Ravi Gohel RJ Ravi

Inspirational Others

3  

Ravi Gohel RJ Ravi

Inspirational Others

પપ્પા, લાડુ લાવશો ?

પપ્પા, લાડુ લાવશો ?

1 min
7.0K


"પપ્પા, આજે મારા માટે લાડુ લાવશો ?"

રુત્વીએ તેમનાં પપ્પાને પૂછ્યું. તેમનાં પપ્પાએ ઊંડો શ્વાસ ભરીને માથે વહાલથી હાથ ફેરવ્યો. પરિસ્થિતિનું સાચું ભાન નથી કરાવવું. આવું મનમાં ધારીને બેઠેલાં એ મોહનલાલ. તેમના પત્ની વગરનાં જીવનમાં રુત્વીને જરા પણ ઊણપ નથી આવવા દેતા. શહેરની એક એક ગલીઓમાં જઈને ભલે નજીવો ભીખ માંગવા સમાન ધંધો કરવો પડે પણ દીકરીના મનના ઓરતા અધૂરાં ન રહે એ માટે રાત-દિવસની ધડીયાળ વેચવાની ફેરી કરે છે. દીકરીની એક પણ ફરમાઈશ અધૂરી નથી રાખતા. જ્યારે એની દીકરીએ પૂછ્યું હતું કે, "લાડુ લાવશો ?" ત્યારે ગરીબીની હર એક ક્ષણને છુપાવી. એ સાત વર્ષની છોકરીને હસતાં મોઢે તેમનાં પપ્પાએ કહ્યું, "હા, બેટા ! લાડુ લાવીશ પણ રોતી નહીં."

*

એમ, સમયને મોહનલાલ વેચતા અને ક્યારે યોગ્ય સમય બનશે એની રાહમાં તેમની રુત્વી દીકરી પચીસ વર્ષ પાર કરી ગઈ. હવે, એ સાસરે જઈ બીજાનાં ઘરની "વહુ" બની ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational