શિક્ષક એક ઘડવૈયા
શિક્ષક એક ઘડવૈયા
આજે ૫મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ. ડો. સર્વ પલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છે. માતા-પિતા પછી જો બાળકનાં જીવનમાં કોઈ આદરણીય સ્થાન હોય તો તે શિક્ષક જ છે.
શિક્ષક એટલે ખાલી અભ્યાસક્રમને પૂરો કરવો તે નહીં પણ વિદ્યાર્થીમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ કરે છે. પુસ્તકના જ્ઞાન સાથે સાથે વ્યવહારિક જ્ઞાન, નિયમિતતા, દયા, લાગણી જેવાં ભાવો સાથે બાળકનો સર્વાંગી વિકાસ એક શિક્ષક જ કરી શકે છે. એક રીતે કહીએ તો માતા પિતા પછી શિક્ષક જ એક એવી વ્યક્તિ છે જે બાળકના ચારિત્ર્યનું ઘડતર કરે છે.
વિદ્યા જેવું અમૂલ્ય ધન મેળવવા માટે બાળકનાં જીવનમાં શિક્ષક એક મહત્વનો રોલ નિભાવે છે. દેશનાં ભાવિ ઈમાનદાર નાગરિકનું ઘડતર કરવાની જવાબદારી એક શિક્ષકની છે.
"વિદ્યા દદાતિ વિનયમ " એટલે કે વિદ્યા વિનયથી શોભે છે. અભ્યાસમાં ભલે વિદ્યાર્થી ટોપર હોય, પણ તેનામાં વિનય, નમ્રતા જેવાં ગુણોનું સિંચન એક શિક્ષક જ કરે છે.
હું પણ એક શિક્ષક છું. એ વાતનું મને ગૌરવ છે. આજે બાવીસ વર્ષથી હું શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલી છું. મારા માટે દરેક બાળક ખાસ છે. એવાં ઘણાં વિદ્યાથીઓ છે કે જે આજે એન્જીનિયર, શિક્ષક કે કોઈ મોટી પોસ્ટ પર છે .અને એ વિદ્યાર્થીઓ આજે પણ મને યાદ કરે છે. એ જ એક સાચાં શિક્ષક તરીકેનું મારું મોટું ઈનામ છે.
મારાં વ્હાલાં બધાં જ વિદ્યાર્થીઓને શિક્ષક દિવસની શુભકામનાઓ.
