STORYMIRROR

purvi patel pk

Inspirational

3  

purvi patel pk

Inspirational

શેર માટીની ખોટ

શેર માટીની ખોટ

2 mins
157

રઘલો અને જીવલીના લગ્નને નવ વર્ષના વ્હાણા વાયા, પણ શેર માટીની ખોટ. એકબીજાને ખુશ રાખવા, એ બંનેના જીવનનું ધ્યેય. આખરે ઈશ્વર કૃપાએ જીવલી બેજીવતી થઈ. નાનું એવું ગામડું એટલે ડોક્ટર તો ક્યાંથી હોય ? ડોકટરના નામે બસ એક નેવ્યાસી વર્ષની દાયણ. રઘલાને બસ એક જ ચિંતા કે મારી જીવલીની સુવાવડ સારી રીતે થઈ જાય. આખરે એ દિવસ આવી ગયો. જીવલીથી પ્રસવની વેદના સહન નહોતી થતી. દાયણ પણ કંઇ કરી ન શકી, મારગ જ નહોતો થતો. આવી હાલતમાં રઘલા એ તડજોડ કરીને જીવલીને મોટે ગામ સરકારી દવાખાના સુધી તો પહોંચાડી. ડૉક્ટર સાહેબે જીવલીને તપાસી, પછી રઘલા તરફ જોયું. કહેવા માટે કાંઈ હતું નહીં. બસ, રઘલાના ખભે ભારે હૃદય હાથ મૂકી, નર્સને ઈશારો કરી ડોક્ટર સાહેબ એમની કેબિન ભણી વળી ગયા.

આ નાનકડી વાર્તા દ્વારા દરેક તબીબમિત્રોને ગામડાઓમાં એમની જરૂરિયાત ભગવાનથી જરાય ઓછી નથી એ સમજાવવાનો મારો આ એક નમ્ર પ્રયાસ છે. શહેરોમાં તો ગલીએ ગલીએ જાણે દવાખાનાઓ ફૂટી નીકળ્યા છે. હોસ્પિટલોમાં પેકેજના નામ પર ઉઘાડી લૂંટ ચાલી રહી છે. તેની સામે ગામડાઓ અને નાના કસબાઓમાં ડોકટરોની અછત વર્તાય છે. ડોકટર બની ગયા પછી મોટાભાગના તેમની પ્રતિજ્ઞા ભૂલી જ જાય છે. તબીબીસેવા એ માનવસેવા છે, જો કરી શકો તો. જો ગામમાં ડોકટર હોત તો રઘલો ને જીવલી તેમના જીવનની શેર માટીની ખોટ પૂરી કરી શક્યા હોત. ખુશીના હકદાર તો દરેક માણસ હોય, બસ, તેના નિમિત્ત કોઈએ બનવાનું હોય. શહેરોમાં તો કોરોના જેવી મહામારીએ ડોકટરોને ભગવાન બનાવી દીધા,વપરંતુ ગામડાઓનું શું ? ત્યાંની પરિસ્થિતિ તો આજે પણ એ જ છે, જે ત્યારે હતી. તબીબી જગતને એક નમ્ર વિનંતી થોડી ઓછી કમાણી કરશો તો, તમારા જીવનમાં કઈ ફરક નહીં પડે, પરંતુ કોઈ ગરીબના જીવનના તમે ભાગ્યદાતા / જીવનદાતા બની શકશો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational