STORYMIRROR

Shailee Parikh

Children Others

3  

Shailee Parikh

Children Others

શાકભાજીની સ્કુલ

શાકભાજીની સ્કુલ

2 mins
28.2K


એક મોટી શાકમાર્કેટ હતી. દૂધી, ટીંડોળાં, ભીંડા, ટામેટાં, બટાકા, કાંદા, મોટી મોટી ટોપલીઓમાં વેપારીઓ ગોઠવતા અને આવનારા લોકો પોતાનું મનપંસદ શાક વેપારી પાસેથી લઈ જતાં.

એક દિવસ ચિંકી તેની મમ્મી સાથે શાક લેવા માટે આવી તે મમ્મીની બાજુમાં ઊભાં-ઊભાં જુદાં-જુદાં રંગરૂપનાં શાક જોતી હતી અને તેની મમ્મીએ ખૂબ બધું શાક ખરીધ્યું.

ચિંકીને શાક જોઈને પ્રશ્ન થયો આ કાકડી આટલી લાબી કેમ છે અને આ ગાજર તો જુઓ ફટાકડાની કોઠી ઊંઘી મૂકી હોય તેવું દેખાય છે. ટામેટું તો ક્રિકેટનાં દડા જેવું છે. અને કાંદાના માથા પરતો ડોસીમાના કોરા કોરા વાળ જેવા વાળ છે. આવું બધું વિચારતા-વિચારતા ચિંકી બેન મમ્મી સાથે શાક લઈ ઘરે ગયા.

મમ્મીએ શાક ફ્રીઝમાં ગોઠવવાનું શરૂ કર્યું. એટલે ચિંકી કહે, "મમ્મી-મમ્મી તે તો કેવા શાક લીધા. જો હું સ્કુલમાં જઉં છું. એમ આ શાકભાજી સ્કુલમાં જતાં હોયને તો દુઘી પ્રિન્સીપાલ હશે. કાકડી ટીચર હશે અને ટામેટાં સર હશે નહિ? અને આ ટીંડોળાને ભીંડા ને પરવળ એ બધા અમારી જેમ દફતર ઉચકતા વિર્દ્યાથીઓ હશે."

ચિંકીની વાત સાંભળી તેની મમ્મી હસી પડી તે કહે, "કેમ વળી, ચિંકી તે એવું કઈ રીતે ધાર્યું કે દૂધી પ્રિન્સીપાલ હશે?" ચિંકી કહે, "જો મમ્મા તું લાવી એ શાકમાં સૌથી લાંબી દૂધી છે ને તે ઊભી હોયતો એને બધા દેખાય. કાકડી છે ને એ અમારા સ્કુલની લેડી ટીચર્સ જેવી મસ્ત-મસ્ત દેખાય છે અને ટામેટાભાઈ પી.ટી. ના સર જેવા ગોળ મટોળ છે. અને આ ટીંડોળાને પરવળ ને ભીંડા કેટલા નાના-નાના છે અમારા જેવા છોટુ છોટુ સ્વીટ-સ્વીટ એટલે એ મને વિર્દ્યાથીઓ જેવા લાગ્યા. મમ્મી-મમ્મી આ સરગવો છેને એ શાકભાજીની સ્કુલમાં બેન્ચ તરીકે વપરાતો હશે અને કોઈ કોઈ વિર્દ્યાથીઓ તેની પર બેસી હીંચકા ખાતા હશે." ચિંકીની મમ્મીએ ત્યાં સુધીમાં બધાં શાક ગોઠવી દીધાં. પછી વ્હાલથી ચિંકીને કહે, "બેટા આ બધા શાકભાજી છે ને આપણે ખાવાના કેમકે બધાંજ મહત્વના છે ખરુંને?" ચિંકી કહે, "હા મમ્મી મારી સ્કુલના શિક્ષક પણ એવું કહે છે અને તું તો બહુ સરસ શાક બનાવે છે. અને હુ તો ડાહી- ડાહી દીકરી છું તારી એટલે હું બધુ જ ખાઉં છું અને ખાઈશ કેમ કે મારે પણ તારી જેમ તાજાંમાજાં રહેવું છે ને મઝા કરવી છે. ખૂબ ખૂબ ભણવું છે."


Rate this content
Log in

Similar gujarati story from Children