Ravi Gohel RJ Ravi

Tragedy Crime Romance

4  

Ravi Gohel RJ Ravi

Tragedy Crime Romance

શિખા - ધ ક્રિમીનલ વાઈફ

શિખા - ધ ક્રિમીનલ વાઈફ

6 mins
14.1K


કોલેજનું છેલ્લું વર્ષ પાસ કરી લીધું. હવે, કોઈ સારી જોબ. એવામાં કાકાનાં મિત્રના રેફરેન્સથી શહેરની વેબડેવલોપીંગ કંપનીમાં ઈન્ટરવ્યુ આપવાનું થયું. જેવી જાણ થઈ કે બીજા દિવસે ઈન્ટરવ્યુની તૈયારી ચાલુ કરી દીધી.

આજ સવારે મિ. કાર્તિકની બાઈક ઘરની બહાર નીકળી સીધી પેરેમાઉન્ટ કોમ. પાસે પહોંચી. ઓફિસ નં. ૪૪૫ - અલ્ટ્રાસાઈન વેબડેવલોપીંગ.

"મેં આઈ કમીન?"

"યશ, કમીન."

"થેંક્યુ સર."

"માય સેલ્ફ કાર્તિક દેવળીયા."

એક મિનિટ બંને એકબીજાની સામે કતરી-કતરી નજરે જોયું. છેલ્લે, કંપનીનાં મુખ્ય ફાઉન્ડર 'વ્રજ શેખ' બોલ્યાં, "તો કાર્તિક - માય નેમ ઈસ વ્રજ શેખ." કાર્તિકે વ્રજને તેમની ફાઈલ આપી. વ્રજે અમુક સવાલો પૂછ્યા. તેના જવાબ કાર્તિકે સરળ ભાષામાં આપ્યા.

કાર્તિકની જોબ ડન. આગળ થોડી વાતો ચાલતી હતી એ દરમિયાન કંપનીની એક એમ્પલોઈ 'રાધિકા' ચેમ્બરમાં પરમિશન લઈને દાખલ થઈ. ઓફીસનું કામ હોવાથી બંનેને વાતોમાં દખલ કરી,

"સોરી ફોર ડીસ્ટર્બ."

"ઓકે, નો પ્રોબ્લેમ રાધિકા." વ્રજ બોલ્યો.

કાર્તિકના કાનમાં 'રાધિકા' નામ અટકયું. રાધિકા તેમનાં બોસ સાથે વાત કરતી હતી ત્યારે કાર્તિકની નજર રાધિકાની સામે મળી ગઈ. કાર્તિકે હળવું હાસ્ય આપ્યું.

***

જૂન મહિનામાં કાર્તિકનાં ઓફિસનો પહેલો દિવસ. એ દિવસે ઓફિસનાં સ્ટાફમાંથી કોઈએ નામ પૂછવાની પહેલ ન કરી. ખુણામાં પડેલ રીવોલ્વીંગ ચેઈર લઈને તે બેસી રહ્યો. આંખની નજર આમતેમ ફરતી. મનમાં થોડો નવા માહોલનો ડર. ઓફિસનાં સ્ટાફમાંથી રાધિકા જ ઓળખતી હતી (આમપણ ખુબસુરત સ્માઈલ સાથે કાર્તિકને ઈન્ટરવ્યુ વખતે જ તેનો પરિચય થયો હતો.) પણ છે ક્યાં? ત્યાં જ ટફન ગ્લાસનો દરવાજો ખુલ્યો,

"ગુડ મોર્નિંગ."

"ગુડ મોર્નિંગ રાધિકા." બધાં બોલ્યાં અને કાર્તિક પણ બોલ્યો.

કાર્તિક બેઠો હતો, ત્યાં રાધિકા એક ફાઈલની તલાશમાં, કાર્તિકનાં બાજુમાં પડેલ ટેબલ સુધી પહોંચી,

"ઓહ! તો તમે એ જ ને આપણે વ્રજ સરની ઓફિસમાં ભેગાં થયાં હતાં?"

"હા એ જ."

"અચ્છા, વોટ્સ યોર નેમ?"

"કાર્તિક" બંનેએ હાથ મીલાવ્યો.

કાર્તિકને રાધિકાનું નામ પૂછવાની જરૂર ન પડી પહેલેથી જાણતો જ હતો. ત્યાં રાધિકાને ફાઈલ મળી ગઈ અને બાદ મોટે અવાજે કાર્તિક તરફ આંગળી ચીંધીને બોલી, "ઓફિસમાં કાર્તિકનું ન્યુ જોઈનીંગ છે."

***

"કાર્તિક તમે પાંચ-સાત દિવસ બધાંની સાથે રહેજો એટલે કામની રીત સમજાઈ જાય." વ્રજ (ઊં.૩૪)નો પહાડી અવાજ

"ઓકે, નો-નો પ્રોબ્લેમ."

સૌથી વધારે તેને 'રાધિકા' સાથે કામ કરવાનું બનતું. એક-એક દિવસો જતાં હતાં. ઓફિસથી જાણીતાં બનેલ કાર્તિક અને રાધિકા ખૂબ સારા મિત્રો બની ગયાં.

***

રાત્રે ૮:૪૫નાં સમયે કાર્તિકનાં ફોનની રીંગ વાગી,

"હા રાધિકા..."

"કાલે મને ઘરેથી પિકઅપ કરતો જજે. મારા ધરે બધાં બહાર ગયાં છે તો ઘરકામ કરીને ફ્રી થઈશ, ત્યાં બસ જતી રહેશે."

"હા સારું - સવારે આવી જઈશ."

સવારમાં કાર્તિક રાધિકાનાં ઘરે પહોંચ્યોં એ પહેલાં શેરીમાં લોકોની ભીડ જોઈ. રાધિકાનાં ઘરની બહાર માણસોનું ટોળું. કાર્તિકે ભીડને ચીરીને જોયું તો વિખરાયેલ વાળ, માથા નીચે લોહીનું ખાબોચીયું ભરેલ રાધિકાની લાશ. કાર્તિકની આંખો શું જોઈ રહી છે એ માનવામાં નથી આવતું. રાધિકાને ધરેથી લેવા માટે જ તો કાર્તિક આવ્યો હતો ! એ જ સમયે એમબ્યુલેન્સ આવી અને લાશને ઉઠાવી પી.એમ. માટે લઈ ગયા. પોલીસમેન લોકોની પૂછપરછ કરી રહ્યા હતા. કાર્તિક આટલો ડરામણો માહોલ જોઈ ગભરાઈ ગયો હતો. માણસોની ભીડ વાતાવરણને ગરમ બનાવી રહી હતી. રાધિકાનું મોત હત્યા કે આત્મહત્યા? એ ટોળામાં માણસોનાં અને ખુદ કાર્તિકનાં ધણા આવાં જ સવાલો હતાં. કાર્તિક ઓફિસે પહોંચી ગયો. ત્યાં કોઈને વાતની અણસાર નથી કે શું બન્યું!!

એ દિવસે કામ કરતાં કાર્તિકનું મન ચોંટતું જ નથી. અડધી બપોર થવા આવી ઓફિસનાં બોસ વ્રજ નથી આવ્યા અને રાધિકા પણ. વ્રજની પત્ની 'શિખા' તો સમયસર આવી ગઈ હતી. તેણી આજે કાર્તિકનાં બાજુના ટેબલ પર પોતાનું કામ કરી રહી હતી. મતલબ કે રાધિકાની જગ્યાએ. 

***

શિખા ઊભી થઈ વ્રજની ચેમ્બરમાં ગઈ. તેમણે અંદરથી બેલ વગાડી. કાર્તિકને એ ચેમ્બરમાં બોલાવવામાં આવ્યો. ચારેબાજુથી બંધ અને આરપાર જોઈ ન શકાય એવાં કાચ. એ ચેમ્બરમાં શિખા અને કાર્તિક એકલાં જ હતાં. શિખા એ કાર્તિકને...

***

પોલિસ રાધિકાની હત્યાનો કેસ તપાસી રહી છે. એક એક કડી જોડતાં ધણા દિવસો ચાલ્યાં ગયાં. શિખા કહે છે વ્રજ બિઝનેસ ટુરમાં ગયાં છે અને રાધિકાની તિબયત ખરાબ છે. એ વાતનો આજ પંદરમો દિવસ છે. ઓફિસમાં બધાં પોતપોતાનું કામ કરી રહ્યાં હતાં એટલામાં બે પોલિસ ત્યાં આવી. એક જેન્ટસ અને બીજા લેડી પોલીસ. બધાનાં ચહેરા પર ખામોશી છવાઈ ગઈ. આપણી ઓફિસમાં પોલિસ?? "શિખા યુ આર અંડર અરેસ્ટ" - સીધી જ શિખાની ધરપકડ કરી. કાંડામાં હથકડી અને પોલીસે તમાચાની હારમાળા ચલાવી દીધી. પોલિસે પહેલો જ શિખાને પ્રશ્ન પુછ્યો, "વ્રજ ક્યાં છે?". ઓફિસ સ્ટાફમાંથી એક વ્યક્તિ બોલ્યો, "સર તો ટુરમાં છે". શિખાએ મોઢાનાં ઈશારે એ સાચું બોલ્યો એવું દર્શાવ્યું. ત્યાં તો લેડી પોલિસે શિખાને બે લાકડી ફટકારી. શિખાનાં ચહેરા ઊપર અકળામણને લઈ પરસેવો આવવા લાગ્યો. પોલિસમેને ઊંચા અવાજે પૂછ્યું, "વ્રજ ક્યાં છે?" પાંચ-સાત સેકેન્ડ પછી શિખા બોલી, "મેં તેમનું ખુન કરી નાખ્યું." ત્યાં તો આખો સ્ટાફ અચરજમાં પડી ગયો. કાર્તિકનાં દિમાગમાં થોડું પિક્ચર આવી રહ્યું હતું. એ શિખાનાં ખેલની માહિતી આપી શકે તેમ ન હતો. શિખાની પૂછપરછ કરી રહેલ લેડી પોલિસે તેમનાં વાળને એકદમ ખેંચીને ફરી પૂછ્યું, "રાધિકાની હત્યા કોણે કરી?" શિખાની જીભ શબ્દો બહાર કાઢતી ન હતી એટલે તો તેનાં ગાલ પર તમાચાનો ઊપયોગ થતો. એ સ્ત્રી બોલી, "રાધિકાને મેં તેમનાં ફ્લેટની ગેલેરીમાંથી નીચે ધક્કો મારી દીધો હતો." બધાંની હાજરીમાં શિખાની ઈજ્જત-આબરૂનું કચ્ચરઘાણ નીકળી ગયું. ઓફિસ સ્ટાફની હાજરીમાં જ પોલીસે તમામ મહત્વનાં પ્રશ્નોનો ઉત્તર શિખાની રાજ છુપાવતી મૂંગી જીભમાંથી કાઢ્યાં.

કાર્તિકને નિર્દોષ ફસાઈ દેવાની ગણતરી ખોટી પડી. એ ૩૨ વર્ષની યુવાન રૂપવંતી સ્ત્રીએ આ તો કેવું ચક્કર ચલાવ્યું? - જેમાં બે વ્યક્તિઓનો જીવ ગયો અને ત્રીજાને જેલ જવાની તૈયારી હતી.

***

વ્રજની પત્ની શિખા ઓફિસમાં કામ કરતાં કરતાં કાર્તિકની ચાહતમાં પડી ગઈ. ખુદ શિખાએ જ કાર્તિકને અવારનવાર તેમનાં ખુદ સાથેનાં સેક્સ માટે મજબુર કર્યો હતો. કાર્તિકની મજબુરી એવી બની કે, ઓફિસમાં બદનામ કરવાની અને ઘર સુધી તમામ માહિતીને સત્ય કરી પહોંચાડવાની ધમકી. વ્રજ તેની પત્નીની તમામ હરકતો જાણતો પણ શિખાને એક શબ્દ કહેવાની હિમ્મત ન કરી શકતો. શિખાની નાકામ ચાલ સામે વ્રજને ડર લાગતો. સારો ચાલતો બિઝનેસ બદનામ થવાનો, એ ઈજ્જતથી જીવતા માણસની સમાજમાં આબરૂ જવાનો ડર. પોતાની જ અંગત બાબત - કોને કહેવી? શિખાની આવી છેલ્લે હદ સુધીની માનસિકતા. વ્રજ શિખાનો ફક્ત દેખાવનો પતિ અને બીજો કાર્તિક. તેનાં શરીરનો જીદથી લેવાતો આનંદ. શિખાથી કંટાળેલ વ્રજ 'રાધિકા'ને પસંદ કરવાં લાગ્યો હતો. બંને વચ્ચે ઊંમરનો લાંબો પડાવ (પ્રેમ ક્યાં એ બધું જોવે છે!) એ દિવસે વ્રજ રાધિકાનાં ઘરે ગયો હતો. તેણે રાધિકા સામે તેમનાં પ્રેમનો એકરાર કર્યો. રાધિકાએ સ્પષ્ટ જવાબ આપ્યો નહીં અને વ્રજ ગુસ્સામાં ત્યાંથી નીકળ્યો. આ વાત શિખાને જાણ થઈ ગઈ. એ વાતનો જ શિખાએ ફાયદો લીધો. રાધિકાનાં ઘરે જઈ ફ્લેટમાંથી નીચે ધક્કો મારી હત્યાને અંજામ આપ્યો. વ્રજ કોઈ બીજી વ્યક્તિને પ્રેમ કરે એ શિખાને પસંદ ન હતું. એનું જ પરિણામ રાધિકાએ ભોગવ્યું. બીજો અપવાદ શિખાને સતાવતો કે, કાર્તિક હવે તેમનાં મત મુજબ ચાલતો નથી કે શરીર સુખનો ભાગીદાર નથી બનતો. આમપણ, રાધિકા અને કાર્તિક વચ્ચે વધુ દોસ્તીનાં સંબંધો બન્યાં હતાં.

***

એક પુરૂષની પત્ની બની રહેવાની ઈચ્છા, સેક્સનો અદભુત શોખ, ગ્લેમર લાઈફસ્ટાઈલ - વ્રજની જિંદગી ખતમ કરી નાખી. રાધિકાને મોત અને કાર્તિકની શરૂઆતી જીવનમાં દાગ.

નિર્દોષ કાર્તિક તેમની બેસ્ટ ફ્રેન્ડ રાધિકાને ગુમાવી બેઠો. મિત્રતાનાં એ સંબંધને ભુલાવી શકાતો નથી. મહિનાનાં આખરનાં દિવસોમાં પૈસાની કટોકટીમાં રાધિકા અને કાર્તિક કુલ બસોમાંથી એક-એક સોની નોટમાં જીવતા એ મિત્રતાનાં સંબંધને પૈસાથી ક્યાં ખરીદવા જવો! વ્રજનો રાધિકા તરફનો પ્રેમ હત્યા સમાન સાબિત થયો. રાધિકાની ઊંમર કરતાં નવ વર્ષ મોટો તેમનો બોસ પ્રેમમાં મોત આપી ગયો. કાર્તિક જે શિખા કરતાં ઊંમરમાં નાનો. એ આનંદ માટે શિખાનું રમકડું બની જતો. શિખાની બંને હાથમાં લાડુ રાખવાની નિતી. એક તરફ તેમનો પતિ વ્રજ. બીજી બાજુ મરજી વિનાં પણ કાર્તિકને આપવો પડતો શિખાને શરીરનો આનંદ. 

જે દિવસે રાધિકાનું મૃત્યુ થયું અને કાર્તિક આફિસે પહોંચ્યોં બાદ શિખાએ બેલ વગાડી કાર્તિકને અંદર બોલાવ્યો. એ ઓફીસ ચેમ્બરમાં પણ શિખાની એ જ હરકત. કાર્તિક એ સ્ત્રીનાં આનંદ માટે મજબૂર. છતાં રાધિકાનાં મર્ડર કેસમાં ફસાવવાની ગણતરી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy