતરડા સારાં રહે છે. પૂરા દિવસમાં થોડાં ડ્રાય ફ્રુટ પણ લો. જે તમારાં શરીર માટે ખૂબ સારાં છે. અખરોટ, અંજીર, બદામ, કાજુ જેવાં ડ્રાય ફ્રુટ શરીરને ગરમાવો આપે છે.
શિયાળાની ગુલાબી ઠંડીમાં તાપણાનો આનંદ લેવો એ પણ એક લ્હાવો છે.આવી ઠંડીમાં તાપણું હોય, સાથે કોઈ આપણું હોય તો પુછવું જ શું ! મને તો કોઈ પૂછે કે તને કંઈ ઋતુ ગમે ? તો મારો એક જ જવાબ હોય શિયાળો...!
