MITA PATHAK

Inspirational

4.5  

MITA PATHAK

Inspirational

શબ્દોના બાણ

શબ્દોના બાણ

1 min
624


જ્યારે માતૃભૂમિ સેવા હોસ્પિટલના નામ સાથે સ્ટેજ ઉપર ઊભા નામી વિજેન્દ્રભાઈની, બધા તેમની વાહ વાહ કરી રહ્યા છે,કે "મા નો દીકરો હોય તો વિરેન્દ્રભાઈ જેવો. "ત્યારે વિરેન્દ્ર પોતાના ભૂતકાળના વેધક શબ્દોમાં ખોવાયો હતો.  

મા તું છે ક્યાં? કયારનો તને બૂમો પાડું છું,તું કેમ અમારી કોઈ વાત જ માનતી નથી. અને હા, તારી રોજબરોજની મનમાની નહીં ચાલે. છેલ્લીવાર કહી દઉ છું, "તું મારી પત્ની સાથે રોજ ઝઘડા કરે છે તે નહીં ચાલે". આ ઘરનું પાલનપોષણ હું કરુ છું. એટલે તારો કોઈ જ હક નથી, મને કશું કહેવાનો સમજીને તું મા ! ચૂપચાપ બેઠેલી મા બોલી " હા બેટા, ત્યારે મને નહોતું સમજાયું પણ હવે સમજાય છે. " ડૉ. મને કહ્યું હતું,જો બેન કદાચ તમારું અસ્તિત્વ ન પણ રહે,તમારો જીવનું જોખમ છે. તમે જે જિદ્દને હક કરો છો ને કે, આ આવનાર બાળક મારા સપના સાકાર કરવા આવવાનો છે. "જે પણ થવાનું હોય તે થાય મારા બાળકનું આ દુનિયામાં સર્જન થવું જ જોઈએ પછી ભલેને મારુ વિસર્જન થઈ જાય" તેમ બોલતા બોલતા જ તેમના ગળામાં ડૂમો ભરાઈ જાય છે. ને દીકરો ત્યાં જ બૂમ પાડે છે મા મા. . . છેલ્લે તે માઇકમાં ફક્ત મા બોલી શકયો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational