STORYMIRROR

PRAVIN MAKWANA

Abstract

3  

PRAVIN MAKWANA

Abstract

શેરડીના રસ અને કીડીઓ

શેરડીના રસ અને કીડીઓ

1 min
164

એક શેરડીરસઘરવાળો શેરડીનો રસ કાઢે, અને વેચે. પોતાનું ગુજરાન ચલાવે. પણ જ્યારે શેરડીનો રસ કાઢે ત્યારે કીડીઓ તેને હેરાન કરે. ગળપણને કારણે કીડીઓ આવે, ક્યારેક તો શેરડીના રસના ગ્લાસમાં પણ કીડીઓ આવી જાય. ગ્રાહક આ બધું જુએ એટલે રસ પીધા વગર જ પાછા જતાં રહે. 

દુકાનવાળોભાઈ અકળાઈ ગયો. હવે શું કરવું ? સફાઈ કરી કરીને તે થાકી ગયો. પણ કીડીઓ જવાનું નામ જ ના લે. 

એક દિવસ એક સજ્જન ભાઈ તેને ત્યાં રસ પીવા માટે આવ્યા. તેમણે દુકાનદારને ભેગી થયેલી કીડીઓને સાવરણીથી સફાઈ કરતાં જોયો. 

સજ્જન ભાઈ એ દુકાનવાળા ભાઈને પાસે બોલાવ્યો અને કહે;"આ શું કરો છો ? કીડીઓ બીચારી મરી જશે."

દુકાનદારે પોતાની વ્યથા સંભળાવી. તે કહે ; "આ કીડીઓ ના કારણે તો મારી ઘરાકી તૂટી ગઈ ! હું શું કરું ? "

પેલા સજ્જન ભાઈ એ કહ્યું. એમાં શું મોટી વાત છે ? જ્યારે તમે સવારે ધંધો શરૂ કરો, ત્યારે એક ગોળનું ઢેફું લઈને મૂકી દેવું. બધી કીડીઓ ત્યાં જતી રહેશે, તમારે શાંતિથી આખો દિવસ ધંધો કરવાનો. કીડીઓ પછી ત્યાં નહીં આવે. 

પેલા ભાઈને આ વાત ગમી. તે તો લઈ આવ્યો ગૉળ અને એક ખૂણામાં મૂકી દીધો. હવે તો બધી કીડીઓ સીધી ગોળ તરફ. હવે પેલા ભાઈને શાંતિ થઈ ગઈ. 

આરામથી ધંધો ચાલે. લોકો રસ પીવે અને આનંદ કરે. દુકાનદાર પણ આનંદથી ધંધો કરે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Abstract