શિક્ષિત વહુ
શિક્ષિત વહુ
એક નાનકડું ગામ હતું. ગામમા ઘણાં લોકો રહે. એમા એક લાખાશેઠ કરીને જમીનદાર રહે. તે ખુબ જ ભણેલો અને ચાલાક. ગામના સામાન્ય લોકો પાસે કોઈપણ રીતે સહી કરાવી જમીન પડાવી લે. આખુ ગામ તેનાથી રાડ કાપે.
તે જ ગામમાં એક રમણભાઈ નામે વ્યક્તિ રહે. તેને બે દીકરા. જમીન લગભગ પચાસેક વિઘા. લાખાશેઠ ગમે તે રીતે પટાવી દશ વિઘા જમીન પોતાના નામે કરી લીધી.
તેના બંને દીકરા પણ અભણ. હવે કરવું શું. આમાંથી બચવા માટે કંઈક તો વિચારવું જોઈશે. તે બધાને પૂછે કે મારે જમીન બચાવવી હોય તો શું કરવું.
બધા પોતાની રીતે ઘણી સલાહ આપે. પણ આ ભાઈને એકેય યોગ્ય ન લાગે. એવામા એક દિવસ તેને એક ભણેલ વ્યક્તિ મળ્યા. તેણે કહ્યું, તમારા દીકરા તો ભણેલ છે નહીં. હવે એમાં તો કંઈ થાય નહિ. તમારા બંને દીકરાના લગ્ન બાકી છે. એક કામ કરો તે બેમાંથી એકની વહુ એવી શોધી લાવો જે શિક્ષિત હોય. એટલે કે તે ભણતર અને ગણતર બંને જાણતી હોય.
રમણભાઈ ના મનમાં આ વાત ઘર કરી ગઈ. પછી તો તેમણે પોતાના દીકરા માટે ભણેલી વહુની શોધખોળ ચાલુ કરી. તેને જોઈએ એવી વાત ન જામે. ભણેલી હોય તો ગણેલી ઓછી.
આ વાત ગામેગામ બધાને જાણ થઈ ગઈ. એક દિવસ આ વાત સાંભળીને એક ગામેથી સામેથી તેના દીકરા માટે ભણેલી વહુની વાત આવી. પરંતુ હજી તેનુ ભણતર પૂર્ણ થયેલ નથી. તમે અહિથી તેનું ભણતર પુરુ કરાવો તો વાત બને.
રમણભાઈ તૈયાર થઈ ગયા. એમાં શું ? હું મારી વહુને ભણાવીશ. પછી તો ધામધૂમથી તેમના દીકરાના લગ્ન થયાં. અને તેમણે પોતાની વહુને સારામાં સારી શાળામાં દાખલો અપાવ્યો. આને ભણતર પુરુ કરાવ્યું.
તે ભણીને મોટી કલેકટર બનીને ગામમાં આવી. સીધા જમીનદાર લાખાશેઠને ત્યાં જ એન્ટ્રી કરી. હવેથી જો ગામમાં કોઈની પણ સાથે ચાલાકી કરી એટલે તમારી ખેર નથી.
લાખાશેઠ તો મૂંઝવણમાં મૂકાયા. હવે આપણું કંઈ ચાલશે નહીં. તે દિવસથી રમણભાઈ તો ઠીક આખા ગામને શાંતિ થઈ ગઈ.
જીવનમાં હંમેશા પહેલું મહત્વ ભણતરને આપો.
